હાર્દિક પંડ્યા અને ગિલની ટીમમાં વાપસી; સૂર્યકુમાર યાદવ કૅપ્ટન, T20 સીરિઝ માટે સ્કવોડની જાહેરાત

India’s T20 squad for SA series out: Surya captain, Hardik–Gill make comeback | BCCIએ સાઉથ આફ્રિકા સામેની ટી20 સીરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની સ્કવોડની જાહેરાત કરી છે. સ્કવોડમાં હાર્દિક પંડ્યા અને શુભમન ગિલની ટીમમાં વાપસી થઈ છે. હાર્દિક પંડ્યા બે મહિનાથી પણ વધુ સમય બાદ ટીમમાં વાપસી કરશે.
સૂર્યકુમાર યાદવ કૅપ્ટન
ટી20 સીરિઝમાં સૂર્યકુમાર યાદવને કૅપ્ટન બનાવવામાં આવ્યો છે જ્યારે વનડેના કૅપ્ટન શુભમન ગિલને વાઇસ કૅપ્ટન તરીકેની જવાબદારી આપવામાં આવી છે. આ સિવાય અક્ષર પટેલ, અભિષેક શર્મા, તિલક વર્મા, હર્ષિત રાણા અને કુલદીપ યાદવ પણ રમતા દેખાશે.
ટી20 સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની સ્કવોડ:
સૂર્યકુમાર યાદવ
શુભમન ગિલ
અભિષેક શર્મા
તિલક વર્મા
હાર્દિક પંડ્યા
શિવમ દુબે
અક્ષર પટેલ
જિતેશ શર્મા
સંજૂ સેમસન
જસપ્રીત બુમરાહ
વરુણ ચક્રવર્તી
અર્શદીપ સિંહ
કુલદીપ યાદવ
હર્ષિત રાણા
વોશિંગ્ટન સુંદર
ક્યારે રમાશે ટી20 સીરિઝ
આગામી 9મી ડિસેમ્બરથી આ ટી20 સીરિઝની શરુઆત થશે. જેમાં પહેલી મેચ કટક, બીજી ચંડીગઢ, ત્રીજી ધરમશાળા અને ચોથી લખનૌમાં રમાશે. સીરિઝની છેલ્લી મેચ 19મી ડિસેમ્બરે અમદાવાદમાં રમાશે.
હાર્દિક અને ગિલ ઇજાગ્રસ્ત હતા
નોંધનીય છે કે હાર્દિક પંડ્યા સપ્ટેમ્બર મહિનામાં એશિયા કપ દરમિયાન પાકિસ્તાન સામેની મેચમાં ઇજાગ્રસ્ત થયો હતો. જ્યારે શુભમન ગિલ હાલમાં જ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચમાં ઇજાગ્રસ્ત થયો હતો. જે બાદથી જ બંને ખેલાડીઓ ક્રિકેટ મેદાનથી દૂર હતા.
ગઈકાલે જ હાર્દિક પંડ્યાએ કરી હતી ધુંઆધાર બેટિંગ
લાંબા સમય બાદ હાર્દિક પંડ્યાએ સૈયદ મુશ્તાક ટ્રોફીમાં રમતો જોવા મળ્યો. મંગળવારે એલિટ ગ્રૂપ-C મેચમાં હાર્દિક પંડ્યાને પ્લેયર ઑફ ધ મેચ ઍવૉર્ડ અપાયો. રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં પંજાબ અને બરોડાની ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં બરોડાની 7 વિકેટથી જીત થઈ. પંજાબે ટોસ જીતીને પહેલા બેટિંગ કરી 222 રન ફટકાર્યા હતા. જેમાં અભિષેક શર્માએ 50 બનાવ્યા. જેના જવાબમાં બરોડાએ 19.1 ઓવરમાં જ જીત નોંધાવી. હાર્દિક પંડ્યાએ 42 બોલમાં 4 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકારી 77 રન બનાવ્યા.
જુઓ સમગ્ર કાર્યક્રમ:


