For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ભારત-શ્રીલંકા T20 મેચ માટે રાજકોટમાં છવાયો ક્રિકેટ ફિવર,જામનગર હાઈવે પર ટ્રાફિક ડાઈવર્ટ કરાશે

ભારત-શ્રીલંકા T20 મેચ માટે બંને ટીમો શુક્રવારે જ રાજકોટ આવી જશે

SCAનું આ સ્ટેડિયમ અંદાજીત 30 હજારની કેપેસીટી ધરાવે છે

Updated: Jan 4th, 2023

Article Content Image

અમદાવાદ, 04 જાન્યુઆરી 2022, સોમવાર

ભારત અને શ્રીલંકાનો મેચ આગામી 7મી તારીખે રાજકોટમાં રમાનાર છે તે માટે SCAએ દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે. રાજકોટમાં T20 મેચ રમાનાર હોય સમગ્ર શહેર જાણે ક્રિકેટ ફિવરના રંગે રંગાઈ રહ્યુ છે. મેચ ભારત અને શ્રીલંકા વચ્ચેનો મેચ સાંજે 7 વાગ્યે શરુ થશે. આ મેચ માટે ટિકિટનો દર રુ 1100થી લઈ 7000 સુધી રાખવામાં આવ્યો છે. રાજકોટમાં મેચને લઈને રાજકોટ પોલીસ દ્વારા ટ્રાફિકને લઈને જાહેરનામું બહાર પાડયું છે. આ મેચમાં 30 હજાર પ્રેક્ષકો ઉપસ્થિત રહી શકે છે.

મેચના કારણે ટ્રાફિક ડાઈવર્ટ અંગે જાહેરનામું
રાજકોટમાં આગામી ભારત શ્રીલંકા મેચ હોય તે માટે રાજકોટ પોલીસે ટ્રાફિક અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યુ હતું. રાજકોટનું ખંઢેરીનું સ્ટેડિયમ રાજકોટ-જામનગર હાઇવે પર આવ્યુ હોવાથી હાઈવે પર વાહનોનો ટ્રાફિક રહેતો હોય છે. આગામી ક્રિકેટ મેચના દિવસ દરમિયાન ટ્રાફિકજામ નિવારવા માટે તારીખ 07 જાન્યુઆરીના 05 કલાકથી તારીખ 08 જાન્યુઆરીના 01 વાગ્યા સુધી જામનગરથી રાજકોટ તરફ આવતા વાહનોને પડધરીના મોવૈયા સર્કલથી ડાયવર્ઝન આપી, ટંકારા થઈ રાજકોટ તરફ આવશે તથા પડધરી-નેકનામ- મિતાણા થઈ રાજકોટ તરફ ડાયવર્ઝન કરવામાં આવ્યુ છે. 

આ વાહનોને ટ્રાફિકમાંથી મુક્તિ આપવામાં આવી
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા ક્રિકેટ મેચના માટે ફરજ પર રોકેયેલા વાહનો, ગુજરાત એસ.ટી બસ, સરકારી વાહનો, શબવાહિની, ઈમરજન્સી એમ્બ્યુલન્સ તથા ફાયર ફાઈટર જેવા વાહનો તેમજ મેચ જોવા જતા લોકો ક્રિકેટ બોર્ડની ટિકિટ ખરીદીને કે પાસના આધારે ખંઢેરી સ્ટેડિયમ જતા હોય તેવા વાહન ચાલકોને તેમજ ખંઢેરી સ્ટેડિયમની આસપાસના ગામોમાં રહેતા હોય જેનો આધારભૂત પુરાવો રજૂ કરે તેવા વાહનોને લાગુ પડશે નહીં. જો કે ટ્રાફિક ભંગ માટે જો કોઈ આદેશનો ભંગ કે ઉલ્લંઘન કરશે તો તેમની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પોલિસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે
ભારત અને શ્રીલંકા મેચ માટે પોલીસ દ્વારા શહેરના જામનગર રોડ પર અને બંને હોટલ નજીક ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ભારતીય ટીમ કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલમાં અને શ્રીલંકા ટીમ 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટેલમાં રોકાવાની છે. આ બંને હોટલની આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્ટેડિયમ પર અને હોટલ નજીક પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

અત્યાર સુધી SCAમાં ચાર T20 મેચ યોજાયા છે
રાજકોટના જામનગર રોડ સ્થિત આવેલા SCAના ક્રિકેટ સ્ટેડિયમ પર ચાર આંતરરાષ્ટ્રિય T20 મેચ યાજાયા હતા. આ ચાર મેચમાં ભારતે 3 મેચ જીતી છે જ્યારે ન્યુઝિલેન્ડે એક મેચ જીતી છે. આ સ્ટેડિયમ પર પહેલા બેટીંગ કરતા બે મેચ અને પહેલા બોલીંગ કરતા બે મેચ જીત્યા છે. આ ગ્રાઉન્ડ પર હાઈસ્ટ T20 સ્કોર 202 છે જ્યારે લોએસ્ટ સ્કોર 87 છે. આ ગ્રાઉન્ડમાં T20માં પ્રથમ ઈંનિગનો એવરેજ બેંટીગ સ્કોર 179 છે અને બીજી ઈંનિગનો એવરેજ બેંટીગ સ્કોર 149 છે. 

ભારત-શ્રીલંકા મેચમાં ટિકિટોનો દર આ મુજબ છે
ઈસ્ટ સ્ટેન્ડ 1,2,3 માટે રુપિયા 1100 છે
વેસ્ટ સ્ટેન્ડ 1 માટે 1500 છે
વેસ્ટ સ્ટેન્ડ 2,3 માટે 2000 છે
સાઉથ સ્ટેન્ડ લેવલ 3 માટે રુપિયા 2500 છે
સાઉથ સ્ટેન્ડ લેવલ 2 વિથ ડિનર માટે રુપિયા 4000 છે
કોર્પોરેટબોક્ષ લેવલ 3 વિથ હોસ્પિટલિટી માટે રુપિયા 6000 છે
સાઉથ સ્ટેન્ડ લેવલ 1 વિથ ડિનર અને વેસ્ટ સ્ટેન્ડ કોર્પોરેટબોક્ષ વિથ હોસ્પિટલિટી માટે રુપિયા 7000 છે 

Gujarat