Get The App

હર્ષિત રાણાને જુસ્સામાં કરેલી ભૂલ ભારે પડી! ICCએ ફટકાર લગાવી, 1 ડિમેરિટ પોઈન્ટ આપ્યો; જાણો કારણ

Updated: Dec 3rd, 2025

GS TEAM

Google News
Google News
Harshit Rana


Harshit Rana Gets Demerit Point : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ મેચની વનડે સીરિઝમાં ભારત અને સાઉથ આફ્રિકા બંને 1-1 મેચ જીત્યા છે. આ દરમિયાન પહેલી વનડેમાં શાનદાર દેખાવ કરનારા યુવા બોલર હર્ષિત રાણાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) તરફથી ફટકાર અને એક ડિમેરિટ પોઈન્ટ મળ્યો છે. 

શું હતો મામલો?

રાંચીમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં, હર્ષિતે રિયાન રિકલ્ટન અને ક્વિન્ટન ડિ કોકની વિકેટ લીધી હતી, ત્યાર બાદ તેણે ડેવાલ્ડ બ્રેવિસને પોતાનો ત્રીજો શિકાર બનાવ્યો. 22મી ઓવરમાં જ્યારે હર્ષિતે બ્રેવિસને આઉટ કર્યો, ત્યારે તે ઘણો ઉત્સાહિત થઈ ગયો. તેણે જુસ્સામાં આઉટ થયેલા બ્રેવિસને પેવેલિયન ભેગો થવા આંગળીથી ઈશારો કર્યો હતો. વાઇરલ થયેલા એક વીડિયોમાં તે કથિત રીતે ગાળ પણ બોલતા જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ IND vs SA: વિરાટ અને ગાયકવાડની સદી એળે ગઈ, રોમાંચક મેચમાં સાઉથ આફ્રિકાની 4 વિકેટથી જીત

નિયમોનું ઉલ્લંઘન

ICCએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, ‘હર્ષિતની આ હરકત બેટરને આક્રમક પ્રતિક્રિયા આપવા માટે ઉશ્કેરી શકે તેમ હતી. હર્ષિતને ICCના પ્લેયર્સ અને પ્લેયર સપોર્ટ સ્ટાફ માટેના કોડ ઓફ કન્ડક્ટની આર્ટિકલ 2.5 નું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે.’ 

નોંધનીય છે કે, આ આર્ટિકલ ‘આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન બેટરના આઉટ થવા પર તેને અપમાનિત કરતી ભાષા, હરકત કે ઈશારા કરવાથી સંબંધિત છે.’ 

ICCની કાર્યવાહી

હર્ષિત રાણાની આવી ઉજવણી પર ICCએ કડક કાર્યવાહી કરી છે.  હર્ષિત રાણાના ડિસિપ્લિનરી રેકોર્ડમાં એક ડિમેરિટ પોઈન્ટ ઉમેરવામાં આવ્યો છે. બીજી બાજુ, હર્ષિતે પણ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે અને ICC દ્વારા આપવામાં આવેલી સજા પણ માની લીધી છે.

આ પણ વાંચોઃ હાર્દિક પંડ્યા અને ગિલની ટીમમાં વાપસી; સૂર્યકુમાર યાદવ કૅપ્ટન, T20 સીરિઝ માટે સ્કવોડની જાહેરાત

રાયપુર વનડેમાં ભારતની હાર

આજે રાયપુરમાં સાઉથ આફ્રિકા સામેની વનડે સીરિઝની બીજી મેચ રમાઈ હતી. જેમાં ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને ઋતુરાજ ગાયકવાડે ધુંઆધાર બેટિંગ કરી અને સાઉથ આફ્રિકાના બોલર્સને ઘૂંટણીયે લાવી દીધા હતા. જો કે, તે બાદ સાઉથ આફ્રિકાના બેટર્સ વિશાળ લક્ષ્યાંક હાંસલ કરવામાં સફળ રહેતા ભારતીય ટીમનો પરાજય થયો હતો, સાઉથ આફ્રિકા આ મેચ 4 વિકેટથી જીત્યું. 

Tags :