હું તો કાર્ટૂન બનીને ઊભો રહી ગયો...' એશિયા કપમાં ફજેતી બાદ મોહસીન નકવીએ કાઢી ભડાસ
Asia Cup 2025: એશિયન ક્રિકેટ કાઉન્સિલ એટલે કે, ACCના ચીફ મોહસીન નકવી અને BCCIના અધિકારીઓની વચ્ચે 30 સપ્ટેમ્બર, મંગળવારે ઉગ્ર દલીલ વચ્ચે એશિયા કપની ટ્રોફી પોતાની સાથે લઈને જતા રહ્યા હતા. ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન અને પાકિસ્તાનના મંત્રી મોહસીન નકવી પાસેથી ટ્રોફી ન લેવાનો નિર્ણય કર્યો હતો, જે ACCના હાલના ચેરમેન છે. એશિયા કપમાં ફજેતી થયા બાદ મોહસીન નકવીએ કાઢી ભડાસ કાઢી હતી. જોકે, હવે તેનો એક રિપોર્ટ આવ્યો છે, કે મોહસીન નકવી નારાજ થયા છે કે, તેમને સ્ટેજ પર એક કાર્ટૂનની જેમ ઊભા રહેવું પડ્યું અને ભારતીય ટીમ ટ્રોફી લેવા ન આવી.
સ્ટેજ પર એક 'કાર્ટૂન' જેમ ઊભા રહેવા જેવું લાગ્યું
મોહસીન નકવી ટ્રોફી અને વિજેતા મેડલ સાથે સ્ટેજ પર હતા, પરંતુ ભારતીય ખેલાડીઓ અને કૅપ્ટન ટ્રોફી લેવા માટે ન આવ્યા. તેથી નકવી સ્ટેજ પરથી ઉતરી ગયા અને સ્ટેડિયમથી બહાર જતા રહ્યા હતા. આ સાથે ટ્રોફી અને મેડલ તેમની સાથે હોટલમાં લઈ ગયા. PTIના એક રિપોર્ટ પ્રમાણે હવે દાવો કરવામાં આવ્યો છે કે, મોહસીન નકવી ભારતીય ખેલાડીઓને મેડલ અને ટ્રોફી આપવા માટે તૈયાર હતા, પરંતુ ભારતીય ખેલાડીઓ લેવા માટે ન આવ્યા. તેઓ લાંબા સમય સુધી સ્ટેજ પર ઊભા રહ્યા, અને તેમને એક કાર્ટૂન જેમ ઊભા રહેવા જેવું લાગ્યું હતું. સૂત્રએ નકવીને ટાંકીને કહ્યું કે, તેમને 'કાર્ટૂન જેવું' લાગ્યું અને સ્ટેજ પર વિજયી ભારતીય ટીમની રાહ જોતાં શરમ આવી.
આ પણ વાંચો: ICC T20I રેન્કિંગમાં અભિષેકે રચ્યો ઈતિહાસ, એશિયા કપમાં ફ્લોપ પાકિસ્તાની નંબર-1 ઓલરાઉન્ડર
ACC મીટિંગમાં આશિષ શેલાર અને રાજીવ શુક્લા હાજર રહ્યા
BCCI વતી ACC મીટિંગમાં આશિષ શેલાર અને રાજીવ શુક્લા હાજર રહ્યા. બંનેએ મોહસીન નકવી પર દબાણ કર્યું હતું. શુક્લા અને શેલારે દલીલ કરી કે ACC એ ટ્રોફી તેના કાર્યાલયમાં રાખવી જોઈએ અને BCCI તેને ત્યાં લઈ જશે. તેમણે કહ્યું, 'અમે કાયદેસર વિજેતાઓ તરીકે ટ્રોફી ઇચ્છીએ છીએ.' નકવીનું તેના પર ના કહેવાને બદલે જવાબદારી ટાળી હતી. ACC મીટિંગમાં ઓનલાઇન હાજરી આપી રહેલા BCCIના પ્રતિનિધિઓએ સ્પષ્ટ કર્યું કે BCCI ICCને ફરિયાદ કરશે, અને શેલાર થોડા સમય માટે મીટિંગ છોડીને ચાલ્યા ગયા.