VIDEO: મેચ સમાપ્ત થતાં જ ગૌતમ ગંભીરે પંત માટે તોડ્યો પોતાનો જ નિયમ, ડ્રેસિંગ રૂમમાં જુઓ શું કહ્યું
Images Sourse: IANS |
IND vs ENG: માન્ચેસ્ટરમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના વિકેટકીપર અને બેટર રિષભ પંતે મેદાન પર કંઈક એવું કર્યું, જે ક્રિકેટ ઇતિહાસમાં હિંમત અને સમર્પણનું ઉદાહરણ બની ગયું છે. પગમાં ગંભીર ઈજાઓ હોવા છતાં રિષભ પંતે શાનદાર બેટિંગ કરી હતી. ત્યારે હવે મુખ્ય કોચ ગૌતમ ગંભીરને પણ રિષભ પંત માટે પોતાનો જ નિયમો તોડ્યા છે.
ગૌતમ ગંભીરે ડ્રેસિંગ રૂમમાં રિષભ પંતના વખાણ કર્યા
ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર હંમેશા ટીમ સ્પોર્ટ્સમાં વ્યક્તિગત પ્રશંસા કરતા નથી. હવે તેમણે પહેલીવાર પોતાનો જ નિયમ તોડ્યો છે. ડ્રેસિંગ રૂમમાં ગૌતમ ગંભીરે બધા ખેલાડીઓની સામે રિષભ પંતના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે, 'મને વ્યક્તિઓ વિશે વાત કરવાનું પસંદ નથી. મેં ક્યારેય ટીમમાં કોઈ એક ખેલાડી વિશે વાત કરી નથી, પરંતુ તમે (રિષભ પંત) આ ડ્રેસિંગ રૂમમાં જ નહીં પરંતુ આવનારી પેઢીઓને પણ પ્રેરણા આપી છે. આ તમારો આ જુસ્સા માટે આખો દેશ હંમેશા તમારા પર ગર્વ કરશે.' ગૌતમ ગંભીરની આ સ્પીચ રિષભ પંત ખૂબ જ શાંતિથી સાંભળી રહ્યા હતા. ડ્રેસિંગ રૂમમાં હાજર અન્ય ખેલાડીઓ તાળીઓના ગડગડાટથી તેમનું સન્માન કર્યું હતું.
રિષભ પંત કેવી રીતે ઈજાગ્રસ્ત થયો?
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેદુલકર ટ્રોફી 2025ની ચોથી ટેસ્ટ મેચમાં ટોસ હાર્યા બાદ ભારત ઈંગ્લેન્ડ સામે માન્ચેસ્ટર ટેસ્ટમાં પહેલા બેટિંગ કરવા ઉતર્યું હતું. મેચના પહેલા (23મી જુલાઈ) દિવસે જ્યારે રિષભ પંત રમી રહ્યા હતા, ત્યારે ક્રિસ વોક્સનો ફુલ ટોસ બોલ તેમના જમણા પગમાં વાગ્યો. આ બોલથી તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તપાસમાં જાણવા મળ્યું કે તેમના પગમાં ફ્રેક્ચર થયું હતું. જો કે, BCCIએ જાહેરાત કરી હતી કે પંત ટીમને જરૂર પડશે તો બેટિંગ માટે હાજર રહેશે, પરંતુ બીજા દિવસે (24મી જુલાઈ) ભારતીય ટીમ મુશ્કેલીમાં દેખાતા આખરે પંત મેદાન પર ફરી વખત બેટિંગ કરવા ઉતર્યો હતો.
આ પણ વાંચો: માંજરેકરનું ફરી વિવાદિત નિવેદન, રોહિત-વિરાટ માટે એવું બોલ્યો કે ફેન્સને નહીં ગમે
ઉલ્લેખનીય છે કે, રિષભ પંતને પગમાં ઈજા હોવા છતા બેટિંગ કરી હતી. પરંતુ તે અડધી સદી બનાવતા જ આઉટ થઈ ગયો. જોફ્રા આર્ચરે પંતને ક્લીન બોલ્ડ કરી દીધો. પંત 75 બોલ પર 54 રન બનાવીને આઉટ થયો હતો.