Sports

ઈસ્ટ ઝોને 13 વર્ષ બાદ રચ્યો ઇતિહાસ, ઈશાન કિશનના નેતૃત્વમાં સાઉથ ઝોનને હરાવી દુલિપ ટ્રોફી જીતી

By GS Team
10 Sep 20262 mins read
TukuTouch Logo
ઈશાન કિશનની શાનદાર કપ્તાની હેઠળ ઈસ્ટ ઝોને સાઉથ ઝોનને હરાવી 13 વર્ષ બાદ દુલિત ટ્રોફી જીતી ઈતિહાસ રચ્યો છે. ફાઈનલ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ, પરંતુ પ્રથમ ઇનિંગમાં 372 રનની જંગી લીડને કારણે ઈસ્ટ ઝોન વિજેતા બન્યું. ઈશાન કિશને 270 રન ફટકાર્યા, જ્યારે મોહમ્મદ શમીએ ઘાતક બોલિંગ કરી. મોહમ્મદ કૌનેન કુરેશીએ અણનમ 116 રન બનાવ્યા.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈસ્ટ ઝોને 13 વર્ષ બાદ રચ્યો ઇતિહાસ, ઈશાન કિશનના નેતૃત્વમાં સાઉથ ઝોનને હરાવી દુલિપ ટ્રોફી જીતી

Duleep Trophy Final 2026 : ઈશાન કિશનની શાનદાર કપ્તાની હેઠળ ઈસ્ટ ઝોને સાઉથ ઝોન સામે પ્રથમ ઈનિંગમાં મેળવેલી વિશાળ લીડના આધારે દુલિપ ટ્રોફી 2026નું ટાઈટલ પોતાના નામે કરી લીધું છે. ફાઈનલ મેચના પાંચમા અને છેલ્લા દિવસે મેચ ડ્રોમાં પરિણમી હતી, પરંતુ પ્રથમ ઈનિંગની મજબૂત લીડના દમ પર ઈસ્ટ ઝોને 13 વર્ષના લાંબા અંતરાળ બાદ આ ઐતિહાસિક ટ્રોફી જીતીને ઈતિહાસ રચ્યો છે.

બીજી ઈનિંગમાં 388 રન બનાવી 760 રનની કુલ લીડ મેળવી

ફાઈનલના અંતિમ દિવસે ઈસ્ટ ઝોને પોતાની બીજી ઈનિંગમાં 7 વિકેટના નુકસાને 388 રન બનાવ્યા હતા, જેનાથી તેમની કુલ લીડ 760 રન સુધી પહોંચી ગઈ હતી. ઈસ્ટ ઝોન તરફથી મોહમ્મદ કૌનેન કુરેશીએ અણનમ 116 રન બનાવીને પોતાની ફર્સ્ટ-ક્લાસ કારકિર્દીની પ્રથમ સદી ફટકારી હતી. કુરેશીએ સાતમી વિકેટ માટે અનુકૂળ રોય (64 રન) સાથે 150 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી. આ અગાઉ પ્રથમ ઈનિંગમાં ઈસ્ટ ઝોને 708 રનનો વિશાળ સ્કોર બનાવીને 372 રનની જંગી લીડ પ્રાપ્ત કરી હતી.

ઈશાન કિશનની બેવડી સદી અને શમીનો ભવ્ય દેખાવ

ઈસ્ટ ઝોનની આ જીતમાં કેપ્ટન ઈશાન કિશનની મહત્વની ભૂમિકા રહી હતી. તેમણે પ્રથમ ઈનિંગમાં શાનદાર 270 રનની ઈનિંગ રમીને રેડ-બોલ ક્રિકેટમાં પોતાના આગમનની મજબૂત દાવેદારી નોંધાવી હતી. આ સિવાય પોતાની 100મી ફર્સ્ટ-ક્લાસ મેચ રમી રહેલા અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ઘાતક બોલિંગ કરી હતી. ઈસ્ટ ઝોન તરફથી કુમાર કુશાગ્રએ પોતાની છઠ્ઠી ફર્સ્ટ-ક્લાસ સદી નોંધાવી હતી, જ્યારે શિખર મોહને અર્ધસદી ફટકારી હતી.

સાઉથ ઝોનની નબળી બોલિંગ અને ખોટી ટીમ પસંદગી

મેચ દરમિયાન સાઉથ ઝોનના બોલરો સંપૂર્ણપણે દિશાહીન જોવા મળ્યા હતા. અનુભવી બોલર મોહમ્મદ સિરાજે થોડો સમય આક્રમક બોલિંગ કરી હતી પરંતુ તેમને અન્ય બોલરો તરફથી યોગ્ય સાથ મળ્યો નહોતો. આ ઉપરાંત સાઉથ ઝોનના મેનેજમેન્ટે ફોર્મમાં ચાલી રહેલા કરુણ નાયર, મયંક અગ્રવાલ અને સાઈ કિશોર જેવા ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખીને ભૂલ કરી હોવાનું પણ સામે આવ્યું હતું.

કેપ્ટન તરીકે ઈશાન કિશનની સચોટ રણનીતિ

ટ્રોફી જીત્યા બાદ 28 વર્ષીય ઈશાન કિશને પોતાની રણનીતિ અંગે જણાવ્યું હતું કે, કેપ્ટન તરીકે પરિસ્થિતિને સમજવી સૌથી મહત્વપૂર્ણ હોય છે. પ્રથમ ઈનિંગમાં બે દિવસ બેટિંગ કર્યા બાદ અમારો મુખ્ય લક્ષ્ય સાઉથ ઝોનની તમામ 10 વિકેટો ઝડપીને મજબૂત લીડ મેળવવાનો હતો. પ્રથમ ઈનિંગના આધારે વિજેતા નક્કી થવાનું સ્પષ્ટ હોવાથી અમે પૂરતી લીડ મેળવીને મેચ પર પકડ મજબૂત કરી લીધી હતી.