Photos : એશિયા કપ પહેલા હાર્દિક પંડ્યાનો વિદેશી લુક, ફેન્સે કહ્યું- હવે ઓળખવો પણ મુશ્કેલ!
Hardik Pandya New Look: એશિયા કપ 2025ને શરુ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ટુર્નામેન્ટની શરુઆત 9 સપ્ટેમ્બરે થઈ રહી છે. ભારતીય ટીમ ટુર્નામેન્ટમાં પહેલી મેચ 10 સપ્ટેમ્બરે UAE ટીમ સામે દુબઈના મેદાન પર રમશે. ટીમ ઇન્ડિયાની ટીમ દુબઈ પહોંચી ગઈ છે અને પહેલું પ્રેક્ટિસ સેશન 5 સપ્ટેમ્બરે ICC એકેડેમીમાં યોજાશે. એશિયા કપ પહેલા ભારતીય ટીમના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યાનો એક નવા જ લુક જોવા મળ્યો છે. જેમાં ચાહકો માટે તેને ઓળખવો થોડો મુશ્કેલ થઈ રહ્યું છે.
હાર્દિક પંડ્યાએ તેના નવા લૂકના ફોટા ઇન્ટાગ્રામ પર કર્યા પોસ્ટ
ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાએ પોતાના નવા લૂક વિશે ચાહકોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્ટાગ્રામ પર ફોટો પોસ્ટ કરીને આપી છે. જેમાં તેણે પોતાના વાળને કલર કરાવ્યો છે, એ સોનેરી કલર જેવા છે. વાળમાં નવો રંગ લગાવ્યા પછી હાર્દિક પંડ્યાનો નવો લુક ખૂબ જ શાનદાર લાગી રહ્યો છે, જ્યાં તેણે નવા લુક સાથે વિવિધ પોઝ સાથેના ફોટા પોસ્ટ કર્યા છે.
આ પણ વાંચો: એશિયા કપમાં ભારતીય હોકી ટીમનું દમદાર પ્રદર્શન, મલેશિયાને સુપર-4માં હરાવ્યું
એશિયા કપમાં હાર્દિકનું પ્રદર્શન ખૂબ મહત્ત્વનું
હાર્દિક પંડ્યા ઘણા લાંબા સમય પછી મેદાનમાં વાપસી કરી રહ્યો છે. હવે એશિયા કપ 2025માં હાર્દિકનું પ્રદર્શન ટીમ ઇન્ડિયા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બનવાનું છે, જેમાં બોલિંગમાં તેની 4 ઓવર ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે, જ્યારે બેટિંગમાં તેની પાસે ફિનિશરની ભૂમિકા રહશે. જે તે અત્યાર સુધી ખૂબ જ સારી રીતે નીભાવતો જોવા મળ્યો છે. તેથી હવે હાર્દિક પાસે એશિયા કપમાં કેટલાક ખાસ પરાક્રમો કરવાની પણ તક રહેલી છે. જેમાં તે T20 ઇન્ટરનેશનલમાં 100 છગ્ગા પૂરા કરવાથી માત્ર 5 છગ્ગા દૂર છે અને જો તે પૂરા કરશે તો, તે ભારતીય ટીમનો અત્યાર સુધીનો ચોથો ખેલાડી બનશે. હાર્દિક પહેલા આ પરાક્રમ રોહિત શર્મા, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ કરી ચૂક્યા છે.