Get The App

ટેસ્ટ ક્રિકેટમાં વારંવાર હાર વચ્ચે રવિ શાસ્ત્રીએ ટીમને શું સલાહ આપી? ગૌતમ ગંભીર વિશે પણ મોટું નિવેદન

Updated: Dec 2nd, 2025

GS TEAM

Google News
Google News
ટેસ્ટ ક્રિકેટમાં વારંવાર હાર વચ્ચે રવિ શાસ્ત્રીએ ટીમને શું સલાહ આપી? ગૌતમ ગંભીર વિશે પણ મોટું નિવેદન 1 - image

Ravi Shastri's Big Statement On Coach Gautam Gambhir: ટેસ્ટ ક્રિકેટમાં સતત મળી રહેલી નિષ્ફળતાઓને કારણે ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર ભારે દબાણમાં છે. ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે હાર, ઈંગ્લેન્ડ સાથે ડ્રો અને માત્ર વેસ્ટ ઈન્ડિઝ સામેની જીતે તેમના કોચિંગ કાર્યકાળ પર અનેક સવાલો ઉભા કર્યા છે. હવે, આ જ મુદ્દે ભારતના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ મોટું નિવેદન આપ્યું છે અને હવે તેના આ નિવેદનથી માહોલ વધુ ગરમાયો છે. 

રવિ શાસ્ત્રીએ મૌન તોડ્યું

એક ઈન્ટરવ્યુમાં જ્યારે રવિ શાસ્ત્રીને ગંભીરના પ્રદર્શન પર સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કોઈપણ પ્રકારનો બચાવ કરવાને બદલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "હું તેને પ્રોટેક્ટ નથી કરી રહ્યો. 100% જવાબદારી કોચની પણ હોય છે. જો મારા સમયમાં આવું બન્યું હોત, તો હું સૌથી પહેલા જવાબદારી લઈ લેત. ત્યારબાદ મેં ટીમ મીટિંગમાં ખેલાડીઓને પણ ન છોડ્યા હોત. 

તેમનું આ નિવેદન એટલા માટે પણ મહત્ત્વપૂર્ણ છે કારણ કે ભારતની તાજેતરની ટેસ્ટ હારમાં બેટ્સમેનોનું પ્રદર્શન સૌથી મોટી સમસ્યા તરીકે ઉભરી આવ્યું છે.

દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટમાં હાર પર ભડક્યા રવિ શાસ્ત્રી

શાસ્ત્રીએ ગુવાહાટી ટેસ્ટમાં ભારતના હેરાન કરનારા બેટિંગ પ્રદર્શન પર પણ શાસ્ત્રીએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો અને કઠોર ટિપ્પણી કરી. ભારત ત્યાં પણ 100/1 થી અચાનક 130/7 પર સમેટાઈ ગયુ હતું, જેના કારણે કારમી હાર થઈ હતી.  આ ટીમ એટલી ખરાબ નથી કે અચાનક આટલું મોટું પતન થઈ જાય. ખેલાડીઓએ પણ પોતાની જવાબદારી સમજવી જોઈએ. આ એ જ બેટ્સમેન છે જે બાળપણથી સ્પિન રમતા આવ્યા છે, તો પછી આવી સમસ્યા કેમ?'

તેમના નિવેદને સ્પષ્ટ કરી દીધું છે કે મુદ્દો માત્ર કોચિંગનો જ નથી, પરંતુ ખેલાડીઓની માનસિકતા અને શોટ સિલેક્શનનો પણ છે.

BCCIએ ગંભીર-અગરકર સાથે અચાનક બેઠક બોલાવી

બીજી તરફ BCCIએ એક મહત્ત્વપૂર્ણ બેઠક પણ બોલાવી છે જેમાં હોડ કોચ ગૌતમ ગંભીર, ચીફ સિલેક્ટર અજિત અગરકર અને BCCIના કેટલાક મોટા અધિકારીઓ સામેલ થશે. ટેસ્ટ ટીમના સતત નબળા પ્રદર્શન અને ટીમ મેનેજમેન્ટના કેટલાક નિર્ણયો પર ઉઠી રહેલા સવાલોને લઈને આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.