અમે કોઈ પણ બાબતને હળવાશથી નથી લેતા, જાણો પાંચમી ટેસ્ટ પહેલા ગંભીરે શું કહ્યું
Gautam Gambhir on IND vs ENG 5th Test: ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે જણાવ્યું કે, 'ઇંગ્લેન્ડનો પ્રવાસ હંમેશા પડકારજનક રહ્યો છે, પરંતુ તેમણે ભારપૂર્વક કહ્યું કે, ચાલુ સીરિઝમાં ક્રિકેટની ગુણવત્તાએ "દરેક ક્રિકેટ પ્રેમીને ગર્વ" અપાવ્યો છે.' ગંભીર સોમવારે સાંજે ઇન્ડિયા હાઉસ ખાતે એક સભાને સંબોધિત કરતાં, તેમણે સીરિઝ દરમિયાન ચાહકોના સમર્થન બદલ આભાર માન્યો હતો. આ સીરિઝમાં મહેમાન ટીમે માન્ચેસ્ટરમાં ચોથી ટેસ્ટ નાટકીય રીતે ડ્રો કરવામાં આવી હતી. ગંભીરે તેમની વાતમાં કહ્યું કે, 'બંને દેશો વચ્ચેના ઇતિહાસને કારણે દુનિયાના આ ભાગનો પ્રવાસ હંમેશા પડકારજનક રહ્યો છે અને તે ક્યારેય ભૂલી નહીં શકાય.'
'અમે ક્યારેય કોઈ પણ બાબતને હળવાશથી લેતા નથી'
ગૌતમ ગંભીરે વધુ વાત કરતાં કહ્યું કે, 'જ્યારે પણ અમે યુકેનો પ્રવાસ કર્યો છે, ત્યારે અમને જે પ્રકારે સમર્થન મળે છે તેની અમે કદર કરીએ છીએ. અમે ક્યારેય કોઈ પણ બાબતને હળવાશથી લેતા નથી. છેલ્લા પાંચ અઠવાડિયા બંને દેશો માટે ખરેખર રોમાંચક રહ્યા છે, જે પ્રકારે ક્રિકેટ રમાય છે, મને ખાતરી છે કે તેનાથી દરેક ક્રિકેટ પ્રેમીને ગર્વ થયો છે.'
ટીમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું
લંડનમાં ભારતીય હાઇ કમિશન દ્વારા આયોજિત એક વિદેશી સ્વાગત સમારંભમાં ભારતીય ક્રિકેટ ટીમનું સમુદાયના નેતાઓ, સાંસદો અને રમતગમતના ઉત્સાહીઓ તરફથી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. લંડનમાં ટીમ ગુરુવારથી ઓવલ ખાતે ઇંગ્લેન્ડ સામે પાંચમી અને અંતિમ ટેસ્ટ માટે તૈયારી કરી રહી છે. ત્યારે તેમણે પાંચમી અને અંતિમ ટેસ્ટના મહત્ત્વ વિશે પણ વાત કરી હતી. જે ભારતને સીરિઝ બરાબર કરવા માટે જીતવાની જરૂર હતી, જે હવે ઇંગ્લેન્ડના પક્ષમાં 2-1 છે.
આ પણ વાંચો: હવે તેને ભૂલ સમજાઈ છે, તે કોહલીની નકલ નથી કરતો... કૈફનું યુવા ખેલાડી અંગે નિવેદન
'દેશ અને લોકોને ગૌરવ અપાવવાની વધુ એક તક'
ગંભીરે કહ્યું કે, 'બંને ટીમોએ સખત મહેનત કરી રહી છે, અમારી પાસે હજુ એક અઠવાડિયું છે. એક છેલ્લો પ્રયાસ અને આપણા દેશ અને લોકોને ગૌરવ અપાવવાની વધુ એક તક છે. ખેલાડીઓની તાજેતરની મેચોના કેટલાક હાઇલાઇટ્સ સ્ક્રીન પર બતાવવામાં આવતા લોકોએ ઉત્સાહપૂર્વક તેમનું સ્વાગત કર્યું હતું.'