Sports

વૈભવ સૂર્યવંશી સાથે ફરી અન્યાય ! ઈંગ્લેન્ડ સામેની પહેલી T20માં પણ ન મળ્યું સ્થાન

By GS Team
1 Jul 20262 mins read
TukuTouch Logo
ઈંગ્લેન્ડ સામેની પ્રથમ T20 મેચમાં યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીને ફરી પ્લેઈંગ 11માં સ્થાન ન મળતા ચાહકો નિરાશ થયા. આયર્લેન્ડ પ્રવાસમાં ટોપ ઓર્ડરના નબળા પ્રદર્શન બાદ પણ કેપ્ટન શ્રેયસ અય્યરે વૈભવને તક ન આપી. IPL 2026 અને અંડર-19માં શાનદાર પ્રદર્શન કરનાર વૈભવના ડેબ્યૂનો નિર્ણય હેડ કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન અય્યરના હાથમાં છે. હવે બાકીની મેચોમાં તેને તક મળે છે કે કેમ તે જોવું રહ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

વૈભવ સૂર્યવંશી સાથે ફરી અન્યાય ! ઈંગ્લેન્ડ સામેની પહેલી T20માં પણ ન મળ્યું સ્થાન

England vs India, 1st T20I : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાનારી 5 મેચોની T20 સીરીઝની પહેલી મેચમાં પણ યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીને પ્લેઈંગ 11માં સ્થાન મળ્યું નથી. આયર્લેન્ડના નિરાશાજનક પ્રવાસ બાદ ક્રિકેટ ફેન્સ અને દિગ્ગજોને આશા હતી કે બુધવારે (1 જુલાઈ) ઈંગ્લેન્ડ સામે વૈભવનું ઈન્ટરનેશનલ ડેબ્યૂ થશે, પરંતુ કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ વખતે ટીમ જાહેર કરતાં જ ફેન્સને ફરી નિરાશા સાંપડી હતી.

આયર્લેન્ડ સામે પણ ટીમમાંથી રખાયો બહાર
વૈભવ સૂર્યવંશીને અગાઉ આયર્લેન્ડ સામેની 2 મેચની T20 સીરીઝ માટે ટીમમાં પસંદ કરાયો હતો, પરંતુ તે બંને મેચમાં બહાર બેઠો રહ્યો હતો અને ભારત તે સીરીઝ 0-2થી હારી ગયું હતું. આયર્લેન્ડ પ્રવાસમાં ભારતીય ટોપ ઓર્ડરનું પ્રદર્શન ખૂબ નબળું રહ્યું હતું, જ્યાં સંજુ સેમસન (5 અને 0 રન) અને ઈશાન કિશન (12 રન) ફ્લોપ રહ્યા હતા. આ નબળા પ્રદર્શન બાદ વૈભવને ટીમમાં સામેલ કરવાની માંગ સતત વધી રહી હતી.

IPL 2026 અને અંડર-19માં મચાવ્યો છે હાહાકાર
વૈભવ સૂર્યવંશી હાલમાં શાનદાર ફોર્મમાં છે. IPL 2026માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા તેણે 16 ઈનિંગ્સમાં 237.30ના ધમાકેદાર સ્ટ્રાઈક રેટથી 776 રન બનાવીને ઓરેન્જ કેપ જીતી હતી. આ સિવાય તે 2026 અંડર-19 વર્લ્ડ કપમાં 'પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ' રહ્યો હતો. તાજેતરમાં જ શ્રીલંકામાં રમાયેલી ભારત 'એ' ત્રિકોણીય સીરીઝની ફાઈનલમાં તેણે માત્ર 29 બોલમાં 94 રનની તોફાની ઈનિંગ રમી હતી.

ગૌતમ ગંભીર અને અય્યરના હાથમાં છે નિર્ણય
બેટિંગ કોચ સિતાંશુ કોટકે અગાઉ સ્પષ્ટ કર્યું હતું કે વૈભવના ડેબ્યૂ પર છેલ્લો નિર્ણય હેડ કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શ્રેયસ અય્યર જ લેશે. ચેતેશ્વર પૂજારા અને ક્રિસ શ્રીકાંતે પણ પહેલાથી ભવિષ્યવાણી કરી હતી કે વૈભવને પ્લેઈંગ 11માં જગ્યા મેળવવા માટે રાહ જોવી પડશે. હવે જોવાનું એ રહેશે કે આ સીરીઝની બાકીની મેચોમાં આ 'બેબી બોસ'ને ક્યારે તક મળે છે.