Get The App

IND vs SA: વિરાટ અને ગાયકવાડની સદી એળે ગઈ, રોમાંચક મેચમાં સાઉથ આફ્રિકાની 4 વિકેટથી જીત

Updated: Dec 3rd, 2025

GS TEAM

Google News
Google News


IND vs SA: વિરાટ અને ગાયકવાડની સદી એળે ગઈ, રોમાંચક મેચમાં સાઉથ આફ્રિકાની 4 વિકેટથી જીત 1 - image

India vs South Africa 2nd ODI : આજે રાયપુરમાં સાઉથ આફ્રિકા સામેની વનડે સીરિઝની બીજી મેચ રમાઈ હતી. જેમાં ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને ઋતુરાજ ગાયકવાડે ધુંઆધાર બેટિંગ કરી અને સાઉથ આફ્રિકન બોલર્સને ઘૂંટણીયે લાવી દીધા હતા. જોકે તે બાદ સાઉથ આફ્રિકાના બેટર્સ વિશાળ લક્ષ્યાંક હાંસલ કરવામાં સફળ રહેતા ભારતીય ટીમનો પરાજય થયો હતો, સાઉથ આફ્રિકા આ મેચ 4 વિકેટથી જીત્યું. 

એડેન માર્કરમની સદી 

દક્ષિણ આફ્રિકા તરફથી બેટિંગની શરૂઆત એડેન માર્કરમ અને ક્વિન્ટન ડિકોકે કરી હતી. જોકે ડિકોક 8 રન બનાવીને આઉટ થયો. જોકે બાદમાં ટેમ્બા બાવુમા અને માર્કરમે બાજી સંભાળી. માર્કરમે 98 બોલમાં 110 રન ફટકાર્યા જેમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગા સામેલ છે. જ્યારે બાવુમા 46 રન ફટકારીને આઉટ થયો. જે બાદ બ્રેવિસે પણ 54 રન ફટકારી મોટું યોગદાન આપ્યું. 

વિરાટ કોહલી અને ગાયકવાડની સદી એળે ગઈ

વિરાટ કોહલી સાઉથ આફ્રિકા વનડે સીરિઝની સતત બીજી મેચમાં સદી ફટકારી હતી. કોહલીએ આજે 90 બોલમાં 100 રન પૂરા કર્યા. વિરાટ કોહલીએ સતત બીજી સદી ફટકારતાં સુનિલ ગાવસ્કરે વખાણ કરતાં કહ્યું હતું કે તમારી પાસે વિરાટ કોહલી હોય તો સુપરમેનની શું જરૂર? કોહલી મેચમાં કુલ 93 બોલમાં 102 રન ફટકાર્યા. જેમાં 7 ચોગ્ગા અને બે છગ્ગા સામેલ છે. આ કોહલીની 53મી વનડે સદી હતી. 

ઋતુરાજ ગાયકવાડે વનડે કરિયરની પ્રથમ સદી ફટકારી

ઋતુરાજ ગાયકવાડે આજે વનડે કરિયરની પ્રથમ સદી ફટકારી. ઋતુરાજે 77 બોલમાં 100 રન પૂરા કર્યા. પહેલા 52 બોલમાં તેણે 50 રન પૂરા કર્યા હતા અને પછીના 27 બોલમાં તાબડતોબ બેટિંગ કરી અને બીજા 50 રન પૂરા કર્યા. જેમાં 14 ચોગ્ગા અને બે છગ્ગા સામેલ છે. જોકે બાદમાં 105 રન પૂર્ણ થતાં ઋતુરાજ ગાયકવાડ આઉટ થઈ ગયો હતો. સ્ટેડિયમમાં સૌ દર્શકોએ ઊભા થઈને ગાયકવાડનું સન્માન કર્યું હતું. 

ભારત તરફથી કોણે કેટલા રન ફટકાર્યા? 

ખેલાડી                                           રન
યશસ્વી જયસ્વાલ22
રોહિત શર્મા14
વિરાટ કોહલી102
ઋતુરાજ ગાયકવાડ105
કે.એલ. રાહુલ66
વોશિંગ્ટન સુંદર1
રવિન્દ્ર જાડેજા24


ભારત તરફથી કોણે કેટલી વિકેટ લીધી?

ખેલાડીવિકેટ
અર્શદીપ સિંહ2
પ્રસિધ કૃષ્ણા2
હર્ષિત રાણા1
કુલદીપ યાદવ1


સીરિઝની પ્રથમ મેચમાં ભારતનો ભવ્ય વિજય થયો હતો

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે વનડે સીરિઝની પ્રથમ 30 નવેમ્બરે રાંચીમાં રમાઈ હતી જેમાં વિરાટ કોહલીએ 135 રન ફટકાર્યા હતા. રોહિત શર્મા અને કે એલ રાહુલની અડધી સદીની મદદથી ભારતનો સ્કોર 349 રનનો થઈ ગયો હતો. જેના જવાબમાં સાઉથ આફ્રિકાની ટીમ 49.2 ઓવરમાં 332 રન પર ઓલઆઉટ થઈ હતી. 

Tags :