IPL-2026, Kolkata Knight Riders vs Gujarat Titans, Finn Allen Record : આઈપીએલ-2026માં આજે (16 મે) ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ફિન એલનનું બેટ જોરદાર ચાલ્યું હતું. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના ઓપનિંગ બેટ્સમેન ફિન એલને માત્ર 35 બોલમાં 10 સિક્સ, 4 ફોર ફટકારીને 93 રન ફટકારી દીધા છે. તેણે માત્ર 21 બોલમાં ફિફ્ટી પુરી કરીને ચાહકોને ખુશખુશાલ કરી દીધા છે. આ ઉપરાંત એલને વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્માના રેકોર્ડની પણ બારબરી કરી લીધી છે.
એલને બીજી વખત એક ઈનિંગમાં 10 સિક્સર ફટકારી
ફિન એલનની તોફાની બેટિંગના કારણે કોલકાતાએ 2 વિકેટે 247 રન બનાવ્યા હતા. એલન પાસે આ સીઝનમાં બીજી વખત સદી ફટકારવાની તક હતી, પરંતુ તે સ્પિનર આર. સાઈ કિશોરના બોલ પર મોટો શોટ રમવાના પ્રયાસમાં લોંગ ઓન પર રાશિદ ખાનના હાથે કેચ આઉટ થયો હતો. એલને આઈપીએલમાં બીજી વખત એક ઈનિંગમાં 10 સિક્સર ફટકારી છે.
આ પહેલા ફિન એલને દિલ્હી કેપિટલ્સ (DC) સામે 47 બોલમાં અણનમ 100 રન બનાવ્યા હતા, જેમાં 10 સિક્સર અને 5 ફોર સામેલ હતી. આઈપીએલની એક ઈનિંગમાં સૌથી વધુ વખત 10 કે તેથી વધુ સિક્સર ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં એલન બીજા ક્રમાંકે આવી ગયો છે. વૈભવ સૂર્યવંશી અને અભિષેક શર્મા પણ બે-બે વખત 10 સિક્સ ફટકારી ચૂક્યા છે. આ રેકોર્ડ મામલે ક્રિસ ગેલ પ્રથમ સ્થાને છે, જેણે આઈપીએલની ચાર વખત 10 કે તેથી વધુ સિક્સર ફટકારી હતી.
See ball. Hit ball. Destroy the attack 🔥
— IndianPremierLeague (@IPL) May 16, 2026
🎥 Finn Allen sent everything into the stands tonight 👊
Updates ▶️ https://t.co/m8jevRTt29#TATAIPL | #KhelBindaas | #KKRvGT | @KKRiders pic.twitter.com/0tdIr06Wux
IPL ઈનિંગમાં સૌથી વધુ વખત 10 કે તેથી વધુ સિક્સર
- 4 - ક્રિસ ગેલ
- 2 - અભિષેક શર્મા
- 2 - વૈભવ સૂર્યવંશી
- 2 - ફિન એલન
બ્રેન્ડન મેક્કુલમની એક મેચમાં 13 સિક્સ
કોલકાતા નાઈટ રાઈડર્સ માટે એક આઈપીએલ ઈનિંગમાં સૌથી વધુ સિક્સર ફટકારવાના મામલામાં ફિન એલન ત્રીજા સ્થાને છે. બ્રેન્ડન મેક્કુલમે આઈપીએલની ઓપનિંગ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે 13 સિક્સર ફટકારી હતી. જ્યારે 2018ની સીઝનમાં આન્દ્રે રસેલે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે 11 સિક્સર ફટકારી હતી.
KKR તરફથી IPLની એક ઈનિંગમાં સૌથી વધુ સિક્સર ફટકારના બેટરો
- 13 - બ્રેન્ડન મેક્કુલમ વિરુદ્ધ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, બેંગલુરુ, 2008
- 11 - આન્દ્રે રસેલ વિરુદ્ધ ચેન્નાઈ સુપર કિંગ્સ, ચેન્નાઈ, 2018
- 10 - ફિન એલન વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ, દિલ્હી, 2026
- 10 - ફિન એલન વિરુદ્ધ ગુજરાત ટાઈટન્સ, કોલકાતા, 2026
આ પણ વાંચો : ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે અમદાવાદ આવશે PCB ચીફ મોહસીન નકવી? હાઈપ્રોફાઈલ બેઠક યોજશે ICC


