For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ICCએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ઈનામી રકમની કરી જાહેરાત, ચેમ્પિયન ટીમને મળશે આટલા કરોડ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ મેચ લંડનના ધ ઓવલ મેદાનમાં રમાશે

ફાઈનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટાઈટલ માટે ટક્કર થશે

Updated: May 26th, 2023

Article Content Image
Image : Twitter

ICC 2021-23ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ મેચ આગામી મહિનાની 7 તારીખથી લંડનના ધ ઓવલ મેદાનમાં રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટાઈટલ માટે ટક્કર થશે. આજે ICCએ આ ટૂર્નામેન્ટની ઈનામી રકમની જાહેરાત કરી હતી.

ફાઈનલ મેચને હવે વધુ સમય બાકી નથી

ICC 2021-23ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ મેચને હવે વધુ સમય બાકી નથી. આજે ICCએ આ ટૂર્નામેન્ટની ઈનામી રકમની જાહેરાત કરી છે. આ જાહેરાત પ્રમાણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ટાઈટલ જીતનારી ટીમને આશરે રૂ. 13 કરોડ જ્યારે રનર્સ-અપ ટીમને આશરે રૂ. 6.5 કરોડ મળશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23ની કુલ ઈનામી રકમ આશરે 31.4 કરોડ રૂપિયા છે જેને 9 ટીમોમાં વહેંચવામાં આવશે. ત્રીજા સ્થાને રહેલી દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમને 3.5 કરોડ રૂપિયા અને ચોથા સ્થાને રહેલી ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમને 2.8 કરોડ રૂપિયા મળશે. પાંચમા નંબર પર શ્રીલંકાની ક્રિકેટ ટીમ છે જેને કુલ 1.6 કરોડ રૂપિયા મળશે. આ બાદ ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશને ઈનામી રકમ તરીકે અનુક્રમે 82-82 લાખ રૂપિયા આપવામાં આવશે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23 ટાઇટલ જીતનારી ટીમને ટેસ્ટ ગદા સાથે લગભગ 13 કરોડ રૂપિયા મળશે.

IPL 2023માં આજે ક્વોલિફાયર-2, MI સાતમી અને GT સતત બીજીવાર ફાઈનલમાં પહોંચવા ઉતરશે મેદાનમાં

ઈનામી રકમમાં કોઈ ફેરફાર કર્યો નથી

ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2019-21ની ઈનામી રકમ પણ આટલી જ રાખવામાં આવી હતી. આ સ્થિતિમાં બીજી આવૃત્તિમાં ICCએ આ ટૂર્નામેન્ટની ઈનામી રકમમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ પહેલા વર્ષ 2021માં રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની છેલ્લી ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 13 કરોડ રૂપિયા મળ્યા હતા જ્યારે ભારતને 6.5 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી હતી. ઓસ્ટ્રેલિયન ટીમ ફાઈનલ મેચ માટે ઈંગ્લેન્ડ પહોંચી ગઈ છે જ્યારે ભારતીય ટીમનું એક જૂથ પણ તૈયારી માટે ઈંગ્લેન્ડ પહોંચી ગયું છે.

Gujarat