Get The App

6 બેટર 0 પર આઉટ છતાં ઈંગ્લેન્ડે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ભારત સામે રચ્યો ઈતિહાસ

Updated: Jul 5th, 2025

GS TEAM

Google News
Google News
6 બેટર 0 પર આઉટ છતાં ઈંગ્લેન્ડે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ભારત સામે રચ્યો ઈતિહાસ 1 - image
Image Twitter 

England vs India match : એજબેસ્ટન ટેસ્ટમાં ભારતના 587 રનની સામે ઇંગ્લેન્ડની ટીમે ટેસ્ટ ક્રિકેટમાં પહેલી ઈનિંગમાં 407 રન ફટકારીને ઇતિહાસ રચ્યો હતો. તમે વિચારી રહ્યા હશો કે  407 રન બનાવીને કોઈ ટીમ કેવી રીતે ઈતિહાસ રચી શકે. તો ચાલો તમને જણાવી દઈએ કે, ઇંગ્લેન્ડને આટલા મોટા સ્કોર સુધી પહોંચાડવામાં માત્ર બે બેટ્સમેનોએ મહત્ત્વનો રોલ અદા કર્યો છે. જેમા હેરી બ્રુકે 158 રન બનાવ્યા હતા અને જેમી સ્મિથે 184 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ બંને બેટર વચ્ચે 303 રનની ભાગીદારી કરી હતી. જ્યારે બાકીના બેટર માત્ર 105 રન જ ઉમેરી શક્યા હતા. નોંધનીય વાત એ છે કે, ઇંગ્લેન્ડની આ ઇનિંગ દરમિયાન 6 બેટર ખાતું જ ન ખોલી શક્યા અને 0 પર આઉટ થઈ ગયા હતા.

આ પણ વાંચો: ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં સિરાજ છવાયો, 6 વિકેટ ઝડપી 32 વર્ષ બાદ મેળવી મોટી સિદ્ધિ

અત્યાર સુધીમાં અન્ય કોઈ ટીમ આવી સિદ્ધિ મેળવી નથી

ઇંગ્લેન્ડની ટીમ આ રીતે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં 6 કે તેથી વધુ બેટર 0 પર આઉટ હોવા છતાં 400 થી વધુ રન બનાવનારી વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે. નોંધનીય છે કે, અત્યાર સુધીમાં અન્ય કોઈ ટીમ આવી સિદ્ધિ મેળવી શકી નથી.

આ પહેલા આ રેકોર્ડ બાંગ્લાદેશના નામે હતો

આ અગાઉ આ રેકોર્ડ બાંગ્લાદેશના નામે હતો, જ્યા તેમણે 6 બેટર 0 પર આઉટ થયા છતાં 365 રન બનાવ્યા હતા. બાંગ્લાદેશે 2022 માં શ્રીલંકા સામે આ સિદ્ધિ મેળવી હતી. આ  મેચમાં મુશફિકુર રહીમે 175 રનની અણનમ ઇનિંગ રમી હતી અને લિટન દાસે 141 રન બનાવી તેને સાથ આપ્યો હતો.

આ પણ વાંચો: યશસ્વી જયસ્વાલના DRS અંગે વિવાદ, બેન સ્ટોક્સ બરાબરનો અકળાયો, અમ્પાયર્સ સાથે બાખડ્યો

નોંધનીય છે કે, આ ટેસ્ટ ક્રિકેટમાં જ નહીં પરંતુ, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ એક વર્લ્ડ રેકોર્ડ છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં, છત્તીસગઢનો કર્ણાટક સામે 6 કે તેથી વધુ બેટર 0 પર આઉટ થયા છતાં 311 રન બનાવવાનો રેકોર્ડ હતો.

Tags :