Sports

IPLમાં એક મેચમાં અમ્પાયરિંગના કેટલા રૂપિયા મળે? અનિલ ચૌધરીએ જણાવી ચોંકાવનારી રકમ

By GS Team
1 Jul 20262 mins read
TukuTouch Logo
પૂર્વ આંતરરાષ્ટ્રીય અમ્પાયર અનિલ ચૌધરીએ IPLમાં અમ્પાયરોના પગારનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, IPLની એક મેચમાં અમ્પાયરિંગ કરવાના 4000 US ડોલર મળે છે, જ્યારે ફાઇનલ મેચમાં 8000 US ડોલર મળે છે. એક સિઝનમાં અમ્પાયર સરેરાશ 45થી 50 લાખ રૂપિયા કમાય છે. આંતરરાષ્ટ્રીય T20 મેચના 2 લાખ અને ટેસ્ટ મેચના 8 લાખ રૂપિયા મળે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

IPLમાં એક મેચમાં અમ્પાયરિંગના કેટલા રૂપિયા મળે? અનિલ ચૌધરીએ જણાવી ચોંકાવનારી રકમ

Anil Choudhary Revealed How Much Umpires Get Paid During IPL: પૂર્વ આંતરરાષ્ટ્રીય અમ્પાયર અનિલ ચૌધરીએ ખુલાસો કર્યો કે, ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની એક મેચમાં અમ્પાયરિંગ કરવા માટે કેટલા રૂપિયા મળે છે. અનિલ ચૌધરીએ વર્ષ 2025માં આંતરરાષ્ટ્રીય અને IPL મેચોમાં અમ્પાયરિંગમાંથી નિવૃત્તિ લીધી હતી.

ચૌધરીએ એક પોડકાસ્ટમાં ખુલાસો કર્યો કે, એક IPL સીઝનથી અમ્પાયર ઓછામાં ઓછી 45થી 50 લાખ રૂપિયાની કમાણી કરી લે છે. જ્યારે ફાઈનલ મેચમાં અમ્પાયરિંગ કરવા માટે 8000 યુએસ ડોલર સુધીની રકમ મળે છે.

અનિલ ચૌધરીનો મોટો ખુલાસો

ચૌધરીએ કહ્યું કે, 'IPLમાં એક મેચમાં અમ્પાયરિંગ કરવાના 4000 યુએસ ડોલર મળે છે. જો તમે પ્લેઓફમાં અમ્પાયરિંગ કરી રહ્યા હોવ તો 6000 ડોલર મળશે અને જો ફાઈનલમાં અમ્પાયરિંગ કરશો તો 8000 ડોલર મળશે. આ ઉપરાંત દૈનિક ભથ્થું લગભગ 6000 ડોલર સુધીનું હોય છે. IPLમાં અમ્પાયરિંગ કરનારા અમ્પાયર્સની સરેરાશ કમાણી એક સીઝનથી 45થી 50 લાખ રૂપિયા સુધીની થઈ જાય છે. હા, જો તમે સ્થાનિક ક્રિકેટમાં અમ્પાયરિંગ કરી રહ્યા હોવ અને મોટું નામ ધરાવતા હોવ તો તેના 20થી 25 લાખ રૂપિયા અલગથી મળે છે.'

આતંરરાષ્ટ્રીય મેચોમાં કેટલી રકમ

આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાત કરીએ તો ચૌધરીએ જણાવ્યું કે, ટેસ્ટ મેચમાં 8 લાખ રૂપિયા મળે છે. મેચ રમાય કે ન રમાય, કોઈ અવરોધના કારણે અટકી જાય અથવા તો વહેલી પૂરી થઈ જાય, અમ્પાયરને તેની પૂરેપૂરી રકમ મળે છે.

પૂર્વ અમ્પાયરે આગળ કહ્યું કે, 'એક T20 આંતરરાષ્ટ્રીય મેચમાં અમ્પાયરિંગ કરવા માટે 2 લાખ રૂપિયા મળે છે, જ્યારે ટેસ્ટ મેચના 8 લાખ રૂપિયા મળે છે. મેચ વહેલી પૂરી થઈ જાય કે રદ થઈ જાય, તેનાથી કોઈ ફરક પડતો નથી. અમ્પાયરની કમાણી પર કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ અસર થતી નથી.'

ધોનીના વખાણ

ચૌધરીએ ભારતના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીના ખૂબ વખાણ કર્યા અને કહ્યું કે, DRSને લઈને તેમના નિર્ણયો લગભગ સચોટ હોય છે. ધોની વિકેટની પાછળ ઊભા રહે છે, જ્યાંથી બોલ ખૂબ સારી રીતે દેખાય છે. તેમનું જજમેન્ટ પણ શાનદાર છે. ધોનીની નિર્ણય લેવાની ક્ષમતાની કોઈ તોલે આવી શકે તેમ નથી. તેઓ રિવ્યૂ લેવાની બાબતમાં સૌથી વધુ ભરોસાપાત્ર માનવામાં આવે છે.