Sports

અટકળોનો અંત ! લોર્ડ્સમાં રોહિત શર્માની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ અંગે BCCIનું મોટું નિવેદન

By GS Team
17 Jul 20261 min read
TukuTouch Logo
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માની નિવૃત્તિ અંગેની અફવાઓ પર BCCIએ સ્પષ્ટતા કરી છે. બોર્ડે જણાવ્યું કે, રવિવારે ઈંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં રમાનારી 3જી વનડે રોહિતની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ નથી. BCCI સચિવ દેવાજીત સૈકિયાએ આ અહેવાલોને ખોટા ગણાવ્યા. તેમણે કહ્યું કે રોહિત વનડે ટીમનો નિયમિત સભ્ય છે અને ટીમની યોજનાઓનો ભાગ રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અટકળોનો અંત ! લોર્ડ્સમાં રોહિત શર્માની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ અંગે BCCIનું મોટું નિવેદન

Rohit Sharma Retirement News : ભારતીય ક્રિકેટ ટીમની ભવિષ્યની યોજનાઓમાંથી રોહિત શર્માને બહાર કરી દેવાયા હોવાની અફવાઓ પર BCCIએ મોટો ખુલાસો કર્યો છે. બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે રવિવારે ઈંગ્લેન્ડ સામે લોર્ડ્સના મેદાન પર રમાનારી 3જી વનડે મેચ રોહિત શર્માની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ નથી. રોહિત પહેલાથી જ ટેસ્ટ અને T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો હોવાથી વન-ડેમાંથી પણ તેની નિવૃત્તિની ચર્ચાએ જોર પકડ્યું હતું.

નિવૃત્તિની વાતો માત્ર અટકળો

BCCI સચિવ દેવાજીત સૈકિયાએ પીટીઆઈ સાથેની વાતચીતમાં નિવૃત્તિના અહેવાલોને ખોટા ગણાવ્યા છે. તેમણે જણાવ્યું કે, 'રોહિત શર્માના ભવિષ્યને લઈને મીડિયામાં ઘણી અટકળો ચાલી રહી છે, પણ લોર્ડ્સમાં રોહિત પોતાની છેલ્લી મેચ રમશે તેવી કોઈ જ ચર્ચા થઈ નથી.'

ટીમ સાથે જ રહેશે રોહિત

BCCI સચિવે રોહિત શર્માના ટીમમાં સ્થાન અંગેની સ્થિતિ વધુ સ્પષ્ટ કરી છે. તેમણે ઉમેર્યું કે, 'રોહિત વનડે ટીમનો નિયમિત સભ્ય છે અને જ્યાં સુધી તે ટીમની યોજનાઓનો ભાગ છે ત્યાં સુધી દેશ માટે રમતો રહેશે.'

કેમ શરૂ થઈ હતી આ ચર્ચા?

રાષ્ટ્રીય પસંદગીકારોએ રોહિતને 2027ના વનડે વર્લ્ડ કપની યોજનાઓમાંથી બહાર રાખવાની વાત કહી હોવાના અહેવાલો મીડિયામાં આવ્યા હતા. આ મેનેજમેન્ટની ભવિષ્યની યોજનાઓ સાથે જોડાયેલી વાતો સામે આવ્યા બાદ એવું માનવામાં આવી રહ્યું હતું કે રોહિત રવિવારની મેચ પછી નિવૃત્તિ જાહેર કરી શકે છે, પરંતુ બોર્ડે હવે આવી તમામ વાતોને નકારી દીધી છે.