Sports

5 નહીં હવે આટલા દિવસ રમશે ટેસ્ટ મેચ, 90ને બદલે 98 ઓવર: ICC લાવી રહ્યું છે નવા નિયમો

By GS Team
17 Jun 20252 mins read
This article was originally published on 17 Jun 2025
TukuTouch Logo
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એક મોટા બદલાવ તરફ આગળ વધી રહ્યું છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આઈસીસી 2027-29 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ચક્રમાં નાના દેશો માટે ચાર દિવસીય ટેસ્ટ મેચની મંજૂરી આપવા માટે તૈયાર છે. તો બીજી તરફ ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ હજુ પણ પાંચ દિવસીય મેચ રમી શકે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

5 નહીં હવે આટલા દિવસ રમશે ટેસ્ટ મેચ, 90ને બદલે 98 ઓવર: ICC લાવી રહ્યું છે નવા નિયમો

Test Cricket: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એક મોટા બદલાવ તરફ આગળ વધી રહ્યું છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આઈસીસી  2027-29 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ચક્રમાં નાના દેશો માટે ચાર દિવસીય ટેસ્ટ મેચની મંજૂરી આપવા માટે તૈયાર છે. તો બીજી તરફ ભારત, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ હજુ પણ પાંચ દિવસીય મેચ રમી શકે છે.

ઓછા સમયમાં ત્રણ ટેસ્ટ સીરિઝ રમી શકાય છે

એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, આઈસીસીએ 2027-29 WTC ચક્ર માટે ચાર દિવસીય ટેસ્ટ માટે તૈયારી બતાવી છે. પરંતુ ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ભારતને હજુ પણ એશિઝ, બોર્ડર-ગાવસ્કર ટ્રોફી અને એન્ડરસન-તેંડુલકર ટ્રોફી માટે પાંચ દિવસની ટેસ્ટ સીરિઝ રમવાની મંજૂરી આપવામાં આવશે. એન્ડરસન-તેંડુલકર ટ્રોફી શુક્રવારે (20મી જૂન) હેડિંગ્લી ખાતે ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ રમાશે.

ઘણાં નાના દેશો સમય અને ખર્ચને કારણે ટેસ્ટ મેચોનું આયોજન કરવામાં રસ દાખવતા નથી, પરંતુ ચાર દિવસની ટેસ્ટ મેચની શરૂઆત સાથે, ત્રણ અઠવાડિયાથી ઓછા સમયમાં ત્રણ ટેસ્ટ સીરિઝ રમી શકાય છે. સમય બચાવવા માટે ચાર દિવસીય ટેસ્ટ મેચમાં 90 ઓવર પ્રતિ દિવસથી વધારીને ઓછામાં ઓછો 98 ઓવર કરવામાં આવ્યો છે. જો કે,વર્ષ 2025-27 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પાંચ દિવસીય મેચોના વર્તમાન ફોર્મેટ હેઠળ રમાશે.

અગાઉ ચાર દિવસીય ટેસ્ટ મેચને મંજૂરી અપાઈ હતી

ઉલ્લેખનીય છે કે, આઈસીસીએ પહેલીવાર વર્ષ 2017માં દ્વિપક્ષીય મેચો માટે ચાર દિવસીય ટેસ્ટ મેચને મંજૂરી આપી હતી. વર્ષ 2019 અને વર્ષ 2023માં આયર્લેન્ડ સામે ચાર દિવસીય ટેસ્ટ મેચ બાદ ઈંગ્લેન્ડે ગયા મહિને ટ્રેન્ટ બ્રિજ ખાતે ઝિમ્બાબ્વે સામે ચાર દિવસીય ટેસ્ટ રમી હતી.