Get The App

નિવૃત્તિ બાદ ચેતેશ્વર પુજારાએ લોકોથી કેમ માંગી માફી? સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો

Updated: Aug 27th, 2025

GS TEAM

Google News
Google News
નિવૃત્તિ બાદ ચેતેશ્વર પુજારાએ લોકોથી કેમ માંગી માફી? સોશિયલ મીડિયા પર શેર કર્યો વીડિયો 1 - image
Image source: IANS 
Cheteshwar Pujara Retiremet Video: ચેતેશ્વર પુજારાએ 24 ઓગસ્ટ, 2025ના રોજ ક્રિકેટના બધા જ ફોર્મેટથી નિવૃત્તિની જાહેરાત કરી હતી તેના બીજા જ દિવસે પુજારાએ ટેસ્ટ ક્રિકેટ સાથે જોડાયેલી યાદોને પણ લોકો સાથે શેર કરી હતી. ત્યારે હવે પુજારાએ 26 ઓગસ્ટની રાતે એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેને તેના ચાહકોને માફી માંગી હતી. પુજારાએ ક્રિકેટથી નિવૃત્તિ લીધા પછી તેણે તેનો પહેલો વીડિયો શેર કર્યો હતો..         

ચેતેશ્વર પુજારાએ કેમ માંગી માફી? 

ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી ચેતેશ્વર પુજારાએ ક્રિકેટથી નિવૃત્તિ જાહેર કર્યા પછી એક શોર્ટ વીડિયો શેર કર્યો હતો. પુજારાએ આ વીડિયો દ્વારા બધાનો આભાર માન્યો અને ધન્યવાદ કર્યું. પુજારાએ કહ્યું, 'છેલ્લા કેટલાક દિવસોથી જે તમે મને પ્રેમ આપ્યો છે, તે જોઈ હું ખૂબ ખૂશ છું અને મને ખૂબ ગર્વ થઈ રહ્યો છે.હું કોશિશ કરી રહ્યો છું કે હું બધાની વાતનો જવાબ આપુ, પણ જો મારાથી કોઈના મેસેજનો જવાબ આપવાનું રહી ગયું હોય તો તેની માટે હું માફી માગું છું.' પુજારાએ આગળ કહ્યું કે 'ભારતીય ટીમની માટે રમવું ઘણું સન્માનની વાત છે, હું ટીમ ઈન્ડિયા માટે યોગદાન આપી શકું છું, જે મે કર્યું છે. તમે બધા લોકો જે મને સપોર્ટ કરી રહ્યા છો તેની માટે હું આભાર વ્યક્ત કરું છું. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર,'  

આ પણ વાંચો : ટીમ ઇન્ડિયાને 'વિદેશી જ્ઞાન'ની જરૂર નથી, સિલેક્શન અંગે ટિપ્પણી કરનારાને ગાવસ્કરનો સજ્જડ જવાબ

પુજારાને મળ્યો ખૂબ પ્રેમ 

ચેતેશ્વર પુજારાએ ભારતની ટેસ્ટ ટીમ માટે ખૂબ યોગદાન આપ્યું છે. પુજારાએ ટેસ્ટમાં 7000 થી પણ વધુ રન ફટકાર્યા છે. આ દિગ્ગજ ખેલાડીએ નિવૃત્તિ જાહેર કર્યા પછી ક્રિકેટના ચાહકોની સાથે સચિન તેંડુલકર, ગૌતમ ગંભીર, વીરેન્દ્ર સહેવાગ, યુવરાજ સિંહ, વિરાટ કોહલી,ઋષભ પંત અને શુભમન ગિલ સાથે અન્ય ક્રિકેટરોએ પણ વધામણા આપી. પુજારાએ ઘણા લોકોની પોસ્ટ શેર કરી તેમનો આભાર માન્યો. તેમજ તેણે વીડિયોના માધ્યમે લોકોને માફી પણ માંગી હતી. 

Tags :