કૃણાલે ટ્રોફી ઊઠાવતાં જ રડી પડ્યો હાર્દિક પંડ્યા, સોશિયલ મીડિયા પર કરી ભાવુક પોસ્ટ
Hardik Pandya Emotional After RCB Won: IPL 2025ના ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) પંજાબ કિંગ્સને (PBKS) 6 રનથી હરાવીને પહેલીવાર ખિતાબ પોતાના નામ કર્યો હતો. કૃણાલે 4 ઓવરમાં ફક્ત 17 રન આપીને બે મહત્ત્વપૂર્ણ વિકેટ લઈને, ટ્રોફી RCB માટે સુનિશ્ચિત કરી હતી. આ મેચ બાદ એક ભાવુક ક્ષણ ત્યારે સામે આવી જ્યારે કૃણાલના નાના ભાઈ અને મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન હાર્દિક પંડ્યાની આંખમાં આંસુ આવી ગયા.
આ પણ વાંચોઃ શું વિરાટે રોહિત શર્માને માર્યો ટોણો? કહ્યું - હું ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમવા નથી માગતો
નાના ભાઈએ કરી ભાવુક પોસ્ટ
હાર્દિકે ખુદ ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરીને લખ્યું- 'મારી આંખોમાં આંસુ છે, મને તારા પર ગર્વ છે ભાઈ.'
આ પણ વાંચોઃ 'અમે જંગ જીતી ગયા...' RCB એ શ્રેયસ અય્યરને માર્યો ટોણો, જુઓ કઈ રીતે કર્યો ટ્રોલ
10 વર્ષમાં ચોથી IPL ટ્રોફી
કૃણાલે મેચ બાદ કહ્યું કે, 'જ્યારે મેં RCB સાથે જોડાતાં સમયે કહ્યું હતું કે, મને ટ્રોફી જીતવું પસંદ છે તો અમુક લોકોએ મજાક ઉડાડી હતી. પરંતુ, સાડા ત્રણ મહિના બાદ મેં તે કરી બતાવ્યું. છેલ્લાં 10 વર્ષોમાં આ મારી ચોથી IPL ટ્રોફી છે.'