Sports

IND vs ENG: ઇંગ્લૅન્ડ DRS લે તે પહેલાં જ અમ્પાયરે ઇશારો કરી દીધો, ક્રિકેટ જગતમાં વિવાદ શરુ

By GS TEAM
1 Aug 20252 mins read
TukuTouch Logo
ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ ગુરુવારથી (31મી જુલાઈ) લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે. આ મેચ દરમિયાન શ્રીલંકાના અમ્પાયર ધર્મસેનાની એક હરકતે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી દીધી છે. તેમના પર ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (DRS) લેતાં પહેલા ઇંગ્લૅન્ડના ખેલાડીઓ તરફ ઇશારો કરીને ક્રિકેટના નિયમનું ઉલ્લંઘન કર્યું છે. મેદાનમાં બનેલી આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં ક્રિકેટ ફેન્સ અમ્પાયરની નિષ્પક્ષતા પર સવાલો ઉઠાવી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

IND vs ENG: ઇંગ્લૅન્ડ DRS લે તે પહેલાં જ અમ્પાયરે ઇશારો કરી દીધો, ક્રિકેટ જગતમાં વિવાદ શરુ
Images Sourse: IANS

IND vs ENG: ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સીરિઝની છેલ્લી મેચ ગુરુવારથી (31મી જુલાઈ) લંડનના ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે. આ મેચ દરમિયાન શ્રીલંકાના અમ્પાયર ધર્મસેનાની એક હરકતે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી દીધી છે. તેમના પર ડિસિઝન રિવ્યુ સિસ્ટમ (DRS) લેતાં પહેલા ઇંગ્લૅન્ડના ખેલાડીઓ તરફ ઇશારો કરીને ક્રિકેટના નિયમનું ઉલ્લંઘન કર્યું છે. મેદાનમાં બનેલી આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં ક્રિકેટ ફેન્સ અમ્પાયરની નિષ્પક્ષતા પર સવાલો ઉઠાવી રહ્યા છે. 

જાણો શું છે મામલો

ભારતની પહેલી ઇનિંગ દરમિયાન ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર જોશ ટંગનો બોલ બેટર સાઈ સુદર્શનને પેડમાં વાગ્યો હતો. જેની સામે ઇંગ્લૅન્ડના ખેલાડીઓ જોરદાર અપીલ કરી હતી. પરંતુ અમ્પાયરે આઉટ આપ્યો ન હતો. આ દરમિયાન ઇંગ્લૅન્ડની ટીમના કૅપ્ટન બેન સ્ટોક્સ અને ખેલાડીઓએ DRS લેવાનો ઇન્કાર કર્યો. જો કે, પછી જે રિપ્લે બહાર આવી છે તેનાથી બધા ચોંકી ગયા. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે સાઈ સુદર્શનના બેટને હળવો સ્પર્શ કર્યા પછી બોલ પેડ પર વાગ્યો હતો. એટલે કે, જો ઇંગ્લૅન્ડની ટીમે ડીઆરએસ લીધો હોત, તો બેટર આઉટ થઈ શક્યો હોત.


નોંધનીય છે કે, એક વીડિયો વાયરલ થયો છે, જેમાં ઇંગ્લૅન્ડ DRS લે તે પહેલાં જ શ્રીલંકાના અમ્પાયર ધર્મસેના હાથ દ્વારા ઈશારા કરે છે, જેને ઇનસાઇડ એજનો સંકેત માનવામાં આવી રહ્યો છે. અમ્પાયરે બોલર તરફ જોતાં થોડો હાથ હલાવ્યો હતો, જેને ઇંગ્લૅન્ડની ટીમ કદાચ ઇનસાઇડ એજ માનીને ડિસિઝન રિવ્યુ સિસ્ટમનો ઉપયોગ ના લીધો. 

આ પણ વાંચો: 'જિંદગીથી થાકી ગયો, આત્મહત્યા કરવી હતી...' ધનશ્રી સાથે છૂટાછેડા અંગે ચહલે મૌન તોડ્યું

ICCના નિયમો શું કહે છે?

ICCના નિયમો અનુસાર, DRSના નિર્ણય પહેલાં અમ્પાયર બેટર કે બોલરને કોઈ પણ ઇશારો કરી શકતા નથી, જે તેમને પ્રભાવિત કરી શકે. આવી સ્થિતિમાં ક્રિકેટ ફેન્સ અમ્પાયર ધર્મસેનાની હરકતને અન્યાયી સહાય ગણાવીને સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.


પૂર્વ અમ્પાયર અનિલ ચૌધરી ધર્મસેનાના સમર્થનમાં

ભારતના અનુભવી અમ્પાયર અનિલ ચૌધરીએ ધર્મસેનાનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું, 'આ અજાણતાં ભૂલ થઈ હોય. અમ્પાયરો પણ માણસ છે અને આવી હરકતો દબાણ હેઠળ થઈ શકે છે. કારણ કે ધર્મસેના ખૂબ જ અનુભવી અમ્પાયર છે.'