Get The App

VIDEO : '..તો આ કારણે ગિલ ત્રેવડી સદી ચૂક્યો' ઇંગ્લેન્ડના ખેલાડીની માઈન્ડગેમનો થયો શિકાર?

Updated: Jul 4th, 2025

GS TEAM

Google News
Google News
Shubman Gill


Shubman Gill: શુભમન ગિલે એજબેસ્ટન ટેસ્ટના બીજા દિવસે શાનદાર બેટિંગ કરીને ઇતિહાસ રચ્યો. ભારતના યુવા કેપ્ટને ઇંગ્લેન્ડ સામે બેવડી સદી ફટકારીને ઘણા રેકોર્ડ બનાવ્યા. તે ઇંગ્લેન્ડમાં ડબલ સેન્ચુરી ફટકારનાર પ્રથમ એશિયન કેપ્ટન બન્યો, તેમજ એશિયાની બહાર ભારતીય કેપ્ટન તરીકે સૌથી વધુ સ્કોર બનાવનાર પ્રથમ બેટર બન્યો, પરંતુ જ્યારે ગિલ તેના કરિયરની પ્રથમ ત્રેવડી સદીથી માત્ર 31 રન દૂર હતો, ત્યારે ઇંગ્લેન્ડના મેદાન પર એક માઈન્ડગેમનો શિકાર બન્યો.

હેરી બ્રુકે માઇન્ડ ગેમ રમી

રવિન્દ્ર જાડેજાએ કહ્યું કે, 'આજે એવું લાગતું ન હતું કે શુભમન ગિલ આઉટ થશે. શુભમન ગિલ ત્રેવડી સદી ફટકારનાર પ્રથમ ભારતીય કેપ્ટન બનવા તરફ આગળ વધી રહ્યો હતો પરંતુ તે થઈ શક્યું નહીં. ઇંગ્લેન્ડે તેને રોકવા માટે દરેક શક્ય પ્રયાસ કર્યો. ઇંગ્લેન્ડે તેને વિચલિત કરવા માટે માઇન્ડ ગેમ્સનો પણ આશરો લીધો. હેરી બ્રુકે માઇન્ડ ગેમ્સ રમી અને સંયોગથી ગિલ 269 રન બનાવીને આઉટ થઈ ગયો. તો શું બ્રુકની માઇન્ડ ગેમે ગિલની ત્રેવડી સદી રોકી?'

હેરી બ્રુકે ગિલ પર માનસિક દબાણ લાવવાનો પ્રયાસ કર્યો 

બીજા દિવસે લંચ પછી, શોએબ બશીરની બોલિંગ દરમિયાન ઇંગ્લિશ ખેલાડી હેરી બ્રુક સ્લિપમાં ઉભો હતો. તેણે મજાકમાં શુભમન ગિલ સાથે ટ્રિપલ સેન્ચુરીનો ઉલ્લેખ કરવાનું શરૂ કર્યું. ગિલ પર માનસિક દબાણ લાવવાનો આ પ્રયાસ સ્ટમ્પ માઇકમાં પણ કેદ થયો. આ દરમિયાન ગિલ હેરીને બે વાર જવાબ આપતો જોવા મળ્યો.

ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇક આથર્ટન, જે તે સમયે કોમેન્ટ્રી કરી રહ્યા હતા, તેમણે ખુલાસો કર્યો કે બ્રુકે ગિલને કહ્યું હતું કે, '290 રન બનાવવા એ સૌથી પડકારજનક છે... તમારી પાસે કેટલી ટ્રિપલ સેન્ચુરી છે?' આ એ જ બ્રુક છે જેણે 2024 માં પાકિસ્તાન સામે મુલતાન ટેસ્ટમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારી હતી.

આ પણ વાંચો: ટીમ ખાતર રવીન્દ્ર જાડેજાએ મોટું પગલું ભર્યું, BCCIની ગાઈડલાઈન્સનો કર્યો ભંગ, જાણો કારણ

એક નાની ભૂલ અને ટ્રિપલ સેન્ચુરીનું સ્વપ્ન અધૂરું રહ્યું

બ્રુકના શબ્દોએ ગિલની એકાગ્રતા તોડી નાખી અને પરિણામ બીજી જ ઓવરમાં આવ્યું. લંચ પછીની ઇનિંગમાં, ગિલ જોશ ટંગના શોર્ટ બોલ પર પુલ શોટ રમવા ગયો પરંતુ થાકને કારણે બોલને ટાઇમ કરી શક્યો નહીં. બોલ બેટની અંદરની ધાર પર વાગ્યો અને સ્ક્વેર લેગ પર ઉભેલા ઓલી પોપના હાથમાં ગયો અને ગિલની શાનદાર ઇનિંગ્સ 269 રન પર સમાપ્ત થઈ.

VIDEO : '..તો આ કારણે ગિલ ત્રેવડી સદી ચૂક્યો' ઇંગ્લેન્ડના ખેલાડીની માઈન્ડગેમનો થયો શિકાર? 2 - image

Tags :