CSKમાં ધોનીની જગ્યા રમશે આ સ્ટાર ખેલાડી? કેપ્ટનશિપની સાથે સાથે વિકેટકિપિંગમાં પણ માહેર
CSK Dhoni Replacement: IPLમાં આ હાલમાં ટ્રેડ માર્કેટ ગરમ છે. સંજુ સેમસન અને રવિચંદ્રન અશ્વિન જેવા દિગ્ગજ ખેલાડીઓ પોતાની ટીમ છોડી શકે છે. ચેન્નઈ સુપર કિંગ્સને 5 વાર ચેમ્પિયન બનાવનાર મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃત્તિના સમાચાર પણ વહેતા થયા છે. એ પણ હકીકત છે કે, CSK ટીમને લાંબા સમયથી ધોનીના રિપ્લેસમેન્ટની જરૂરિયાત છે. ત્યારે એક અનુભવી ખેલાડીને ધોનીના રિપ્લેસમેન્ટ તરીકે પસંદ કરાયો છે.
આ પણ વાંચો: આ એક 'ભૂલ'ના કારણે ગ્રામીણ યુવક બન્યો સ્ટાર, કોહલી અને ડિવિલિયર્સના આવ્યા ફોન
શું સંજુ સેમસન લેશે ધોનીનું સ્થાન
પૂર્વ ભારતીય ક્રિકેટર ક્રિસ શ્રીકાંતે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) માં સંજુ સેમસનને એમએસ ધોનીનો યોગ્ય ઉત્તરાધિકારી ગણાવ્યો છે. શ્રીકાંતે પોતાની યુટ્યુબ ચેનલ પર સેમસનની પ્રશંસા કરતાં કહ્યું કે, સેમસન તમિલનાડુમાં તેના કૌશલ્યથી ખૂબ જ લોકપ્રિય છે. મીડિયાના રિપોર્ટ પ્રમાણે, કેરળનો વિકેટકીપર-બેટર સેમસન ટીમ બદલી શકે છે. આ અંગે શ્રીકાંત પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે, CSK પાસે પહેલાથી જ એક સારા કેપ્ટન તરીકે રુતુરાજ ગાયકવાડ છે. ધોનીની કારકિર્દી હવે પૂરી થવા પર છે. ગાયકવાડ ગઈ સિઝનમાં ઈજાગ્રસ્ત થયા પછી ધોની ફરીથી કેપ્ટન બન્યો.
સંજુ સેમસન પરફેક્ટ ખેલાડી
ક્રિસ શ્રીકાંતે પોતાની યુટ્યુબ ચેનલ પર સંજુ સેમસનને લઈને ઘણી વાતો કહી હતી. તેણે કહ્યું હતું કે, સંજુ એક શાનદાર ખેલાડી છે અને ચેન્નાઈમાં તેમના ઘણા ચાહકો છે. સાચું કહું તો, સંજુ એક મહાન ખેલાડી છે અને તે ચેન્નઈમાં ખૂબ જ લોકપ્રિય છે. ચેન્નઈમાં તેમની બ્રાન્ડ ઈમેજ સારી છે. જેમ મેં કહ્યું હતું કે જો તેઓ છોડીને આ ટીમમાં આવવા માંગે છે, તો હું તેમને ચેન્નઈ માટે પસંદ કરનાર પહેલો વ્યક્તિ હોઈશ.'
સારો કેપ્ટન છે, રુતુરાજ ગાયકવાડ
આ ઉપરાંત શ્રીકાંતે એમ પણ કહ્યું હતું કે, સીએસકે પાસે રુતુરાજ ગાયકવાડ તરીકે પહેલેથી જ એક સારો વિકલ્પ છે, જે લાંબા સમય સુધી કેપ્ટનશીપ કરી શકે છે. તેણે કહ્યું હતું કે, 'તે એમએસ ધોનીનો યોગ્ય ઉત્તરાધિકારી છે. ધોની વધુમાં વધુ આ સિઝનમાં રમી શકે છે, કદાચ આવતા વર્ષે નહીં અને પછી તમને સરળતાથી ફેરફાર કરી શકો છો. પરંતુ મને લાગે છે કે જો રુતુરાજ ગાયકવાડને કેપ્ટનશીપ આપવામાં આવે છે, તો તેને ચાલુ રાખવો જોઈએ.'
આ પણ વાંચો: ક્રિકેટ જગતને મળ્યો સૌથી યુવા કેપ્ટન... 'અજાણ્યા' ખેલાડીએ રચ્યો ઇતિહાસ, વય ફક્ત 17 વર્ષ
44 વર્ષીય ધોની તેના IPL કરિયરના છેલ્લા તબક્કામાં છે. ગઈ સિઝનમાં ગાયકવાડની ઈજા બાદ તે કેપ્ટન તરીકે પાછો ફર્યો હતો, પરંતુ CSKનું પ્રદર્શન સારું નહોતું અને ટીમ માત્ર ચાર જીત સાથે સૌથી નીચે આવી ગઈ હતી. ધોનીએ ફિનિશર તરીકે રમ્યો અને 135 થી વધુના સ્ટ્રાઇક રેટથી 196 રન બનાવ્યા હતા.