ટીમ ઈન્ડિયાના ધૂરંધર બેટર પાસે છે IPL 2025ની ઓરેન્જ કેપ પર કબજો કરવાનો ચાન્સ, બસ આટલા રન દૂર
PBKS vs MI IPL 2025: IPL 2025ની ક્વોલિફાયર-2 આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં 5 વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સની નજર પંજાબ કિંગ્સને હરાવવા અને શાનથી ફાઈનલમાં પ્રવેશવા માટે હશે. જો MI આ કરવા માગે તો તેના મિસ્ટર કન્સિસ્ટેન્ટ સૂર્યકુમાર યાદવે એક મોટી ઈનિંગ રમવી પડશે. IPL 2025માં સૂર્યાનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આ જ કારણ છે કે તે આ સિઝનમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓની રેસમાં બીજા સ્થાને છે અને તે ઓરેન્જ કેપનો દાવેદાર પણ છે. જો સૂર્યા આજે મોટી ઇનિંગ રમીને મુંબઈ ઈન્ડિયન્સ માટે મેચ જીતવામાં સફળ રહે. તો તે ઓરેન્જ કેપ પર પણ કબજો કરી શકે છે.
હાલમાં ઓરેન્જ કેપ સાઈ સુદર્શન પાસે
IPL 2025 ની ઓરેન્જ કેપ હાલમાં એલિમિનેટરમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે હારનો સામનો કરનારી ગુજરાત ટાઈટન્સના ઓપનર સાઈ સુદર્શન પાસે છે. સાઈએ 15 મેચોમાં 54.21ની એવરેજ અને 156.17ના સ્ટ્રાઈક રેટથી 759 રન બનાવ્યા છે. બીજી તરફ સૂર્યકુમાર યાદવ 67.30ની એવરેજ અને 167.83ના સ્ટ્રાઈક રેટ સાથે આટલી જ મેચોમાં 673 રન સાથે બીજા સ્થાન પર છે.
માત્ર 86 રનનું અંતર
સૂર્યકુમાર યાદવ અને સાઈ સુદર્શન વચ્ચે માત્ર 86 રનનું અંતર છે. જો સૂર્યા આજે 87 રન બનાવવામાં સફળ રહે તો તે આ રેસમાં સૌથી આગળ નીકળી શકે છે. સૂર્યકુમાર યાદવે આજ સુધી IPLમાં ઓરેન્જ કેપ નથી જીતી.
આ પણ વાંચો: સાંસદ સાથે લગ્ન કરશે રીન્કુ સિંહ! લગ્નની તારીખ નક્કી, અગાઉ પણ જોડાયું હતું નામ
બીજી તરફ જો તે આજે સસ્તામાં આઉટ થઈ જશે, તો તે ઓરેન્જ કેપ પર કબજો કરવાની સુવર્ણ તક ગુમાવી દેશે. જો MI આજે હારે, તો સૂર્યાને સાઈ સુદર્શનને પછાડવાની બીજી તક નહીં મળે.
ઓરેન્જ કેપની રેસમાં વિરાટ કોહલી કેટલો પાછળ
જો વિરાટ કોહલીને રેકોર્ડ ત્રીજી વખત ઓરેન્જ કેપ પર કબજો કરવો હોય, તો તેણે ફાઈનલમાં એક અવિશ્વસનીય ઈનિંગ રમવી પડશે. કોહલી હાલમાં 614 રન સાથે આ યાદીમાં પાંચમા સ્થાન પર છે. તેના અને નંબર-1 પર બેઠેલા સાઈ સુદર્શન વચ્ચે 145 રનનું અંતર છે. આ વર્ષે કોહલી માટે ઓરેન્જ કેપ પર કબજો કરવો મુશ્કેલ લાગે છે. જોકે, તે અસંભવ નથી.