ધોની જ નહીં કોહલી પણ યુવરાજથી ડરતો હતો...', યોગરાજ સિંહનું ફરી ચોંકાવનારું નિવેદન
Yograj Singh statement: ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહએ વિરાટ કોહલીને લઈને એક ચોંકવનારુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, કોહલી ક્યારેય યુવરાજનો મિત્ર નહોતો. યોગરાજે પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની અને કોહલીને યુવરાજના પીઠમાં છરા મારનારા ગણાવ્યા છે.
તેમણે કહ્યું કે, 'ધોની અને કોહલી એટલા ડરતાં હતા કે, યુવરાજ ક્યાંક તેમની ખુરશી છીનવી ન લે. યોગરાજે મહાન બેટર સચિન તેંડુલકરને યુવરાજનો એકમાત્ર મિત્ર હતો.' યુવરાજે 2000 થી 2017 સુધી ભારત માટે 402 ઈન્ટરનેશનલ મેચ રમી હતી, જેમાં 35.05 ની સરેરાશથી 11178 રન બનાવ્યા હતા. તેમણે 17 સદી અને 71 અડધી સદી ફટકારી હતી. તેમણે ત્રણેય ફોર્મેટમાં 148 વિકેટ પણ લીધી હતી.
'યુવરાજનો એકમાત્ર મિત્ર સચિન તેંડુલકર'
હકીકતમાં, હાલમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન યોગરાજને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, વિરાટ કોહલી એમએસ ધોની પછી ભારતીય ટીમનો કેપ્ટન બન્યો. તે યુવરાજનો સારો મિત્ર હતો. શું તમને લાગે છે કે તે સમયે યુવરાજને વધુ તક આપી શક્યો હોત? આ પ્રશ્નના જવાબમાં યોગરાજે કહ્યું, 'આ જીવનમાં જ્યાં સફળતા, પૈસા અને પ્રસિદ્ધિ છે, ત્યાં કોઈ મિત્રો નથી. મેં યુવરાજ સિંહને આ વાત કહી. મેં તેને એક મિત્ર શોધીને બતાવવા કહ્યું. યુવરાજનો એકમાત્ર મિત્ર સચિન તેંડુલકર છે, જે દરેક સાથે પોતાના ભાઈ જેવો વ્યવહાર કરે છે. સચિન એકમાત્ર એવો વ્યક્તિ છે જે દરેકને પ્રેમ કરે છે અને તેમની સંભાળ રાખે છે. તે ઇચ્છતો હતો કે દરેક સારું કરે. તેથી જ તેને ક્રિકેટનો ભગવાન કહેવામાં આવે છે.'
'લોકો યુવરાજ સિંહથી ડરતા હતા'
તેમણે વધુમાં આગળ કહ્યું, 'જેમ મેં તમને કહ્યું હતું, સફળતા, પૈસા અને પ્રસિદ્ધિના ક્ષેત્રમાં કોઈ મિત્રો નથી હોતા. હંમેશા પીઠ પાછળ છરા ભોકનારા લોકો હોય છે, જે તમને નીચે પાડવા માંગે છે. લોકો યુવરાજ સિંહથી ડરતા હતા કારણ કે તેઓ વિચારતા હતા કે તે તેમની ખુરશી છીનવી લેશે. યુવરાજ ઈશ્વર દ્વારા બનાવેલો એક મહાન ખેલાડી હતો. તે મહાન ખેલાડીઓમાંનો એક છે, જેનાથી લોકો ડરતા હતા - એમએસ ધોનીથી લઈને દરેક. તેમને લાગતું હતું કે યુવરાજ તેની જગ્યા લઈ શકે છે. જોકે, તેને ખ્યાલ નહોતો કે આટલો મોટો ખેલાડી પણ મોટા દિલનો વ્યક્તિ હોય છે.'