Get The App

3149 દિવસ બાદ ટીમ ઈન્ડિયાના દિગ્ગજે પહેલી ફિફ્ટી ફટકારી, અગાઉ ગુજરાતી ખેલાડીના નામે હતો રેકોર્ડ

Updated: Aug 1st, 2025

GS TEAM

Google News
Google News
3149 દિવસ બાદ ટીમ ઈન્ડિયાના દિગ્ગજે પહેલી ફિફ્ટી ફટકારી, અગાઉ ગુજરાતી ખેલાડીના નામે હતો રેકોર્ડ 1 - image


England vs India: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પહેલા (31મી જુલાઈ) દિવસની રમતના અંત સુધીમાં ભારતીય ટીમે 6 વિકેટ ગુમાવીને 204 રન બનાવી લીધા છે. આ ટેસ્ટ મેચમાં જ્યારે ઇન-ફોર્મ કેપ્ટન શુભમન ગિલ અને કે.એલ. રાહુલ ફ્લોપ રહ્યા હતા, ત્યારે બેટર કરુણ નાયરે માત્ર ટીમની ઇનિંગ્સ સંભાળીને 3146 દિવસ પછી ફિફ્ટી ફટકારી હતી. તેણે છેલ્લે 2016માં ઈંગ્લેન્ડ સામે ત્રેવડી સદી ફટકારી હતી, ત્યારબાદ તે ટેસ્ટમાં સારું પ્રદર્શન કરી શક્યો ન હતો, જેના કારણે તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો.

કરુણ નાયરે શાનદાર ઈનિંગ રમી

ઈંગ્લેન્ડ સામે ઓવલ ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતીય ટીમે માત્ર 153 રનના સ્કોર પર 6 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ કરુણ નાયરે વોશિંગ્ટન સુંદર સાથે મળીને ટીમની ઈનિંગ સંભાળી અને સ્કોર 200થી વધુ કર્યો. આ દરમિયાન બંનેએ સાતમી વિકેટ માટે 51 રનની અણનમ ભાગીદારી કરી. દિવસની રમતના અંતે કરુણ નાયર 52 રન બનાવીને રમી રહ્યા છે અને વોશિંગ્ટન સુંદર 19 રન બનાવીને રમી રહ્યા છે.

આ પણ વાંચો: ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન 3 ખેલાડી થયા નિરાશ, બેને તો ડેબ્યૂની તક જ ના મળી...

ઓવલ ટેસ્ટ મેચના પહેલા દિવસે કરુણ નાયરની અડધી સદી સૌથી ખાસ હતી, કારણ કે તેને આ અડધી સદી ફટકારવા માટે 3146 દિવસ રાહ જોવી પડી હતી. તે 98 બોલમાં 7 ચોગ્ગાની મદદથી 52 રન બનાવ્યા બાદ મેદાન પર મજબૂત રીતે ઊભો છે. આ દરમિયાન તેણે 89 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આ પહેલા તેણે 18 ડિસેમ્બર 2016ના રોજ ચેન્નાઈમાં ઈંગ્લેન્ડ સામે 303 રનની અણનમ ઈનિંગ રમી હતી, જેમાં તેણે 32 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.

કરુણ નાયરનું ટેસ્ટમાં પ્રદર્શન

33 વર્ષીય કરુણ નાયરે અત્યાર સુધીમાં 10 ટેસ્ટ મેચ રમી છે. તેની 14 ઈનિંગ્સમાં તેણે 46.41ની સરેરાશથી 557 રન બનાવ્યા છે. જેમાં એક સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેણે ભારતીય ટીમ માટે 2 વનડે મેચ પણ રમી છે, જેમાં તેણે 46 રન બનાવ્યા છે.

Tags :