mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

IPL 2023માં આજે ક્વોલિફાયર-2, MI સાતમી અને GT સતત બીજીવાર ફાઈનલમાં પહોંચવા ઉતરશે મેદાનમાં

વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં IPLની 16મી સીઝનની ક્વોલિફાયર-2 મેચ રમાશે

આજે જે ટીમ જીતશે તે ફાઈનલમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમશે

Updated: May 26th, 2023

IPL 2023માં આજે ક્વોલિફાયર-2, MI સાતમી અને GT સતત બીજીવાર ફાઈનલમાં પહોંચવા ઉતરશે મેદાનમાં 1 - image


વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે IPLની પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ વચ્ચે ટક્કર થશે. આજે IPLની 16મી સીઝનની ક્વોલિફાયર-2માં મુંબઈ ઈન્ડિયન્સ સાતમી વખત અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ સતત બીજી વખત IPLની ફાઇનલમાં પહોંચવા માટે મેદાનમાં ઉતરશે. આજે જે ટીમ જીતશે તે ફાઈનલમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમશે જ્યારે હારેલી ટીમની સફર અહીં જ પુરી થઈ જશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્વોલિફાયર-2ની મેચ રમાશે

IPL 2023માં આજે ક્વોલિફાયર-2ની મેચ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ગુજરાતને ક્વોલિફાયર-1માં ચેન્નઈ સુપર કિંગ્સ સામે 15 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત મુંબઈએ એલિમિનેટરમાં લખનઉ સુપર જાયન્ટ્સને 81 રનથી હરાવ્યું હતું. IPLમાં અત્યાર સુધી બંને ટીમો બે વખત સામ સામે રમી ચુકી છે. બંને ટીમ એક-એક વખત મેચ જીતી છે. આજની ક્વોલિફાયર 2 મેચ માટે કોઈ એક્સ્ટ્રા દિવસ ન હોવાથી જો વરસાદ પડે તો શું થશે અને વિજેતા કેવી રીતે નક્કી થશે? ટૂર્નામેન્ટની બીજી ફાઇનલિસ્ટ ટીમ આ રીતે નક્કી થશે. 

ICCએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ઈનામી રકમની કરી જાહેરાત, ચેમ્પિયન ટીમને મળશે આટલા કરોડ

મેચ અનિર્ણિત રહે તો ગુજરાતને વિજેતા જાહેર કરાશે

જો આજે વરસાદને કારણે ક્વોલિફાયર-2 મેચ શરૂ ન થાય અથવા કોઈપણ નિર્ણય ન આવે તો ગુજરાત ટાઇટન્સનને વિજેતા ટીમ જાહેર કરવામાં આવશે કારણ કે આ ટીમ પોઇન્ટ ટેબલ પર મુંબઈ ઇન્ડિયન્સ કરતાં આગળ છે. મુંબઈ ઈન્ડિયન્સ 16 પોઈન્ટ અને -0.044 નેટ રન રેટ સાથે ચોથા સ્થાને છે જ્યારે ગુજરાત ટાઈટન્સ +.809 અને 20 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. જો કે આ સમીકરણની જરૂર રહેશે નહીં કારણ કે વરસાદની શક્યતાઓ નહિવત્ છે.

મુંબઈ ચોથી વખત ક્વોલિફાયર-2 રમશે

મુંબઈ ઈન્ડિયન્સ લીગ સ્ટેજ બાદ પોઈન્ટ ટેબલ નંબર-4 પર રહી હતી. મુંબઈના 14 મેચમાં 8 જીત અને 6 હાર સાથે 16 પોઈન્ટ હતા. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે એલિમિનેટરમાં લખનઉ સુપરજાયન્ટ્સને 81 રનથી હરાવીને ક્વોલિફાયર-2માં જગ્યા બનાવી હતી. મુંબઈની ટીમ 10મી વખત પ્લેઓફમાં પહોંચી હતી. મુંબઈ ઈન્ડિયન્સ તેની 10મી પ્લેઓફમાં ચોથી વખત ક્વોલિફાયર-2 રમવા જઈ રહી છે. 

ગુજરાતને હોમ ગ્રાઉન્ડનો ફાયદો

ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ લીગ સ્ટેજમાં ટોચ પર રહી હતી. ગુજરાતની ટીમના 14 મેચમાં 10 જીત અને 4 હારથી 20 પોઈન્ટ હતા. જો કે ક્વોલિફાયર-1માં ટીમને ચેન્નઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ ટીમને ફાઇનલમાં ક્વોલિફાય થવાની બીજી તક મળી છે. ગુજરાતને હોમ ગ્રાઉન્ડનો લાભ મળી શકે છે. આ ગ્રાઉન્ડ પર ગુજરાતની ટીમે અત્યાર સુધી 8 મેચ રમી છે જેમાંથી 5માં જીત મેળવી છે.

ગુજરાત અને મુંબઈ હેડ-ટુ-હેડ

IPLમાં ગુજરાત ટાઇટન્સનો બહુ જૂનો ઇતિહાસ નથી. ગુજરાતની ટીમ IPLની ગત સિઝનમાં પ્રવેશી હતી અને ટાઈટલ જીતવામાં સફળ રહી હતી. બંને ટીમો વચ્ચેના આંકડાની વાત કરીએ તો મુંબઈની ટીમ ગુજરાત કરતા આગળ છે. IPLમાં અત્યાર સુધીમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે 3 મેચ રમાઈ છે. આ દરમિયાન મુંબઈએ 2 અને ગુજરાતે એક મેચ જીતી છે. IPL 2023માં બંને ટીમો વચ્ચે 2 મેચ રમાઈ હતી જેમાં બંને ટીમ 1-1 મેચ જીતી હતી. 

Read Also : આ વર્ષે IPLને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાના મુખ્ય 5 કારણો

બંને ટીમોના સંભવિત પ્લેઇંગ ઈલેવન

મુંબઈ ઈન્ડિયન્સ

રોહિત શર્મા (C), ઈશાન કિશન (wk), કેમરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નેહલ વાધેરા, ટિમ ડેવિડ, ક્રિસ જોર્ડન, પીયૂષ ચાવલા, કુમાર કાર્તિકેય અને આકાશ માધવાલ

ઈમ્પેક્ટ પ્લેયર્સ : કુમાર કાર્તિકેય, અરશદ ખાન, વિષ્ણુ વિનોદ, ટ્રિસ્ટન સ્ટબ્સ અને રિલે મેરેડિથ.

ગુજરાત ટાઇટન્સ

હાર્દિક પંડ્યા (C), શુભમન ગિલ, રિદ્ધિમાન સાહા (wk), વિજય શંકર, દાસુન શનાકા/અભિનવ મનોહર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, યશ દયાલ અને નૂર અહેમદ.

ઈમ્પેક્ટ પ્લેયર્સ : દર્શન નલકાંડે, સાઈ સુદર્શન, શિવમ માવી, અલઝારી જોસેફ અને સાઈ કિશોર

Gujarat