Get The App

ક્રિકેટજગતનો ગજબનો રેકોર્ડ ! આખી ટીમ 2 રનમાં ઓલઆઉટ, 424 રને શરમજનક હાર

Updated: May 26th, 2025

GS TEAM


Google News
Google News
ક્રિકેટજગતનો ગજબનો રેકોર્ડ ! આખી ટીમ 2 રનમાં ઓલઆઉટ, 424 રને શરમજનક હાર 1 - image


Lowest Score Record In Cricket : ઈંગ્લેન્ડમાં રમાયેલી એક મેચમાં વિચિત્ર શરમજનક રેકોર્ડ નોંધાયો છે. અહીં મિડિલસેક્સ કાઉન્ટી ક્રિકેટ ટુર્નામેન્ટ હેઠળ થર્ડ ટિયર ડિવીજન મેચ યોજાઈ હતી. આ દરમિયાન નોર્થ લંડન સીસી (North London CC)ની ટીમે રિચમંડ સીસી, મિડેક્સ (Richmond CC, Middx)ની ટીમને માત્ર બે રનમાં ઓલઆઉટ કરતા વિચિત્ર રેકોર્ડ નોંધાયો છે.

રિચમંડ ફર્સ્ટ ક્લાસમાં સૌથી ઓછો સ્કોર નોંધાવનાર બીજી ટીમ બની

ટુર્નામેન્ટમાં નોર્થ લંડને પ્રથમ બેટિંગ કરી 45 ઓવરમાં બે વિકેટે 426 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં રિચમંડની ટીમ 5.2 ઓવરમાં માત્ર બે રન નોંધાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આ શરમજનન રેકોર્ડ સાથે રિચમંડની ટીમ ફર્સ્ટ ક્લાસમાં સૌથી ઓછો સ્કોર નોંધાવનાર બીજી ટીમ બની છે. 

ક્રિકેટજગતનો ગજબનો રેકોર્ડ ! આખી ટીમ 2 રનમાં ઓલઆઉટ, 424 રને શરમજનક હાર 2 - image

આ પણ વાંચો : VIDEO : ક્લાસેને માત્ર 37 બોલમાં ફટકારી સદી, IPLમાં સૌથી ઝડપી સદી ફટનાર ત્રીજો બેટર બન્યો

આઠ ખેલાડીએ શૂન્ય રને આઉટ

મેચમાં આઠ ખેલાડીઓ ખાતું પણ ખોલાવી શક્યા નથી. બેટરોના શરમજનક પ્રદર્શનના કારણે રિચમંડની ટીમની 424 રને હાર થઈ છે. નોર્થ લંડન સીસી તરફથી ડૈન સિમંસે સૌથી વધુ 140 રન નોંધાવ્યા હતા. જ્યારે જૈક લેવિથે 43 અને નેવિલ અબ્રાહમે 42 રન કર્યા હતા.

ફર્સ્ટ ક્લાસમાં સૌથી ઓછો સ્કોર

ફર્સ્ટ ક્લાસમાં સૌથી ઓછો સ્કોર બનાવવાનો રેકોર્ડ રિચમંડ પહેલા ‘ધ બીએસ’ના નામે છે. 1810માં લોડ્સમાં ઈંગ્લેન્ડ અને ધ બીએસ વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં ધ બીએસની ટીમ છ રનમાં ઓલઆઉટ થઈ દઈ હતી. આ શરમજનક રેકોર્ડ આજે પણ ફર્સ્ટ ક્લાસના નામે નોંધાયેલો છે.

આ પણ વાંચો : VIDEO : ‘ગમે તેવા પડકાર માટે તૈયાર, વિરાટ અને રોહિત શર્માથી ઘણું શીખ્યો’ કેપ્ટન બન્યા બાદ બોલ્યો ગિલ

Tags :