Get The App

યશસ્વી જયસ્વાલના DRS અંગે વિવાદ, બેન સ્ટોક્સ બરાબરનો અકળાયો, અમ્પાયર્સ સાથે બાખડ્યો

Updated: Jul 5th, 2025

GS TEAM

Google News
Google News
Yashasvi Jaiswal DRS Controversy


Yashasvi Jaiswal DRS Controversy: બર્મિંગહામ ટેસ્ટના ત્રીજા દિવસે ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં છે. ભારતે પ્રથમ ઇનિંગના આધારે 180 રનની લીડ મેળવી હતી અને ત્રીજા દિવસના અંત સુધીમાં તેને 244 રન પર પહોંચાડી દીધી હતી. બીજા ઇનિંગમાં સ્ટમ્પ સુધી ભારતનો સ્કોર 1 વિકેટે 64 રન હતો. કેએલ રાહુલ 28 રન અને કરુણ નાયર 7 રન સાથે ક્રીઝ પર હાજર હતા. ભારતે યશસ્વી જયસ્વાલના રૂપમાં પોતાની એકમાત્ર વિકેટ ગુમાવી દીધી હતી અને આ વિકેટ અંગે પણ ઘણો વિવાદ થયો હતો.

જયસ્વાલની વિકેટ પર વિવાદ 

ભારતની બીજી ઇનિંગની 8મી ઓવરમાં આ ઘટના બની. ઓવરના ચોથા બોલ પર, જોશ ટોંગે યશસ્વી જયસ્વાલ સામે LBW માટે અપીલ કરી, જેના પછી અમ્પાયરે તેને આઉટ આપ્યો. જયસ્વાલ અને રાહુલ ક્રીઝ વચ્ચે DRS પર ચર્ચા કરી રહ્યા હતા. અંતે જયસ્વાલે રિવ્યૂ લીધો અને અમ્પાયરે તેને થર્ડ અમ્પાયરને રિફર કર્યો.

DRS અંગે વિવાદ પર બેન સ્ટોક્સ અકળાયો

તે જ સમયે, સ્ટોક્સ અમ્પાયર પાસે આવ્યો અને તેમની સાથે દલીલ કરવા લાગ્યા. સ્ટોક્સે કહ્યું કે, ટાઇમર પરનો સમય પૂરો થયા પછી જયસ્વાલે રિવ્યૂ લેવાનો સંકેત આપ્યો. રાહુલ અને જયસ્વાલ પણ અમ્પાયર પાસે આવ્યા. આ વાતચીત લાંબા સમય સુધી ચાલુ રહી અને અંતે અમ્પાયરે રિવ્યૂ માટેની અપીલ સ્વીકારી. સ્ટોક્સ ગુસ્સામાં પાછો ફર્યો અને ઇંગ્લેન્ડના ફેન્સે હોબાળો મચાવ્યો. આ રિવ્યૂથી ભારતને કોઈ ફાયદો થયો નહીં કારણ કે બોલ ટ્રેકિંગ દર્શાવે છે કે બોલ લેગ સ્ટમ્પને અથડાયો હતો. જયસ્વાલને 22 બોલમાં 28 રન બનાવીને પાછુ ફરવું પડ્યું. 

આ પણ વાંચો: સિરાજના દમદાર પરફોર્મન્સથી સચિન તેંડુલકર ખુશખુશ, કહ્યું - 'મેં જે સૌથી મોટું પરિવર્તન જોયું...'

ભારત પાસે લીડ વધારવાની શાનદાર તક 

ત્રીજા દિવસની રમતના અંત સુધી કેએલ રાહુલ અને કરુણ નાયર હજુ પણ ક્રીઝ પર છે. ભારત હવે મોટી લીડ મેળવવા પર નજર રાખશે. ટીમની રણનીતિ ચોથા દિવસે ઓછામાં ઓછા અઢી સેશન સુધી બેટિંગ કરવાની અને લગભગ 250 વધુ રન ઉમેરવાની રહેશે, જેથી ઈંગ્લેન્ડ સામે 500 થી વધુનો ટાર્ગેટ રાખી શકાય.

યશસ્વી જયસ્વાલના DRS અંગે વિવાદ, બેન સ્ટોક્સ બરાબરનો અકળાયો, અમ્પાયર્સ સાથે બાખડ્યો 2 - image

Tags :