For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ફૂટબોલ વર્લ્ડકપ : બ્રાઝિલ બહાર ફેેંકાતા મેજર અપસેટ, ક્રોએશિયા પેનલ્ટી શૂટઆઉટમાં જીતીને સેમિ ફાઈનલમાં

- ક્રોશિયન ગોલકિપરે બ્રાઝિલની પ્રથમ પેનલ્ટી કીક અટકાવી, માર્કિન્હોની ચોથી કીક પોલને ટકરાઈને બહાર

- ક્રોએશિયાનો 4-2થી વિજય, સતત બીજા વર્લ્ડકપની સેમિ ફાઈનલમાં

Updated: Dec 9th, 2022

Article Content Imageઅલ-રય્યાન, તા.10

પાંચ વખતની વર્લ્ડ ચેમ્પિયન અને ટાઈટલની દાવેદાર ગણાતી બ્રાઝિલની ટીમ ક્વાર્ટર ફાઈનલમાં ક્રોએશિયા સામે હારીને વર્લ્ડકપમાંથી બહાર ફેંકાતા મેજર અપસેટ સર્જાયો હતો. ક્રોએશિયાના ગોલકિપર લિવાકોવિચે બ્રાઝિલના રોડ્રિગોની પ્રથમ પેનલ્ટી કીકને અટકાવી હતી. જ્યારે માર્કિન્હોની ચોથી પેનલ્ટી કીક ગોલ પોસ્ટ સાથે ટકરાતા બ્રાઝિલ વર્લ્ડકપમાંથી બહાર ફેંકાયું હતુ. ક્રોએશિયાએ તેની ચારેય પેનલ્ટી કીકને ગોલમાં ફેરવી હતી અને આખરે 4-2થી જીત હાંસલ કરી હતી.

અગાઉ નિર્ધારિત સમય બાદ બંને ટીમ 0-0થી બરોબરી પર રહેતા મેચ એક્સ્ટ્રા ટાઈમમાં ખેંચાઈ હતી. નેમારે એક્સ્ટ્રા ટાઈમના હાફ ટાઈમ પહેલા જ ગોલ ફટકારતાં બ્રાઝિલને સરસાઈ અપાવી દીધી હતી. જોકે આખરી ચાર મિનિટ બાકી હતી, ત્યારે પેટ્કોવિચે ગોલ ફટકારતાં ક્રોએશિયાને બરોબરી પર લાવી દીધું હતુ. આ પછી પેનલ્ટી શૂટઆઉટથી વિજેતાનો નિર્ણય લેવાયો હતો. 

Gujarat