Get The App

શુભમન ગિલની ઈંગ્લેન્ડમાં ધમાકેદાર ઈનિંગ પર મેન્ટોર યુવરાજ સિંહ ખુશખુશાલ, કહ્યું - સલામ છે!

Updated: Jul 4th, 2025

GS TEAM

Google News
Google News
શુભમન ગિલની ઈંગ્લેન્ડમાં ધમાકેદાર ઈનિંગ પર મેન્ટોર યુવરાજ સિંહ ખુશખુશાલ, કહ્યું - સલામ છે! 1 - image
Images Sourse: 'X'

India VS England Test Series: બર્મિંઘમના એજબેસ્ટન ખાતે ત્રીજી જુલાઈએ ભારત સામે ઈંગ્લેન્ડ બીજી ટેસ્ટના બીજા દિવસે ભારતીય કેપ્ટન શુભમન ગિલે 269 રનની ઐતિહાસિક ઈનિંગ રમી હતી. શુભમન ગિલના શાનદાર પ્રદર્શનની ક્રિકેટ જગતે પ્રશંસા થઈ રહી છે. આ દરમિયાન પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે ઈંગ્લેન્ડ સામે શુભમન ગિલની બેવડી સદીથી ખૂબ જ ખુશ છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું 'શુભમન ગિલને સલામ! તમે બેવડી સદીના હકદાર હતા.'

દિગ્ગજ ખેલાડીઓએ શુભમન ગિલની પ્રશંસા કરી

ભારતીય કેપ્ટન શુભમન ગિલે અંગે પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે  'X' પર લખ્યું, 'શુભમન ગિલને સલામ! તમે સારું રમ્યા અને બેવડી સદીને હકદાર હતા, જ્યારે ઈરાદો સ્પષ્ટ હોય, ત્યારે કોઈ તમને રોકી શકતું નથી.'



ભારતના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે સોશીયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું, 'આજે શુભમન ગિલ અને જાડેજાની બેટિંગ જોઈને ખૂબ આનંદ થયો.'



ભારતીય ટીમના પૂર્વ ખેલાડી રવિચંદ્રન અશ્વિને 'X' પર લખ્યું કે, 'શુભમન ગિલની બેવડી સદી અને તેની કેપ્ટનશીપની શરૂઆત શાનદાર રહી, આનાથી તેમને આગળ વધવામાં મદદ મળશે. હવે ભારતે આખો દિવસ બેટિંગ કરવી જોઈએ.'


આ પણ વાંચો: VIDEO : '..તો આ કારણે ગિલ ત્રેવડી સદી ચૂક્યો' ઇંગ્લેન્ડના ખેલાડીની માઈન્ડગેમનો થયો શિકાર?


ભારતીય ટીમ સીરિઝ 0-1થી પાછળ

ઉલ્લેખનીય ભારતીય ટીમને ઈંગ્લેન્ડ સામે લીડ્સ ટેસ્ટ મેચમાં 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ કારણે ભારતીય ટીમ સીરિઝ 0-1થી પાછળ રહી ગઈ. લીડ્સ ટેસ્ટ મેચમાં ભારતીય ખેલાડીઓની ફિલ્ડિંગ ખૂબ જ નબળી રહી હતી, જેની ચર્ચા કેપ્ટન શુભમન ગિલે પણ કરી છે. લીડ્સ ટેસ્ટ મેચમાં ભારતીય ખેલાડીઓએ પહેલી ઇનિંગમાં 6 અને બીજી ઇનિંગમાં 2 કેચ છોડ્યા હતા. આ કારણે મેચ યજમાન ઈંગ્લેન્ડના પક્ષમાં ગઈ. જો ભારતીય ટીમે તે કેચ છોડ્યા ન હોત તો તે મેચનું પરિણામ અલગ હોત.

શુભમન ગિલની ઈંગ્લેન્ડમાં ધમાકેદાર ઈનિંગ પર મેન્ટોર યુવરાજ સિંહ ખુશખુશાલ, કહ્યું - સલામ છે! 2 - image



Tags :