Sports

ક્રિકેટ જગતમાં એક યુગનો અંત: ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા

By GS Team
3 Nov 20263 mins read
TukuTouch Logo
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે 14 વર્ષની કારકિર્દી બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. 38 વર્ષીય મેક્સવેલે 7 ટેસ્ટ, 149 ODI અને 130 T20I મેચ રમી હતી. 2023ના ODI વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન સામેની 201* રનની અવિસ્મરણીય ઇનિંગ્સ તેની કારકિર્દીની હાઈલાઈટ હતી. તેણે ઓસ્ટ્રેલિયાને 3 વર્લ્ડ કપ ટાઇટલ જીતવામાં મદદ કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્રિકેટ જગતમાં એક યુગનો અંત: ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા

Glenn Maxwell Retires From International Cricket: Australia All-Rounder Ends 14-Year Career | પોતાના અસાધારણ, અણધાર્યા અને આક્રમક શૉટ્સથી વિશ્વભરના બોલરોમાં ખૌફ પેદા કરનાર ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ સાથે જ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સાથેના 14 વર્ષ લાંબા સુવર્ણ અને યાદગાર પ્રવાસનો અંત આવ્યો છે. પોતાની પેઢીના સૌથી વિધ્વંસક ખેલાડીઓમાં ગણાતા 38 વર્ષીય મેક્સવેલે એકલા હાથે હારેલી બાજી પલટી નાખવાની ક્ષમતાથી ક્રિકેટ ચાહકોના દિલમાં કાયમી સ્થાન બનાવ્યું છે.

Glenn Maxwell retirement (1).png

વાનખેડેની એ ચમત્કારિક 201* રનની અવિસ્મરણીય ઈનિંગ્સ

મેક્સવેલના સમગ્ર કરિયરની સૌથી સર્વશ્રેષ્ઠ અને ઐતિહાસિક ક્ષણ વર્ષ 2023ના ODI વર્લ્ડ કપ દરમિયાન મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં જોવા મળી હતી. અફઘાનિસ્તાન સામે 292 રનનો પીછો કરતાં ઓસ્ટ્રેલિયાએ માત્ર 91 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી અને હાર નિશ્ચિત દેખાતી હતી. તે સમયે ગ્લેન મેક્સવેલે ગંભીર ક્રેમ્પ્સ અને અસહ્ય પીડા વચ્ચે હલનચલન પણ ન કરી શકવાની સ્થિતિમાં એક પગે ઊભા રહીને ક્રિકેટ ઇતિહાસનો સૌથી મોટો ચમત્કાર સર્જ્યો હતો.

  • 128 બોલમાં 21 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી અણનમ 201 રન ફટકાર્યા હતા.
  • કેપ્ટન પેટ કમિન્સ (12* રન) સાથે મળીને 8મી વિકેટ માટે અણનમ 202 રનની ભાગીદારી નોંધાવી હતી.
  • ઓસ્ટ્રેલિયાએ 3 વિકેટ અને 19 બોલ બાકી રાખીને અકલ્પનીય જીત મેળવી હતી.
  • આ ઈનિંગ્સ મેન્સ વનડે ક્રિકેટમાં કોઈ ઓસ્ટ્રેલિયન બેટર દ્વારા ફટકારવામાં આવેલી સૌપ્રથમ બેવડી સદી હતી, જેણે ઓસ્ટ્રેલિયાને ફાઈનલમાં ભારતને હરાવી ચેમ્પિયન બનવાનો પાયો નાખ્યો હતો.
Glenn Maxwell retirement.png

14 વર્ષનું શાનદાર આંતરરાષ્ટ્રીય કરિયર અને 3 વર્લ્ડકપ ટાઇટલ

મેક્સવેલની આંતરરાષ્ટ્રીય સફર 25 ઓગસ્ટ 2012ના રોજ શારજાહ ખાતે અફઘાનિસ્તાન સામે ODI ડેબ્યૂથી શરૂ થઈ હતી. તે જ વર્ષે સપ્ટેમ્બર 2012માં તેણે દુબઈમાં પાકિસ્તાન સામે T20I ડેબ્યૂ કર્યું હતું અને માર્ચ 2013માં હૈદરાબાદ ખાતે ભારત સામે ટેસ્ટ કેપ મેળવી હતી.

  • તેના આંતરરાષ્ટ્રીય કરિયરમાં ઓસ્ટ્રેલિયાની ત્રણ મોટી વર્લ્ડ કપ જીત સામેલ છે:
  • 2015 ODI વર્લ્ડ કપ
  • 2021 T20 વર્લ્ડ કપ
  • 2023 ODI વર્લ્ડ કપ

તેણે ત્રણેય ફોર્મેટમાં ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કરતાં 7 ટેસ્ટ, 149 વનડે અને 130 T20 આંતરરાષ્ટ્રીય મેચો રમી હતી. તેમણે વનડેમાં 3990 રન, T20I માં 2897 રન અને ટેસ્ટમાં 339 રન બનાવ્યા હતા. આ સાથે જ તેમણે એક ઉપયોગી ઓફ-સ્પિનર તરીકે આંતરરાષ્ટ્રીય સ્તરે 136 વિકેટ પણ ઝડપી હતી.

સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ અને નિવૃત્તિનો ઘટનાક્રમ

વર્ષ 2026ની શરૂઆતથી જ મેક્સવેલના આંતરરાષ્ટ્રીય ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્નો લાગવા માંડ્યા હતા. એપ્રિલ મહિનામાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા જાહેર કરાયેલી 2026-27 સીઝનની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ યાદીમાંથી તેને બાકાત રાખવામાં આવ્યો હતો.

  1. વારંવારની ઈજાઓ અને વધતા શારીરિક ભારણને કારણે મેક્સવેલે અગાઉ જૂન 2025માં જ વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. તેમની છેલ્લી વનડે મેચ દુબઈ ખાતે ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં ભારત સામે હતી.
  2. મેક્સવેલે પોતાની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 20 ફેબ્રુઆરી 2026ના રોજ T20 વર્લ્ડ કપના સુપર એઈટ્સ મુકાબલામાં ઓમાન સામે રમી હતી.