Sports

ગંભીરે ગુસ્સે થવાની જરૂર ન હતી, આવું તો મારા વખતે પણ થયું હતું : ગાંગુલીનો વીડિયો વાયરલ

By GS TEAM
1 Aug 20252 mins read
TukuTouch Logo
ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગલીએ ગૌતમ ગંભીર અને ઓવલના પિચ ક્યૂરેટર વચ્ચેની ઉગ્ર બોલાચાલી પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'મને ખબર નથી કે ભારતના મુખ્ય કોચ કેમ ગુસ્સે થયા. બધા કોચ અને કેપ્ટન ગ્રાઉન્ડ્સમેન સાથે વાત કરતાં હશે. પરંતુ આ બાબતને વધુ મહત્ત્વ ન આપવાનું હોય.' કોચ અને ક્યુરેટર વચ્ચેની આ ઉગ્ર બોલાચાલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 5મી ટેસ્ટ પહેલા પ્રેક્ટિસ દરમિયાન થઈ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ગંભીરે ગુસ્સે થવાની જરૂર ન હતી, આવું તો મારા વખતે પણ થયું હતું : ગાંગુલીનો વીડિયો વાયરલ

Sourav Ganguly on Gautam Gambhir: ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગલીએ ગૌતમ ગંભીર અને ઓવલના પિચ ક્યૂરેટર વચ્ચેની ઉગ્ર બોલાચાલી પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 'મને ખબર નથી કે ભારતના મુખ્ય કોચ કેમ ગુસ્સે થયા. બધા કોચ અને કેપ્ટન ગ્રાઉન્ડ્સમેન સાથે વાત કરતાં હશે. પરંતુ આ બાબતને વધુ મહત્ત્વ ન આપવાનું હોય.' કોચ અને ક્યુરેટર વચ્ચેની આ ઉગ્ર બોલાચાલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની 5મી ટેસ્ટ પહેલા પ્રેક્ટિસ દરમિયાન થઈ હતી.

આ પણ વાંચો: IND vs ENG: ઈંગ્લેન્ડ DRS લે તે પહેલાં જ અમ્પાયરે ઈશારો કરી દીધો, ક્રિકેટ જગતમાં વિવાદ શરૂ

'દોરડાની બહાર 2.5 મીટર દૂર ઉભા રહેવાનું'

ભારતીય ક્રિકેટ ટીમ સીરિઝમાં 1-2થી પાછળ છે, ઓવલ પર રમાઈ રહેલી છેલ્લી ટેસ્ટ જીતીને શુભમન ગિલ એન્ડ ટીમ સીરિઝનો ડ્રોમાં ખતમ કરી શકે છે. મોટાભાગે યુવા ખેલાડીઓ સાથે રમી રહેલી ટીમ માટે આ ટીમ માટે પણ એક સારી સિદ્ધિ હશે. આ મેચ પહેલા જ્યારે ભારતીય કોચ ગૌતમ ગંભીર પિચ પાસે ઉભા હતા, ત્યારે પિચ ક્યુરેટર લી ફોર્ટિસ આવ્યા અને કહ્યું દોરડાની બહાર 2.5 મીટર દૂર ઉભા રહેવાનું. જેથી ગંભીરે ગુસ્સે થઈને કહ્યું કે, શું કરવાનું એ અમને ના સમજાવશો. હવે આ વિવાદ પર સૌરવ ગાંગુલીએ નિવેદન આપ્યું છે, જે વાયરલ થઈ રહ્યું છે.

સૌરવ ગાંગુલીએ ગૌતમ ગંભીરના પિચ ક્યુરેટર સાથેના વિવાદ પર શું કહ્યું?

મીડિયા સાથે વાત દરમિયાન સૌરવ ગાંગુલીએ કહ્યું કે, 'ખરેખર મને ખબર નથી કે, ગૌતમ ગંભીર ગુસ્સે કેમ હતો. મને ખાતરી છે કે, બધા કોચ અને કેપ્ટન ગ્રાઉન્ડમેન સાથે વાત કરતા હશે, ક્યારેક ખુશ થઈને તો ક્યારેક ગુસ્સેથી કરતા હશે. મારા સમયે પણ આવું થયુ છે અને ભવિષ્યમાં પણ થશે. તેથી આ બાબતને વધુ મહત્ત્વ ન આપવાનું હોય. હું ઈચ્છું છું કે ટીમ ઈન્ડિયા સારું રમે અને ટેસ્ટ જીતીને સીરિઝ 2-2 થી પૂર્ણ કરે.'

આ પણ વાંચો: 3149 દિવસ બાદ ટીમ ઈન્ડિયાના દિગ્ગજે પહેલી ફિફ્ટી ફટકારી, અગાઉ ગુજરાતી ખેલાડીના નામે હતો રેકોર્ડ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની 5મી ટેસ્ટ પહેલા ગંભીર પિચ ક્યુરેટર પર કેમ ગુસ્સે થયો?

ભારતના બેટિંગ કોચ સિતાંશુ કોટકે પ્રેસ કોન્ફરન્સમાં આ ચર્ચા અંગેનું કારણ જણાવતા કહ્યું કે, 'હું એ સમયે ગંભીર સાથે ઉભો હતો. મેં મારા કરિયરમાં આજ સુધી ક્યારેય કોઈ પિચ ક્યુરેટરને આવું કહેતા જોયો નથી. ગંભીર ત્યાં ઉભો હતો, પછી ક્યુરેટરે આવી કહ્યું કે તમારે પિચથી 2.5 મીટર દૂર ઉભા રહેવું જોઈએ. જે બાદ ગૌતમ ગંભીર ગુસ્સે થયા હતા.'