રોહિત શર્માની જગ્યાએ શ્રેયસ અય્યર બનશે વનડેનો કેપ્ટન? જાણો BCCIની સ્પષ્ટતા
Shreyas Iyer: ભારતીય ટીમના ટેસ્ટ ફોરમેટમાં આ વર્ષે મોટો બદલાવ જોવા મળ્યો. રોહિત શર્મા અને વિરાટ કોહલીની નિવૃત્તિ બાદ શુભમન ગિલને કેપ્ટનશિપ મળી હતી. ત્યારે એશિયા કપ માટે પસંદ કરાયેલી T20 ટીમમાં શુભમન ગિલને વાઇસ કેપ્ટનશિપની જવાબદારી શોપવામાં આવી છે. તે વચ્ચે વન-ડે ટીમને લઈને પણ કેટલીક ચર્ચાઓ શરૂ થઈ છે. રિપોર્ટ્સ એવા પણ છે કે રોહિત શર્માની જગ્યાએ શ્રેયસ અય્યર આવનારી વનડે સિરીઝના કેપ્ટન હોઈ શકે છે. જો કે BCCI ના સચિવ દેવજીત સાઈકયાએ આ રિપોર્ટ્સને અફવા ગણાવી છે.
કેપ્ટનશિપની રેસમાં સામેલ નહીં શ્રેયસ અય્યર
શ્રેયસ અય્યર છેલ્લા ઘણા સમયથી વન-ડેમાં ઘણો સારો દેખાવ કર્યું છે. સાથે તેણે ઘરેલુ ક્રિકેટ અને IPLમાં પણ ખૂબ જ સારી કેપ્ટનશિપ કરી છે. એવામાં રિપોર્ટ્સ આવ્યા કે રોહિત પછી અય્યર જ વન-ડેનો કેપ્ટન હશે. જો કે હવે બોર્ડે સ્પષ્ટતા કરી છે કે આ મુદ્દે હજુ સુધી કોઈ ચર્ચા વિચારણા કરવામાં આવી નથી.
શુભમન ગિલ પણ રેસમાં
અય્યરે વન-ડે વર્લ્ડકપ 2023 અને આ વર્ષે થયેલા ચેમ્પિયન્સ ટ્રોફીમાં મેચ વિનર રોલ નિભાવ્યો હતો. BCCI માટે શુભમન ગિલ જ સારો વિકલ્પ છે. એક રિપોર્ટ્સ અનુસાર વન-ડે ક્રિકેટમાં શુભમન ગિલનો એવરેજ 59નો છે. તે પહેલાથી જ ટીમના વાઇસ-કેપ્ટન છે. ગિલને હાલમાં જ T20 ફોર્મેટમાં પ્રમોટ કરવામાં આવશે. ટેસ્ટની કેપ્ટનશિપ બાદ તેને T20 વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ નિર્ણય પાછળ બોર્ડનું મનાવું છે કે ટીમ ઈન્ડિયા ત્રણેય ફોર્મેટમાં એક જ કેપ્ટન ઈચ્છે છે. તે પણ એવો કેપ્ટન જે લાંબા સમય સુધી ટીમનો ભાગ રહેશે. ગિલ હાલમાં 25 વર્ષનો છે. તે કારણે વન-ડેમાં પણ તે કેપ્ટન બને તેવી સંભાવના વધારે છે.
રોહિત અને કોહલીનું ભવિષ્ય જલ્દી નક્કી થશે
એક રિપોર્ટ પ્રમાણે સિલેક્શન કમિટી જલ્દી જ વનડે ફોર્મેટમાં રોહિત શર્મા અને વિરાટ કોહલીના ભવિષ્ય અંગે નિર્ણય લઈ શકે છે. આ બંને ખેલાડીઓ ટેસ્ટ અને ટી20ને અલવિદા કહી ચૂક્યા છે. બંને હવે ફક્ત વનડેમાં જ ભાગ લઇ શકે છે. જોકે, આગામી વર્લ્ડ કપ સુધી બંને ટીમનો ભાગ બની રહેશે, એ નક્કી નથી. રોહિત શર્મા હાલ 38 વર્ષનો છે અને આગામી વનડે વર્લ્ડ કપ સુધી 40 વર્ષનો થઈ જશે.બોર્ડને એ વાત પર ઓછો ભરોસો છે કે રોહિત 2027 વનડે વર્લ્ડ કપ સુધી ફિટ રહેશે. કોહલીની સ્થિતિ પણ કંઈક એવી જ દેખાઈ રહી છે.