Sports

BCCIએ જાહેર કર્યા રિપ્લેસમેન્ટ : ઈંગ્લેન્ડ વનડે અને ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમમાં 2 મોટા ફેરફાર

By GS Team
12 Jul 20262 mins read
TukuTouch Logo
ભારતીય ક્રિકેટ ટીમને ઇંગ્લેન્ડ વનડે સિરીઝ અને ઝિમ્બાબ્વે પ્રવાસ પૂર્વે ફટકો પડ્યો છે. ફાસ્ટ બોલર હર્ષિત રાણા અને સ્પિનર વરુણ ચક્રવર્તી ઇન્જરીના કારણે બહાર થયા છે. BCCIએ હર્ષિતના સ્થાને પ્રિન્સ યાદવ અને વરુણની જગ્યાએ રવિ બિશ્નોઈનો સમાવેશ કર્યો છે. શુભમન ગિલ ઇંગ્લેન્ડ સામે વનડેમાં કેપ્ટન રહેશે. 14 જુલાઈથી બર્મિંગહામમાં પ્રથમ વનડે રમાશે.

Summarized by AI; it may make mistakes. Check important info

BCCIએ જાહેર કર્યા રિપ્લેસમેન્ટ : ઈંગ્લેન્ડ વનડે અને ઝિમ્બાબ્વે T20 સિરીઝ માટે ટીમમાં 2 મોટા ફેરફાર

India vs England ODI Series Squad 2026 : ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ અને ઝિમ્બાબ્વે પ્રવાસની શરૂઆત થાય તે પહેલાં જ ભારતીય ક્રિકેટ ટીમ માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. ટીમના ફાસ્ટ બોલર હર્ષિત રાણા અને સ્પિનર વરુણ ચક્રવર્તી ઇન્જરીના કારણે આગામી સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ આ બંને ખેલાડીઓના રિપ્લેસમેન્ટની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. વનડે ટીમમાં હર્ષિત રાણાના સ્થાને ઝડપી બોલર પ્રિન્સ યાદવનો સમાવેશ કરાયો છે. જ્યારે ઝિમ્બાબ્વે પ્રવાસ માટે વરુણ ચક્રવર્તીની જગ્યાએ લેગ-સ્પિનર રવિ બિશ્નોઈને તક આપવામાં આવી છે.

કેવી રીતે ઇન્જર્ડ થયા બંને ખેલાડીઓ?

ઇંગ્લેન્ડ સામે ટ્રેન્ટ બ્રિજ ખાતે રમાયેલી ત્રીજી T20 મેચ દરમિયાન હર્ષિત રાણાને જમણા પગની હેમસ્ટ્રિંગમાં તકલીફ થઈ હતી. સ્કેન રિપોર્ટમાં તેને ગ્રેડ-1 હેમસ્ટ્રિંગ ઇન્જરી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ, વરુણ ચક્રવર્તીને પણ આ જ મેચ દરમિયાન ડાબા પગની હેમસ્ટ્રિંગમાં સમસ્યા થઈ હતી. વરુણની ઇન્જરી વધુ ગંભીર છે અને તેને ગ્રેડ-2 હેમસ્ટ્રિંગ ઇન્જરી થઈ હોવાથી ડોક્ટરોની સલાહ બાદ તેને ઝિમ્બાબ્વે ટૂરથી આરામ અપાયો છે. આ બંને ખેલાડીઓ હવે સારવાર અને રિહેબિલિટેશન માટે બેંગલુરુ સ્થિત બીસીસીઆઈના સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) માં જશે.

India Vs England Odi.jpg

શુભમન ગિલ વનડેના અને શ્રેયસ અય્યર T20ના કેપ્ટન

ઇંગ્લેન્ડ સામેની 3 મેચની વનડે સિરીઝમાં ભારતીય ટીમની કમાન શુભમન ગિલ સંભાળશે. જ્યારે રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને કેએલ રાહુલ જેવા સિનિયર સ્ટાર્સ પણ આ ટીમનો ભાગ રહેશે. વનડે સિરીઝની પ્રથમ મેચ 14 જુલાઈએ બર્મિંગહામમાં રમાશે. બીજી તરફ, ઝિમ્બાબ્વે સામેની T20 સિરીઝ માટે શ્રેયસ અય્યરને કેપ્ટન અને તિલક વર્માને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. આ પ્રવાસમાં રવિ બિશ્નોઈની વાપસીથી ભારતીય સ્પિન આક્રમણને મજબૂતી મળશે. પ્રિન્સ યાદવ અગાઉ આયર્લેન્ડ સામે T20 અને અફઘાનિસ્તાન સામે વનડે ડેબ્યુ કરી ચૂક્યો હોવાથી પસંદગીકારોએ તેના પર ફરી ભરોસો મૂક્યો છે.

ભારત વિરૂદ્ધ ઇંગ્લેન્ડ (વનડે સિરીઝ શેડ્યૂલ)

14 જુલાઈ: પ્રથમ વનડે, બર્મિંગહામ, બપોરે 3.30 વાગ્યે
16 જુલાઈ: બીજી વનડે, કાર્ડિફ, સાંજે 5.30 વાગ્યે
19 જુલાઈ: ત્રીજી વનડે, લોર્ડ્સ, બપોરે 3.30 વાગ્યે

ભારતનો ઝિમ્બાબ્વે પ્રવાસ (T20 સિરીઝ શેડ્યૂલ)

23 જુલાઈ: પ્રથમ T20, હરારે, સાંજે 4.30 વાગ્યે
25 જુલાઈ: બીજી T20, હરારે, સાંજે 4.30 વાગ્યે
26 જુલાઈ: ત્રીજી T20, હરારે, સાંજે 4.30 વાગ્યે