For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

IPLમાં અમદાવાદ, લખનઉ ટીમની એન્ટ્રી

Updated: Oct 25th, 2021

IPLમાં અમદાવાદ, લખનઉ ટીમની એન્ટ્રી

એસજી ગુ્રપે લખનઉ રૂ. 7,090 કરોડમાં અને સીવીસી ગુ્રપે અમદાવાદ રૂ. 5,625 કરોડમાં ખરીદી

અદાણી અને ટોરેન્ટ બહાર : સીવીસી ગુ્રપને સિંગાપોરનું ફંડિંગ અને રિલાયન્સનું પીઠબળ હોવાની ચર્ચા

દુબઈ : આઈપીએલમાં આવતા વર્ષથી એટલે કે 2022 થી અમદાવાદ અને લખનઉની એમ બે ટીમ ઉમેરાશે. આમ આઇપીએલ હાલની આઠ ઉપરાંત આજે થયેલ બીડિંગમાં સૌથી ઉંચા ભાવે રહીને સ્થાન પામેલ અમદાવાદ ટીમ અને લખનઉ ટીમ મળી દસ ટીમ વચ્ચે રમાશે.

અમદાવાદની ટીમ તમામ ચાહકો જ નહીં પણ કદાચ બીસીસીઆઈ અને કોર્પોરેટ જગતના આશ્ચર્ય વચ્ચે લક્સમબર્ગમાં હેડ કવાર્ટર છે અને સિંગાપુરનું ફંડિગ ધરાવે છે તેવી સીવીસી કેપિટલ્સે રૂ. 5625 કરોડમાં ખરીદી છે. એવું મનાય છે કે સીવીસી કેપિટલ્સ પાછળ રિલાયન્સનો પડછાયો છે.

તેઓનું ટીમ મેનેજમેન્ટની રીતે કે ખરીદીમાં 'બેકિંગ' હોઇ શકે. લખનઉની ટીમની ગોએન્કાના એલ જી ગુ્રપે રૂ. 7090 કરોડની હાઇએસ્ટ બીડ સાથે માલિકી મેળવી છે.

ક્રિકેટ વર્તુળમાં એવી પ્રબળ માન્યતા પ્રવર્તતી હતી કે અદાણી ગુ્રપ જ અમદાવાદની ટીમની માલિક બનશે પણ અદાણી ઉપરાંત ટોરેન્ટ ગુ્રપ પણ તુલનાત્મક રીતે ઓછી બીડિંગ સાથે આઉટ થઈ ગયા હતા. અદાણી ગુ્રપે અમદાવાદ માટે રૂ. 5100 કરોડ અને ટોરેન્ટ ગુ્રપે 4653 કરોડની બીડ લગાવી હતી.

ગોએન્કા ભૂતકાળમાં 2016 અને 2017 માં બે વર્ષ માટે રાઇઝિંગ પૂણે સુપર જાયન્ટસની ટીમના માલિક રહી ચૂકયા છે તેથી તેઓને બીડિંગ પ્રક્રિયા પર ફાવટ છે જે તેને કામ લાગી હતી.

આજે બીડિંગ માટે મુકાયેલા ટેન્ડર તેમજ તેની રકમ અને અન્ય ચકાસણી પૂર્ણ કરવાની સમગ્ર પ્રક્રિયા પૂરી થતા સાત  કલાકનો  સમયલાગ્યો હતો અને આખરે મોડી સાંજે બે ટોચની રકમના બીડર જાહેર કરવામાં આવ્યા હતા.

અદાણી  ગુ્રપ, હિન્દુસ્તાન ટાઈમ્સ મીડિયા, ટોરેન્ટ ફાર્મા, ઓરબિંદો ફાર્મા, ઓલ કાર્ગો, સીવીસી, એસજી ગુ્રપ અને કોટક ગુ્રપ તેમજ માંચેસ્ટર યુનાઈટેડની ગ્લેઝર્સ કંપનીએ ટેન્ડર ભર્યા હતા. ધોનીની અગાઉની મેનેજમેન્ટ કંપની રહીતી સ્પોર્ટ્સનું ટેન્ડર ટેકનિકલ કારણોસર રદ થયું હતું. અદાણીની પ્રતિનિધિ બીડડિંગ વખતે બીસીસીઆઈના એક સ્પોન્સરરને લઈને આવ્યા હતા અને તેમને હોલમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા.

ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ ગાંગુલી, સેક્રેકટરી જય શાહ, વાઈસ પ્રેસિડેટ રાજીવ શુક્લા અને આઈપીએલ ચેરમેન બ્રિજેશ પટેલે ખાસ હાજરી આપી હતી. ભારતીય ક્રિકેટ બોર્ડને આ બંને ટીમનો ઉમેરો થવાથી વધુ રૂ. 12690 કરોડની આવક પ્રાપ્ત થશે.

આઈપીએલની ઈમેજ વૈશ્વિક બનતી જાય છે તેની પ્રતિતી એ રીતે થઈ કે ફૂટબોલની માંચેસ્ટર યુાઈટેડ અને ગ્લેઝર્સ જેવી કંપનીઓએ પણ બીડિંગમાં ઝૂકાવ્યું હતું. અમદાવાદની ટીમ સીવીસી કેપિટલ્સની આઈરેલિયા કંપનીના નામે થઈ છે. જે  સિંગાપોર સ્થિત છે.

Gujarat