નિવૃત્તિ બાદ ચેતેશ્વર પૂજારાને કેટલું પેન્શન મળશે? રમી ચૂક્યો છે 100થી વધુ ટેસ્ટ મેચ
![]() |
પૂજારાએ છેલ્લીવાર ઇન્ટરનેશનલ મેચ કયારે રમી હતી?
પૂજારાએ છેલ્લીવાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ના ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે ઇન્ટરનેશનલ મેચ રમી હતી. ત્યારબાદ તેનું પ્રદર્શન ઘટતા તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો અને ફરી મેચ રમવાની તક આપી નહોતી. ભારતીય ટીમમાં તેની વાપસી ન થવાનું મુખ્ય કારણ એ હતું કે BCCI યુવાનોને તક આપવા ઇચ્છતી હતી, જેમ કે શુભમન ગિલ અને જાયસ્વાલ જેવા બેટરને ટીમમાં સામેલ કરવામાં આવ્યા, જેથી પૂજારાને પાછા ટીમમાં આવાનો મોકો ન મળ્યો.
BCCIએ પેન્શન માટે કયા નિયમો બનાવ્યા છે?
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) દ્વારા ઇન્ટરનેશનલ ક્રિકેટથી નિવૃત્ત થનાર ખેલાડીઓને પેન્શન આપવાની યોજના બનાવી છે. 1 જૂન, 2022થી અસરકારક થયેલ રકમ હેઠળ મેન્સ ખેલાડીઓને 30 હજારથી 70 હજાર રૂપિયા અને વિમેન્સ ખેલાડીઓને 45 હજારથી 52 હજાર 500 રૂપિયાની પેન્શન મળે છે. આ રકમ ખેલાડીઓએ રમેલી ઇન્ટરનેશનલ અને પહેલી સિરીઝના મેચોના આધારે હોય છે, જેમ કે સચિન તેંડુલકર અને સુનિલ ગાવસ્કર જેવા દિગ્ગજોને 70 હજાર રૂપિયા માસિક પેન્શન મળે છે. BCCIના નિયમો મુજબ, પૂર્વ ખેલાડીઓને તેમના યોગદાન અને કારકિર્દી દરમિયાનના પ્રદર્શનના આધારે પેન્શન આપવામાં આવે છે.
આ પણ વાંચો : નિવૃત્તિ બાદ ચેતેશ્વર પૂજારાએ લોકોથી કેમ માંગી માફી? સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો
નિવૃત્તિ બાદ BCCI પૂજારાને કેટલુ પેન્શન આપશે?
પૂજારાના ઇન્ટરનેશનલ કરિયર પર નજર કરીએ, તો તેણે 103 ટેસ્ટ અને 5 વનડે મેચ રમી છે. તેણે કોઈ T20I મેચ રમી નથી. પણ ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા માટે તેણે જે યોગદાન આપ્યું છે, તેને સમગ્ર વિશ્વ ક્રિકેટે જોયું છે. 103 ટેસ્ટ રમીને પૂજારાએ 44.4ની એવરેજથી 7195 રન ફટકાર્યા હતા. તેણે 19 શતક અને 35 અર્ધશતક ફટકારી છે. હવે રિપોર્ટ પ્રમાણે અનુમાન લગાવી તો, પૂજારાએ ભારતીય ટીમને આપેલુ આ મોટુ યોગદાન માટે BCCI તેને 60 હજાર રૂપિયા માસિક પેન્શન આપી શકે છે.