ICCએ જાહેર કર્યું વનડે વર્લ્ડ કપનું નવુ શેડ્યૂલ, જાણો ક્યારે અને ક્યાં રમાશે ભારતની મેચ
Image Social Media |
ICC Womens ODI World Cup Schedule: મહિલા ODI વર્લ્ડ કપ 2025 ના શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યોજાનારી મેચોને મુંબઈના DY પાટિલ સ્ટેડિયમમાં શિફ્ટ કરવામાં આવી છે. બેંગલુરુમાં થયેલી ભાગદોડ બાદ કર્ણાટક સરકારે ખૂબ જ કડક વલણ અપનાવ્યું હતું, જેના કારણે ચિન્નાસ્વામી સ્ટેડિયમને વર્લ્ડ કપ મેચોનું આયોજન કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. વર્લ્ડ કપ (Women's ODI World Cup 2025 Schedule) 30 સપ્ટેમ્બરથી શરૂ થશે અને ફાઇનલ 2 નવેમ્બરે રમાશે.
ઉલ્લેખનીય છે કે, આ ટુર્નામેન્ટનું સ્થળ બદલવામાં આવ્યું છે, તેની તારીખોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પહેલાની જેમ વર્લ્ડ કપની પહેલી મેચ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે. જે એકસાથે વર્લ્ડ કપનું આયોજન કરવા જઈ રહ્યા છે. હવે વર્લ્ડ કપ માટેના પાંચ મેદાનોના નામ ACA સ્ટેડિયમ (ગુવાહાટી), હોલકર સ્ટેડિયમ (ઇન્દોર), DY પાટિલ સ્ટેડિયમ (નવી મુંબઈ), ADA-VDCA સ્ટેડિયમ (વિશાખાપટ્ટનમ) અને આર. પ્રેમદાસા સ્ટેડિયમ (કોલંબો) હશે.
ભારતનું શેડ્યૂલ:
- 30 સપ્ટેમ્બર: ભારત - શ્રીલંકા, ગુવાહાટી
- 5 ઓક્ટોબર: ભારત - પાકિસ્તાન, કોલંબો
- 9 ઓક્ટોબર: ભારત - દક્ષિણ આફ્રિકા, વિશાખાપટ્ટનમ
- 12 ઓક્ટોબર: ભારત -ઓસ્ટ્રેલિયા, વિશાખાપટ્ટનમ
- 19 ઓક્ટોબર: ભારત - ઇંગ્લેન્ડ, ઇન્દોર
- 23 ઓક્ટોબર: ભારત - ન્યુઝીલેન્ડ, નવી મુંબઈ
- 26 ઓક્ટોબર: ભારત - બાંગ્લાદેશ, નવી મુંબઈ
મહિલા વનડે વર્લ્ડ કપ 2025નું નવું શેડ્યૂલ:
- 30 સપ્ટેમ્બર: ભારત - શ્રીલંકા, ગુવાહાટી
- 1 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા - ન્યુઝીલેન્ડ, ઇન્દોર
- 2 ઓક્ટોબર: બાંગ્લાદેશ - પાકિસ્તાન, કોલંબો
- 3 ઓક્ટોબર: ઇંગ્લેન્ડ - દક્ષિણ આફ્રિકા, ગુવાહાટી
- 4 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા - શ્રીલંકા, કોલંબો
- 5 ઓક્ટોબર: ભારત - પાકિસ્તાન, કોલંબો
- 6 ઓક્ટોબર: ન્યુઝીલેન્ડ -દક્ષિણ આફ્રિકા, ઇન્દોર
- 7 ઓક્ટોબર: ઇંગ્લેન્ડ - બાંગ્લાદેશ, ગુવાહાટી
- 8 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા -પાકિસ્તાન, કોલંબો
- 9 ઓક્ટોબર: ભારત - દક્ષિણ આફ્રિકા, વિશાખાપટ્ટનમ
- 10 ઓક્ટોબર: ન્યુઝીલેન્ડ - બાંગ્લાદેશ, ગુવાહાટી
- 11 ઓક્ટોબર: ઇંગ્લેન્ડ - શ્રીલંકા, કોલંબો
- 12 ઓક્ટોબર: ભારત - ઓસ્ટ્રેલિયા, વિશાખાપટ્ટનમ
- 13 ઓક્ટોબર: દક્ષિણ આફ્રિકા - બાંગ્લાદેશ, વિશાખાપટ્ટનમ
- 14 ઓક્ટોબર: ન્યુઝીલેન્ડ - શ્રીલંકા, કોલંબો
- 15 ઓક્ટોબર: ઇંગ્લેન્ડ - પાકિસ્તાન, કોલંબો
- 16 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા - બાંગ્લાદેશ, વિશાખાપટ્ટનમ
- 17 ઓક્ટોબર: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ શ્રીલંકા, કોલંબો
- 18 ઓક્ટોબર: ન્યુઝીલેન્ડ વિરુદ્ધ પાકિસ્તાન, કોલંબો
- 19 ઓક્ટોબર: ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ, ઇન્દોર
- 20 ઓક્ટોબર: શ્રીલંકા વિરુદ્ધ બાંગ્લાદેશ, નવી મુંબઈ
- 21 ઓક્ટોબર: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પાકિસ્તાન, કોલંબો
- 22 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ઇંગ્લેન્ડ, ઇન્દોર
- 23 ઓક્ટોબર: ભારત વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, નવી મુંબઈ
- 24 ઓક્ટોબર: શ્રીલંકા વિરુદ્ધ પાકિસ્તાન, કોલંબો
- 25 ઓક્ટોબર: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, ઇન્દોર
- 26 ઓક્ટોબર: ઇંગ્લેન્ડ વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, વિશાખાપટ્ટનમ
- 26 ઓક્ટોબર: ભારત વિરુદ્ધ બાંગ્લાદેશ, નવી મુંબઈ મુંબઈ
આ પણ વાંચો: રોહિત શર્માની જગ્યાએ શ્રેયસ અય્યર બનશે વનડેનો કેપ્ટન? જાણો BCCIની સ્પષ્ટતા
નોકઆઉટ મેચ:
- 29 ઓક્ટોબર: સેમિફાઇનલ 1, ગુવાહાટી/કોલંબો
- 30 ઓક્ટોબર: સેમિફાઇનલ 2, નવી મુંબઈ
- 2 નવેમ્બર: ફાઇનલ, નવી મુંબઈ/કોલંબો