Get The App

...તો વિરાટ કોહલીના કારણે બાબરે કેપ્ટન પદ છોડ્યું! પાકિસ્તાન ક્રિકેટ જગતમાં નવી ચર્ચા છંછેડાઈ

Updated: Oct 2nd, 2024

GS TEAM

Google News
Google News
...તો વિરાટ કોહલીના કારણે બાબરે કેપ્ટન પદ છોડ્યું! પાકિસ્તાન ક્રિકેટ જગતમાં નવી ચર્ચા છંછેડાઈ 1 - image

Babar Azam : બાબર આઝમે પાકિસ્તાનની વનડે અને T20 ફોર્મેટમાં કેપ્ટનશીપ છોડી દીધી છે. બાબર આઝમે સોશિયલ મીડિયા પર કેપ્ટનશીપ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. પરંતુ અહીં સવાલ એ છે કે બાબર આઝમે કેપ્ટનશીપ કેમ છોડી? પીસીબીએ બાબર આઝમને કેપ્ટનશીપ પદ છોડવા માટે કહ્યું નથી!

એક અહેવાલ અનુસાર છે કે ચેમ્પિયન્સ ટ્રોફી સુધી બાબર આઝમને કેપ્ટન તરીકે રાખવાની વાત થઈ હતી. પરંતુ એ પહેલા જ તેણે કેપ્ટનશીપ છોડી દીધી હતી. પરંતુ હવે પાકિસ્તાની મીડિયાનો દાવો કરી રહી છે કે બાબર આઝમનું કેપ્ટન્શીપ છોડવાનું મુખ્ય કારણ વિરાટ કોહલી છે.

એક મીડિયા અહેવાલ અનુસાર, બાબર આઝમ T20 વર્લ્ડ કપ 2024માં મળેલી કારમી હાર બાદ ખૂબ જ તણાવમાં હતો. અને આ જ તેની કેપ્ટન્શીપ છોડવાનું સૌથી મોટું કારણ બન્યું હતું. દાવો કરવામાં આવ્યો છે કે બાબર આઝમને તેના નજીકના મિત્રોએ વિરાટ કોહલીનું ઉદાહરણ આપીને કેપ્ટનશીપ છોડવા માટે સમજાવ્યો હતો. જે રીતે વિરાટ કોહલીએ 2021માં ભારતીય ટીમની કેપ્ટનશીપ છોડી દીધી હતી, તે જ રીતે બાબર આઝમે પણ આવો જ નિર્ણય લીધો છે. અને હવે તે પોતાની રમત પર ધ્યાન આપવા માંગે છે.

આ પણ વાંચો : પાકિસ્તાન ક્રિકેટ ટીમમાં ફરી મોટી હલચલ, ખરાબ ફોર્મથી ઝઝૂમતાં બાબરનું કેપ્ટન પદેથી રાજીનામું

કેપ્ટનશીપને લઈને આ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, બાબર આઝમ ફરીથી પાકિસ્તાની ટીમનો કેપ્ટન બનવા માંગતો ન હતો, પરંતુ તેના પરિવારે ફરીથી આ ભૂમિકા ભજવવા માટે તેના પર દબાણ કર્યું હતું. બાબરે કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લઇ લીધો હતો. આ જ કારણથી તાજેતરમાં પાકિસ્તાનમાં યોજાયેલા ચેમ્પિયન્સ વનડે કપમાં તે કેપ્ટન બન્યો ન હતો.

...તો વિરાટ કોહલીના કારણે બાબરે કેપ્ટન પદ છોડ્યું! પાકિસ્તાન ક્રિકેટ જગતમાં નવી ચર્ચા છંછેડાઈ 2 - image

Tags :