Sports

ગૂરનુર બરારનો ડેબ્યૂ, ફરી સિરાજ-જાડેજાને પ્લેઈંગ-11માં સ્થાન નહીં, 6 વર્ષનો સિલસિલો તૂટ્યો

By GS Team
27 Nov 20262 mins read
TukuTouch Logo
ક્રાઈસ્ટચર્ચમાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટમાં મોહમ્મદ સિરાજને સ્થાન ન મળતા અનિચ્છનીય રેકોર્ડ નોંધાયો છે. 2020ના ડેબ્યુ બાદ સિરાજ પ્રથમવાર વિદેશી શ્રેણીમાં એકપણ મેચ રમ્યા નથી. 11 મેચમાં 43 વિકેટ હોવા છતાં તેને બહાર રખાયો છે. ગુરનૂર બ્રારે ટેસ્ટ ડેબ્યુ કર્યું છે, જ્યારે જાડેજાને બદલે વોશિંગ્ટન સુંદરને તક મળી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગૂરનુર બરારનો ડેબ્યૂ, ફરી સિરાજ-જાડેજાને પ્લેઈંગ-11માં સ્થાન નહીં, 6 વર્ષનો સિલસિલો તૂટ્યો

Ind vs NZ 2nd test : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની બે મેચની ટેસ્ટ શ્રેણી હાલ 0-0 થી બરાબર છે અને બીજી તથા અંતિમ ટેસ્ટ ક્રાઈસ્ટચર્ચમાં રમાઈ રહી છે. આ મુકાબલામાં પણ ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને પ્લેઈંગ-11 માં સ્થાન ન મળતાં તેમની સાથે એક અણગમતો રેકોર્ડ જોડાઈ ગયો છે. 2020 માં ટેસ્ટ ડેબ્યુ કર્યા બાદ આ પ્રથમવાર બન્યું છે કે જ્યારે સિરાજ કોઈ સંપૂર્ણ વિદેશી ટેસ્ટ શ્રેણીમાં એકપણ મેચ રમી શક્યો નથી. અગાઉ તે દરેક વિદેશી ટેસ્ટ શ્રેણી દરમિયાન ભારત તરફથી મેદાનમાં ઉતર્યો હતો. આ વખતે પણ ગિલ અને ગંભીરે ચોંકાવનારો નિર્ણય લેતા સિરાજ અને જાડેજાને ટીમમાં સ્થાન નહોતું આપ્યું.

43 વિકેટ છતાં સતત બીજી ટેસ્ટમાં બહાર

વર્તમાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ચક્રમાં મોહમ્મદ સિરાજનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેમણે 11 મેચમાં 43 વિકેટ ઝડપીને ભારતના સૌથી સફળ બોલર તરીકે સ્થાન મેળવ્યું છે. આમ છતાં ટીમ મેનેજમેન્ટે ન્યૂઝીલેન્ડ સામે સતત બીજી ટેસ્ટમાં તેમને બહાર રાખવાનો નિર્ણય લીધો છે.

વેલિંગ્ટનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતીય બોલરો ન્યૂઝીલેન્ડની બીજી ઈનિંગ્સમાં માત્ર 5 વિકેટ જ લઈ શક્યા હતા અને મેચ ડ્રો રહી હતી, તેમ છતાં બીજા ટેસ્ટમાં સિરાજને તક મળી નથી. સિરાજે અત્યાર સુધી 48 ટેસ્ટ મેચમાં 29.63 ની એવરેજથી 144 વિકેટ લીધી છે અને 5 વખત ઈનિંગ્સમાં 5 કે તેથી વધુ વિકેટ ઝડપી છે. ગયા વર્ષે ઓવલમાં ઈંગ્લેન્ડ સામે ભારતની 6 રનની રોમાંચક જીતમાં પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.

ગુરનૂર બ્રારનો ડેબ્યુ, રવિન્દ્ર જાડેજા પણ બહાર
ક્રાઈસ્ટચર્ચ ટેસ્ટ માટે ભારતે ફાસ્ટ બોલિંગમાં ગુરનૂર બ્રારને તક આપી છે, જેમને પ્રસિદ્ધ કૃષ્ણાના સ્થાને પ્લેઈંગ-11 માં સામેલ કરાયા છે. આ મેચ ગુરનૂર બ્રારનો ટેસ્ટ ડેબ્યુ મુકાબલો છે. આ ઉપરાંત જસપ્રીત બુમરાહ, આકાશ દીપ અને અંશુલ કંબોજ પણ ફાસ્ટ બોલિંગની કમાન સંભાળી રહ્યા છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સતત બીજી ટેસ્ટમાં બહાર રહ્યા છે અને ટીમે તેમના સ્થાને વોશિંગ્ટન સુંદર પર વિશ્વાસ જાળવી રાખ્યો છે.

બંને ટીમોની પ્લેઈંગ-11
ભારતની પ્લેઈંગ-11: કે.એલ. રાહુલ, યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિક્કલ, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ધ્રુવ જુરેલ, આકાશ દીપ, અંશુલ કંબોજ, ગુરનૂર બ્રાર, જસપ્રીત બુમરાહ.

ન્યૂઝીલેન્ડની પ્લેઈંગ-11: ટોમ લેથમ (કેપ્ટન), ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, રચિન રવીન્દ્ર, ડેરિલ મિચેલ, ટોમ બ્લંડેલ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, નાથન સ્મિથ, કાયલ જેમિસન, મેટ હેનરી, જેકબ ડફી.