U-19 Indian Cricket team | અંડર 19 ટીમ ઇન્ડિયા ત્રીજી જાન્યુઆરીથી 3 મેચની વન-ડે સીરિઝ માટે સાઉથ આફ્રિકાના પ્રવાસે જવાની છે. આ પહેલાં BCCIએ આ પ્રવાસ માટે અને અંડર 19 વર્લ્ડ કપ 2026 માટે ટીમની જાહેરાત કરી છે. BCCI દ્વારા 14 વર્ષના સ્ટાર ખેલાડી વૈભવ સૂર્યવંશીને સાઉથ આફ્રિકા સામેની સીરિઝમાં ટીમનો કેપ્ટન બનાવાયો છે. જો કે, તે 15 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા અંડર-19 વર્લ્ડ કપમાં કેપ્ટનશિપ નહીં કરે.
વર્લ્ડ કપ ટીમની જાહેરાત
BCCIએ આજે એટલે કે, 27 ડિસેમ્બરે સાઉથ આફ્રિકા પ્રવાસ અને અંડર-19 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી છે. બોર્ડે વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ આયુષ મ્હાત્રેને સોંપી છે, જ્યારે વિહાન મલ્હોત્રાને વાઇસ-કેપ્ટન બનાવ્યો છે. નોંધનીય છે કે, ટીમ ઈન્ડિયા 15 જાન્યુઆરીએ અમેરિકા સામે પોતાના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. બીજી મેચ 17 જાન્યુઆરીએ બાંગ્લાદેશ અને ત્રીજી મેચ 24 જાન્યુઆરીએ ન્યૂઝીલેન્ડ સામે રમાશે.
સાઉથ આફ્રિકા પ્રવાસ માટે અંડર 19 સ્ક્વોડ
- વૈભવ સૂર્યવંશી (કેપ્ટન)
- આરોન જ્યોર્જ (વાઇસ કેપ્ટન)
- વેદાંત ત્રિવેદી
- અભિજ્ઞાન કુંડું (વિકેટ કીપર)
- હરવંશ સિંહ (વિકેટ કીપર)
- આર.એસ. અમ્બ્રીશ
- કનિષ્ક ચૌહાણ
- ખિલન પટેલ
- મોહંમદ એનાન
- હેનીલ પટેલ
- ડી. દીપેશ
- કિશન કુમાર
- ઉદ્ધવ મોહન
- યુવરાજ ગોહિલ
- રાહુલ કુમાર
આ પણ વાંચોઃ ગૌતમ ગંભીરનું પત્તું કાપવાની તૈયારી? BCCIએ પૂર્વ દિગ્ગજ ખેલાડીનો કર્યો સંપર્ક: રિપોર્ટ
અંડર 19 વર્લ્ડ કપ માટે ભારતીય સ્ક્વોડ
- આયુષ મ્હાત્રે (કેપ્ટન)
- વિહાન મલ્હોત્રા (વાઇસ કેપ્ટન)
- વૈભવ સૂર્યવંશી
- આરોન જ્યોર્જ
- વેદાંત ત્રિવેદી
- અભિજ્ઞાન કુંડું (વિકેટ કીપર)
- હરવંશ સિંહ (વિકેટ કીપર)
- આર.એસ. અમ્બ્રીશ
- કનિષ્ક ચૌહાણ
- ખિલન પટેલ
- મોહંમદ એનાન
- હેનીલ પટેલ
- ડી. દીપેશ
- કિશન કુમાર
- ઉદ્ધવ મોહન
વર્લ્ડ કપ ટીમમાં 4 ગુજરાતી ખેલાડી
BCCI દ્વારા U-19 વર્લ્ડ કપની ટીમમાં 15માંથી ગુજરાતના 4 ખેલાડીઓને પંસદ કરવામાં આવ્યા છે. જેમાં વેદાંત ત્રિવેદી, ખિલન પટેલ, હેનીલ પટેલ, હરવંશ સિંહને સ્થાન અપાયું છે. તમને જણાવી દઇએ કે, વેદાંત, ખિલન અને હેનીલ GCA (ગુજરાત સ્ટેટ ક્રિકેટ એસોસિયેશન) અને હરવંશ સિંહ (સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન) તરફથી રમે છે.
વર્લ્ડ કપ પહેલાની સીરિઝમાં વૈભવ કેપ્ટન કેમ?
BCCIએ અંડર 19 ટીમની જાહેરાત મુદ્દે પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે, ભારતની જુનિયર ટીમના રેગ્યુલર કેપ્ટન આયુષ મ્હાત્રે અને વિહાન મલ્હોત્રાને કાંડામાં ઈજા થઈ છે. આ કારણે તેઓ સાઉથ આફ્રિકા સામેની સીરિઝમાં ટીમમાંથી બહાર રહેશે. ઈજાની સારવાર માટે બંને ખેલાડીઓ BCCIના સેન્ટર ઑફ એક્સેલન્સમાં રિપોર્ટ કરશે. ત્યારબાદ U-19 વર્લ્ડ કપ માટે ટીમ સાથે જોડાશે. આ દરમિયાન આયુષ અને વિહાનની ઈજાને ધ્યાનમાં રાખીને સાઉથ આફ્રિકા સામેની સીરિઝ માટે વૈભવ સૂર્યવંશીને કેપ્ટનશીપ સોંપવામાં આવી છે.


