For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારતે ત્રીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાને કર્યુ પરાસ્ત, સીરિઝ પર 2-1થી કબ્જો

Updated: Jan 18th, 2019

Article Content Image

મેલબર્ન, તા. 18 જાન્યુઆરી 2019, શુક્રવાર

ભારતીય ક્રિકેટ ટીમે મોલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી ત્રીજી નિર્ણાયક વન-ડેમાં ઓસ્ટ્રેલિયાને 7 વિકેટથી હરાવ્યુ છે. આ સાથે જ ત્રણ વન-ડે મેચોની સીરિઝ ભારતે 2-1થી જીતી છે. ભારતીય બોલરોએ ઓસ્ટ્રેલિયાની ટીમને 48.4 ઓવરમાં 230 રન પર ઓલ આઉટ કરી દીધી. આ લક્ષ્યને ભારતે 49.2 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાને હાંસલ કરી જીત મેળવી.

મહેન્દ્રસિંહ ધોનીના અણનમ 87 રન અને કેદાર જાધવના અણનમ 61 બનાવ્યા જ્યારે વિરાટ કોહલીએ 46 રન કર્યા. જ્યારે લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલે 6 વિકેટ ઝડપી. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમ તરફથી પીટર હેંડ્સકોમ્બે સૌથી વધારે 58 રન કર્યા. આ સિવાય શોન માર્શે 39 રન કર્યા.
Gujarat