જાડેજા-સુંદરે પોતાના વ્યક્તિગત સ્કોર માટે રમવાની ક્યાં જરૂર હતી: દ. આફ્રિકાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર
Image: IANS |
India vs England: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચના પાંચમાં દિવસે ભારેત શાનદાર બેટિંગ કરીને મેચને ડ્રો કરી દીધી હતી. પરંતુ આ મેચ પૂર્ણ થવાના એક કલાક પહેલા ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે ભારતીય ખેલાડીઓને હેન્ડશેક કરીને મેચને ડ્રો કરવા કહ્યું હતું. જો કે, ભારતીય બેટર રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે આમ કરવાનો ઈનકાર કર્યો કારણ કે બંને સદી પૂર્ણ કરવાની નજીક હતા. આ મામલે દક્ષિણ આફ્રિકના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર ડેલ સ્ટેને જાડેજા-સુંદરના આ નિર્ણય પર સવાલો ઊઠાવ્યા છે અને બેન સ્ટોક્સના સમર્થનમાં આવ્યા છે.
દક્ષિણ આફ્રિકના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર ડેલ સ્ટેને શું કહ્યું...
બેન સ્ટોક્સના સમર્થનમાં આફ્રિકના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર ડેલ સ્ટેને કહ્યું કે, 'નક્કી જ થઈ ગયું હતું કે, મેચ જીતવાના નથી અને ડ્રો થવાની છે. તો રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે પોતાના વ્યક્તિગત સ્કોર માટે રમવાની ક્યાં જરૂર હતી. લક્ષ્ય મેચ બચાવવાનો હતો, તેને ડ્રો કરાવવાનો હતો, સદી ફટકારવાનો નહોતો.'
આ પણ વાંચો: 'શુભમન ગિલને પોતાની ભૂલ સમજાઈ, હવે કોહલીની નકલ નથી કરતો', પૂર્વ ક્રિકેટરનું મોટું નિવેદન
હેન્ડશેકની ઓફર અંગે ડેલ સ્ટેને કહ્યું કે 'માત્ર એક જ મુદ્દો એ છે કે હું જોઈ રહ્યો છું જે લોકોને ખ્યાલ નથી. બેટર પોતાની સદી માટે રમી રહ્યા ન હતા, તેઓ ડ્રો માટે રમી રહ્યા હતા. તે મેચનું લક્ષ્ય હતું. એકવાર તે થઈ ગયા પછી, પરિણામ પ્રશ્નની બહાર હતું, પછી હેન્ડશેકની ઓફર કરવામાં આવી હતી. શું તે સજ્જનતા નથી?'
ફાસ્ટ બોલર તબરેઝ શમ્સી જાડેજા-સુંદરનું સમર્થનમાં
આ દરમિયાન દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર તબરેઝ શમ્સીએ રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરનું સમર્થન કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે,'જો ભારતીય બેટરે ડ્રો સ્વીકારીને રમતને તાત્કાલિક સમાપ્ત કરવાની ઓફર સ્વીકારવાનો નિર્ણય ન લીધો હોય, તો તેમાં શું મોટી વાત છે? ઓફર કરવામાં આવી હતી. ઓફર નકારી કાઢવામાં આવી હતી અને તેમને આ નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર છે'
વોશિંગ્ટન સુંદરે ટેસ્ટમાં પહેલી સદી ફટકારી
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચના પાંચમાં દિવસે મેચ પૂર્ણ થવાની છેલ્લી કલાકોમાં ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે ભારતીય બેટર રવિન્દ્ર જાડેજા તરફ હેન્ડશેક કરવા આગળ વધ્યા હતા અને મેચને ડ્રો તરીકે સ્વીકારવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્યારેબાદ બંને બેટરોએ શાનદાર સદી ફટકારી અને મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. નોંધનીય છે કે, વોશિંગ્ટન સુંદરની ટેસ્ટ કારકિર્દીની આ પહેલી સદી છે.