Get The App

IND vs BAN: એશિયા કપમાં આવતીકાલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો, મોબાઈલમાં પણ નિહાળી શકશો

Updated: Sep 23rd, 2025

GS TEAM

Google News
Google News
IND vs BAN: એશિયા કપમાં આવતીકાલે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો, મોબાઈલમાં પણ નિહાળી શકશો 1 - image


India vs Bangladesh: એશિયા કપ 2025માં સુપર ફોર તબક્કામાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યા બાદ હવે આવતી કાલે એટલે કે 24 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ વચ્ચે મુકાબલો જામશે. સુપર 4 મેચ પહેલા ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું હતું. ટીમ પાસે હાલમાં બે પોઈન્ટ અને સારો નેટ રન રેટ છે. ભારત હવે બાંગ્લાદેશનો સામનો કરશે. ભારતીય ટીમનું લક્ષ્ય હવે આ મેચ જીતીને ફાઇનલમાં સ્થાન મેળવવાનું છે. પરંતુ એ પહેલા તમને જણાવીએ કે, આ મેચ ક્યા રમાશે અને તમે ક્યારે મોબાઈલમાં નીહાળી શકશો. 

આ પણ વાંચો: ભારતીય મહિલા ક્રિકેટ ટીમને હાર બાદ વધુ એક ઝટકો! ICCએ ફટકાર્યો ભારેખમ દંડ, જાણો કારણ

દુબઈમાં રાત્રે 8:00 વાગ્યે શરૂ થશે ભારત - બાંગ્લાદેશ મેચ 

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે એશિયા કપ સુપર 4 મેચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. દરેક મેચની જેમ આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8:00 વાગ્યે શરૂ થશે. ટોસ અડધો કલાક પહેલા એટલે કે, સાંજે 7:30 વાગ્યે થશે. જ્યારે બાંગ્લાદેશ પ્રથમ મેચમાં શ્રીલંકા સામે જીત મેળવી રહ્યું છે, ત્યારે ભારતીય ટીમ પહેલાથી જ પાકિસ્તાનને હરાવી ચૂક્યુ છે. એટલે તેનો અર્થ એ છે કે, આ મેચ જીતનારી ટીમ ફાઇનલમાં સ્થાન નિશ્ચિત નહીં હોય, પરંતુ તે ચોક્કસપણે ખૂબ નજીક હશે. તેથી, બંને ટીમો જીતની સંપૂર્ણ કોશિશ કરશે. 

સોની સ્પોર્ટ્સ નેટવર્ક, સોની લિવ અને ફેન કોડ પર મેચ જોઈ શકશો

તમને જણાવી દઇએ કે, એશિયા કપની દરેક મેચો સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઈ શકાય છે. સોનીની વિવિધ ચેનલો પર લાઈવ મેચો બતાવવામાં આવે છે. તમે હિન્દી અને અંગ્રેજી સિવાયના વિકલ્પો સાથે તમારી પસંદગીની ભાષા પસંદ કરી શકો છો. આ ઉપરાંત જો તમે તમારા મોબાઇલ ફોન પર મેચ નીહાળવા માંગતા હોવ, તો તમારે તમારા ફોન પર સોની લિવ એપ્લિકેશન હોવી જરૂરી છે. લાઈવ સ્ટ્રીમિંગ ત્યાં ઉપલબ્ધ હશે, જોકે આના માટે તમને કેટલાક પૈસા ખર્ચવા પડશે. સોની લિવ ઉપરાંત, એશિયા કપ મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ ફેન કોડ પર પણ ઉપલબ્ધ છે. તમે વ્યક્તિગત મેચો અથવા સમગ્ર ટુર્નામેન્ટ માટે ટિકિટ ખરીદી શકો છો.

આ પણ વાંચો: એશિયા કપમાં અચાનક બદલાયું સમીકરણ, હવે ભારતની જીત માટે પ્રાર્થના કરશે પાકિસ્તાન!

ભારતીય ક્રિકેટ ટીમ: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, સંજુ સેમસન, હર્ષિત રાણા, રિંકુ સિંહ.

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ: લિટન દાસ (કેપ્ટન), પરવેઝ હુસૈન ઈમોન, સૈફ હસન, તૌહીદ હૃદોય, ઝાકર અલી, શમીમ હુસૈન, નુરુલ હસન, મહેદી હસન, રિશાદ હુસૈન, નસુમ અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, તન્ઝીમ હસન સાકિબ, તસ્કીન અહેમદ, શોરીફુલ ઈસ્લામ, મોહમ્મદ તન્ઝીમ ઈસ્લામ, તસ્કીન અહેમદ.

Tags :