IPL 2025માં મોટા ફેરબદલ: સાત ખેલાડીઓ થયા બહાર, 5 ટીમોમાં બદલાવ
IPL 2025 restart : ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય સંઘર્ષના કારણે IPL 2025 ટુર્નામેન્ટ અધવચ્ચે જ રોકવી પડી હતી. જોકે હવે પરિસ્થિતિ સામાન્ય થવાના કારણે 17 મેથી ફરી ટુર્નામેન્ટ શરુ થઈ રહી છે. જોકે ટીમોમાં વિવિધ ફેરફાર જોવા મળશે.
નોંધનીય છે કે થોડા જે દિવસોમાં આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ રમાવવાની છે. જેના કારણે સ્ટાર ખેલાડીઓ પોતાના દેશની જવાબદારી નિભાવવા માટે સ્વદેશ પરત ફર્યા છે.
પંજાબ કિંગ્સ
ન્યુઝીલૅન્ડનો ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન ઈજાના કારણે બાકીની મેચોથી બહાર થઈ ગયો છે. જે બાદ કાઈલ જેમિસનને પંજાબ કિંગ્સમાં સામેલ કરવામાં આવ્યો છે. આટલું જ નહીં ગ્લેન મેક્સવેલની જગ્યાએ મિચેલ ઓવનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જાણકારી અનુસાર મેક્સવેલને પણ આંગળીમાં ઈજા થઈ છે.
ગુજરાત ટાઇટન્સ
વિકેટકીપર જોસ બટલર ઇંગ્લૅન્ડ પરત જતો રહ્યો છે. તેની જગ્યાએ શ્રીલંકાના સ્ટાર કુસલ મેન્ડિસને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
લખનૌ સુપર જાયન્ટ્સ
લખનૌ સુપર જાયન્ટ્સમાં મયંક યાદવની જગ્યાએ વિલિયમ ઓરુર્કેને સામેલ કરવામાં આવ્યો છે. જાણકારી અનુસાર મયંક યાદવ પીઠમાં દર્દના કારણે પીડાઈ રહ્યો છે.
મુંબઈ ઇન્ડિયન્સ
આ ટીમમાં પણ બે બદલાવ થયા છે. ઇંગ્લૅન્ડનો વિલ જેક્સ આફ્રિકાનો વિકેટકીપર રયાન રિફેલ્ટન પોતાના દેશ પરત ફરી ગયા છે. આ બે ખેલાડીઓની જગ્યાએ જોની બેરિસ્ટો અને રિચર્ડ ગ્લીસનને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
દિલ્હી કેપિટલ્સ
યુવા ખેલાડી મેકગર્ક વ્યક્તિગત કારણોસર ટુર્નામેન્ટ છોડીને જતો રહ્યો છે. તેની જગ્યાએ બાંગ્લાદેશના મુસ્તફિઝુર રહેમાનને ટીમમાં સામેલ કરાયો છે.