ગુકેશે વર્લ્ડ નંબર વન ખેલાડીને ફરી હરાવ્યો, વર્લ્ડ ચેમ્પિયન કાર્લસને હાર બાદ કહ્યું- 'મને રમવાની મજા નથી આવતી'
Image Twitter |
World Chess Championship : વિશ્વના નંબર વન ખેલાડી મેગ્નસ કાર્લસને કહ્યું કે, હાલમાં વિશ્વ ચેમ્પિયન ડી. ગુકેશ સામે સતત બીજીવાર હાર્યા પછી તેને ચેસનો આનંદ માણવાની મજા નથી આવી રહી. નોંધનીય છે કે, નોર્વેના આ ખેલાડીએ ઘણીવાર ડી. ગુકેશને 'નબળો' ખેલાડી કહ્યો હતો. 19 વર્ષીય ભારતીય ગ્રાન્ડમાસ્ટરે ગુરુવારે સુપરયુનાઇટેડ રેપિડ તથા બ્લિટ્ઝ ટુર્નામેન્ટમાં રેપિડ ફોર્મેટમાં પૂર્વ વિશ્વ ચેમ્પિયનને ફરી એકવાર ફરી હરાવ્યો હતો.
'મને અત્યારે ચેસ રમવાની મજા નથી આવી રહી'
આ જીત ગુકેશે નોર્વે ચેસ ટુર્નામેન્ટના ક્લાસિકલ ફોર્મેટમાં કાર્લસનને ચોંકાવ્યાના એક મહિના કરતાં પણ ઓછા સમયમાં મળી છે. આ મેચમાં કાર્લસને નિરાશ થઈને ટેબલ પર જોરથી ટકરાવવા સાથે પૂરી થઈ હતી. હાર બાદ કાર્લસને 'ટેક ટેક ટેક'ને કહ્યું, 'જો ઇમાનદારીથી કહું તો, મને અત્યારે ચેસ રમવાની મજા નથી આવી રહી. રમતી વખતે મને બિલકુલ આરામદાયક લાગતું નથી. હું સતત ખચકાટ અનુભવું છું અને તે હાલમાં ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે.'
સતત પાંચ ગેમ જીતવી એ કોઈ નાની સિદ્ધિ નથી
કાર્લસન સામેની જીત ગુકેશની ટુર્નામેન્ટમાં સતત પાંચમી જીત હતી, કારણ કે તેણે છ રાઉન્ડ પછી એકમાત્ર લીડ મેળવી હતી. કાર્લસનને કહ્યું કે, હવે હું આ ફોર્મેટમાં અવિશ્વસનિય રીતે સારું પ્રદર્શન કરી રહ્યો છે. ટુર્નામેન્ટમાં હજુ ઘણી લાંબી સફર કાપવાની છે, પરંતુ સતત પાંચ ગેમ જીતવી એ કોઈ નાની સિદ્ધિ નથી.
'આખી ટુર્નામેન્ટમાં મારું ખૂબ ખરાબ પ્રદર્શન રહ્યું'
કાર્લસને ઝડપી ફોર્મેટમાં ગુકેશની ક્ષમતા પર શંકા વ્યક્ત કરવાની તક ક્યારેય ગુમાવી નથી. પરંતુ હવે તે પોતે પણ સંઘર્ષ કરી રહ્યો છે, કારણ કે તેણે ચાલુ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી ફક્ત એક જ જીત મેળવી છે. તેણે સ્વીકાર્યું કે, 'મારું એકંદરે પ્રદર્શન સરેરાશથી નીચે રહ્યું છે.' તેણે કહ્યું કે, 'આખી ટુર્નામેન્ટમાં મારું ખૂબ ખરાબ પ્રદર્શન રહ્યું છે અને આ વખતે મને તેની મોટી સજા મળી છે.'
'રમતના મેદાનમાં એક સમયે હું સંપૂર્ણપણે હારી ગયો હતો'
કાર્લસન ગુકેશને પોતાની તકનો ફાયદો ઉઠાવવાનો શ્રેય આપ્યો છે. આ ઉપરાંત તેણે એ પણ સ્વીકાર્યું કે, 'રમતના મેદાનમાં એક સમયે હું સંપૂર્ણપણે હારી ગયો હતો.' સફેદ મોહરાથી રમતાં કાર્લસનને 49 ચાલ બાદ હાર માનવી પડી.