Get The App

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યાને કેપ્ટન અને ગિલ વાઈસ કેપ્ટન

Updated: Aug 19th, 2025

GS TEAM

Google News
Google News
એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, સૂર્યાને કેપ્ટન અને ગિલ વાઈસ કેપ્ટન 1 - image


India Asia Cup 2025 Squad Announcement : યુનાઈટેડ અરબ અમીરાત (UAE)માં આવતા મહિને શરૂ થનારા એશિયા કપ 2025 માટે મંગળવારે (19મી ઓગસ્ટ) ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ટીમમાં ઘણાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. મુંબઈમાં રાષ્ટ્રીય પસંદગી સમિતિની બેઠક યોજાયા બાદ એશિયા કપ માટે ભારતીય ટીમના ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. ટીમમાં શુભમન ગિલને વાઈસ કેપ્ટન બનાવાયો છે, તો રિંકુ સિંહ પર પણ વિશ્વાસ મૂકી ટીમમાં સમાવેશ કરાયો છે. આ સિવાય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને પણ ટીમમાં સામેલ કરાયો છે. 

એશિયા કપ-2025માં આ ખેલાડીઓની એન્ટ્રી

  • સૂર્ય કુમાર યાદવ (કેપ્ટન)
  • શુભમન ગિલ (વાઈસ કેપ્ટન)
  • અભિષેક શર્મા 
  • તિલક વર્મા
  • હાર્દિક પંડ્યા
  • શિવમ દુબે
  • અક્ષર પટેલ
  • જીતેશ શર્મા (વિકેટ કિપર)
  • જસપ્રિત બુમરાહ
  • અર્શદીપ સિંહ
  • વરુણ ચક્રવર્તી
  • કુલદીપ યાદવ
  • સંજુ સેમસન (વિકેટ કિપર)
  • હર્ષિત રાણા
  • રિન્કુ સિંહ

ક્યારે યોજાશે એશિયા કપ

એશિયા કપ-2025 ક્રિકેટ ટૂર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી શરૂ થવાનો છે. જ્યારે ફાઈનલ મેચ 28 સપ્ટેમ્બરે યોજાવાની છે. આ ટુર્નામેન્ટ યુએઈના બે શહેરો અબુ ધાબી અને દુબઈમાં ટી20 ફોર્મેટ આધારે રમાશે. ગ્રૂપની વાત કરીએ તો ગ્રૂપ-એમાં ભારત, પાકિસ્તાન, ઓમાન અને યુએઈનો સમાવેશ કરાયો છે. જ્યારે ગ્રૂપ-બીમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, હોંગકોંગ અને અફઘાનિસ્તાનની ટીમો સામેલ છે. 

આ પણ વાંચો : 'રોહિત શર્માની જગ્યા કોઈ લઈ શકે તેમ નથી...', વર્લ્ડકપ સુધી હિટમેનને જ કેપ્ટન રાખવા CSKના પૂર્વ સ્ટારની માગ

એશિયા કપમાં ભારતની મેચોનું શેડ્યૂલ

એશિયા કપમાં પહેલા ગ્રૂપ સ્ટેજની મેચો રમાશે, ત્યારબાદ સુપર-4 સ્ટેજની અને પછી ફાઈનલ મેચ રમાશે. ભારતીય ટીમ ગ્રૂપ મેચોમાં કુલ ત્રણ મેચો રમશે, જેમાં પ્રથમ મેચ 10 સપ્ટેમ્બરે યુએઈ સામે દુબઈમાં, ત્યારબાદ 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન વિરુદ્ધ દુબઈમાં અને પછી 19 સપ્ટેમ્બરે ઓમાન વિરુદ્ધ અબૂધાબીમાં મેચ રમશે. એશિયા કપમાં બંને ગ્રૂપમાં ટોપ પર રહેનારી બે-બે ટીમો સુપર-4 સ્ટેજમાં પહોંચશે, ત્યારબાદ સુપર-4 સ્ટેજની ટોપ-2 ટીમો વચ્ચે ફાઈનલ મેચ રમાશે.

યુએઈમાં રમાશે તમામ મેચો

ટુર્નામેન્ટ આયોજન પણ UAEમાં એટલે થઈ રહ્યું છે, કારણકે  પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિના કારણે બંને દેશોએ 2027 સુધી માત્ર બીજા દેશમાં રમવા પર સહમતી વ્યક્ત કરી છે. આ વર્ષે માર્ચમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાને જ કર્યું  હતું, પરંતુ ભારતે બધી મેચો દુબઈમાં રમી હતી અને ચેમ્પિયનશિપનું ટાઇટલ હાંસલ કર્યું હતું.

આ પણ વાંચો : એશિયા કપ: 'ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ નહીં થાય', ટુર્નામેન્ટ પહેલા પૂર્વ ક્રિકેટરનો દાવો

Tags :