Get The App

VIDEO: પાંચમી ટેસ્ટ પહેલા ગંભીર અને ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ ક્યુરેટર વચ્ચે ઉગ્ર બોલાચાલી

Updated: Jul 29th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: પાંચમી ટેસ્ટ પહેલા ગંભીર અને ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ ક્યુરેટર વચ્ચે ઉગ્ર બોલાચાલી 1 - image


Gambhir vs Curator : ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડના ચીફ ક્યુરેટર લી ફોર્ટિસ વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી હતી. આ ઘટના 31 જુલાઈ, ગુરુવારના રોજ લંડનના ઓવલ ખાતે રમાનારી અંતિમ ટેસ્ટ મેચ પહેલા બની હતી.

આ પણ વાંચો: જાડેજા-સુંદરે પોતાના વ્યક્તિગત સ્કોર માટે રમવાની ક્યાં જરૂર હતી: દ. આફ્રિકાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર

રિપોર્ટ પ્રમાણે ગંભીર પિચને લઈને ગુસ્સે જોવા મળ્યો હતો અને તે ગ્રાઉન્ડ પર પહોંચ્યો અને ક્યુરેટર સાથે વાત કરવા લાગ્યો હતો. પિચની સ્થિતિને લઈને બંને વચ્ચે મતભેદ જોવા મળ્યો.

પિચની સ્થિતિને લઈને બંને વચ્ચે મતભેદ જોવા મળ્યો

ઉલ્લેખનીય છે કે, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની શ્રેણીની ચોથી ટેસ્ટ માન્ચેસ્ટરમાં ડ્રો થઈ હતી. હાલમાં ઇંગ્લેન્ડ સીરિઝમાં 2-1 થી આગળ છે અને ભારત પાસે આ છેલ્લી મેચ જીતીને સીરિઝ બરાબર કરવાની તક મળી છે. ત્યારે આ પરિસ્થિતિમાં ટીમ મેનેજમેન્ટ પિચ સંબંધિત કોઈપણ પ્રકારની અનિશ્ચિતતા કે પિચ સાથે જોડાયેલી મુશ્કેલી નથી ઈચ્છતાં. હાલમાં બધાની નજર ઓવલ ટેસ્ટ પર છે, ત્યારે હવે જોવાનું છે કે, પિચ બેટરોને સાથે આપે છે કે બોલરોને ફાયદો પહોંચાડે છે.

આ પણ વાંચો: હવે તેને ભૂલ સમજાઈ છે, તે કોહલીની નકલ નથી કરતો... કૈફનું યુવા ખેલાડી અંગે નિવેદન

ગંભીર અને ક્યુરેટર વચ્ચે શું ચર્ચા થઈ?

સૂત્રોના જણાવ્યા અનુસાર, લંડનના ઓવલ ગ્રાઉન્ડના મુખ્ય ક્યુરેટર ગૌતમ ગંભીર અને લી ફોર્ટિસ વચ્ચે ઉગ્ર દલીલો થઈ હતી, જ્યાં ભારત તેની પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ રમવા જઈ રહ્યું છે. ગંભીર એવુ કહેતા સાંભળવા મળી રહ્યા છે કે, 'તમે અહીં માત્ર  ગ્રાઉન્ડ મેન છો.' આ દલીલ નેટ્સમાં થઈ હતી, જ્યારે ખેલાડીઓ તેમના રન-અપ એરિયા પર નિશાન લગાવી રહ્યા હતા. એ પછી  બેટિંગ કોચ સિતાંશુ કોટક આવ્યા અને ક્યુરેટરને પોતાની સાથે લઈ ગયા અને તેમની સાથે વાત કરી હતી. જોકે, ગંભીર હજુ પણ દૂરથી ક્યુરેટર સાથે દલીલ કરી રહ્યો હતો.

Tags :