Sports

'મેદાન બહાર કોણ શું બોલે તેની મને પરવા નથી', ગૌતમ ગંભીરનો 'ખાસ' હોવાના આરોપ પર હર્ષિત રાણાનો જવાબ

By GS TEAM
2 Dec 20251 min read
TukuTouch Logo
ટેસ્ટ ક્રિકેટમાં એક બાદ એક પરાજયના કારણે ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. કેટલાકનો આરોપ એ પણ છે કે હર્ષિત રાણા ગૌતમ ગંભીરનો માનીતો હોવાના કારણે વારંવાર તેને ટીમમાં સામેલ કરવામાં આવે છે. એવામાં સમગ્ર ટ્રોલિંગ મામલે હર્ષિત રાણાએ પહેલીવાર મૌન તોડ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'મેદાન બહાર કોણ શું બોલે તેની મને પરવા નથી', ગૌતમ ગંભીરનો 'ખાસ' હોવાના આરોપ પર હર્ષિત રાણાનો જવાબ

Harshit Rana's Response to Trollers : ટેસ્ટ ક્રિકેટમાં એક બાદ એક પરાજયના કારણે ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીરને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. કેટલાકનો આરોપ એ પણ છે કે હર્ષિત રાણા ગૌતમ ગંભીરનો માનીતો હોવાના કારણે વારંવાર તેને ટીમમાં સામેલ કરવામાં આવે છે. એવામાં સમગ્ર ટ્રોલિંગ મામલે હર્ષિત રાણાએ પહેલીવાર મૌન તોડ્યું છે. 

કોણ શું બોલે તેનાથી ફરક નથી પડતોઃ હર્ષિત રાણા

હર્ષિત રાણાએ કહ્યું છે કે તે ક્રિકેટ મેદાનની બહાર કોણ શું બોલે છે તેના પર ધ્યાન નથી આપતો. ફેન્સની ટિપ્પણી મામલે રાણાએ કહ્યું કે, 'જો હું આ બધી વાતો પર ધ્યાન આપવાનું ચાલુ કરી દઇશ તો ક્રિકેટ નહીં રમી શકું. હું બસ એટલું જ ધ્યાન રાખું છું કે મેદાન પર શું કરવાનું છે. બહાર શું થાય છે અને કોણ શું બોલે છે તેની મને પરવા નથી.' 

આ પણ વાંચોઃ ટેસ્ટ ક્રિકેટમાં વારંવાર હાર વચ્ચે રવિ શાસ્ત્રીએ ટીમને શું સલાહ આપી? ગૌતમ ગંભીર વિશે પણ મોટું નિવેદન

સાઉથ આફ્રિકા સામે હર્ષિતનું પ્રદર્શન

નોંધનીય છે કે સાઉથ આફ્રિકા સામેની વનડે સીરિઝની પ્રથમ મેચમાં હર્ષિત રાણાએ ત્રણ વિકેટ ખેરવી હતી.

આ પણ વાંચોઃ હાર્દિક પંડ્યાનું ધમાકેદાર કમબેક, SMATમાં 42 બોલમાં 77 રન ફટકારી બન્યો બરોડાની જીતનો હીરો