ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સ્ટાર બોલર અફઘાન સીરિઝથી બહાર, એશિયન ગેમ્સમાં પણ રમવું શંકાસ્પદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India vs Afghanistan T20 Series 2026 : ભારતીય ટીમ માટે સપ્ટેમ્બર મહિનો ખૂબ જ વ્યસ્ત રહેવાનો છે, જેમાં ટીમ 13 સપ્ટેમ્બરથી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની ટી-20 સીરિઝ રમશે. આ શ્રેણી પહેલા ફાસ્ટ બોલર હર્ષિત રાણા હેમસ્ટ્રિંગની ઈજાના કારણે બહાર થઈ ગયો છે. રાણાએ ભારત માટે છેલ્લી મેચ ઇંગ્લેન્ડ પ્રવાસ પર રમી હતી અને તે હજુ સુધી ઈજામાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થયા નથી. જેના કારણે તેમને મેદાન પર પરત ફરવા માટે થોડો વધુ સમય લાગશે. હવે હર્ષિત રાણાની જગ્યાએ યશ ઠાકુરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તે ઝડપી બોલર છે અને ઝિમ્બાબ્વે સામે પર્દાપણ કરી ચૂક્યો છે. તેણે બે મેચમાં ચાર વિકેટો ઝડપી હતી. તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમી ચૂક્યો છે અને 81 વિકેટો ઝડપી ચૂક્યો છે.
વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ અને નીતિશ રેડ્ડીની સ્થિતિ
હર્ષિત રાણાની સાથે સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર પણ હેમસ્ટ્રિંગની સમસ્યાથી પરેશાન હતો, પરંતુ હવે તેઓ સંપૂર્ણપણે ફિટ છે અને અફઘાનિસ્તાન સામેની સીરિઝ માટે ઉપલબ્ધ રહેશે. ટીમ માટે રાહતના સમાચાર એ છે કે ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને બેટિંગ ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી પોતાની ફિટનેસ પ્રાપ્ત કરવાની દિશામાં યોગ્ય રીતે આગળ વધી રહ્યા છે. બુમરાહને જુલાઈમાં ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ઘૂંટણમાં ઈજા થઈ હતી. જ્યારે નીતિશ રેડ્ડી ક્વોડ્રિસેપ્સની ઈજામાંથી ઉભરી રહ્યા છે.
આગામી મેચો અને અફઘાનિસ્તાન સામેની ભારતીય ટીમ
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ટી-20 સીરિઝના ત્રણેય મેચ દિલ્હીમાં રમાશે, ત્યારબાદ ટીમ 22 સપ્ટેમ્બરે જાપાન સામે ઐતિહાસિક ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. આ સીરિઝ માટે પસંદ કરાયેલી ભારતીય ટીમમાં શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા (વાઇસ કેપ્ટન), શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઇ, જસપ્રિત બુમરાહ અને અર્શદીપ સિંહનો સમાવેશ કરવામાં આવ્યો છે.




