T20 વર્લ્ડકપ-2026ની ફાઈનલ મેચમાં અભિષેકની ફાસ્ટેસ્ટ ફિફ્ટી, 3 બેટરોના રેકોર્ડ બરાબરી કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

T20 World Cup 2026, Final Match, India vs New Zealand, Abhishek Sharma Record : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 વર્લ્ડકપ-2026ની ફાઈનલ મેચમાં અભિષેક શર્માએ માત્ર 18 બોલમાં 6 ફોર અને 3 સિક્સની મદદથી ફાસ્ટેસ્ટ 51 રન ફટકાર્યા છે. આ સાથે તેણે 18 બોલમાં ફિફ્ટી ફટકારનારા ગ્લેન મેક્સવેલ, કે.એલ.રાહુલ અને શોએબ મલ્લિકના રેકોર્ડની બરાબરી કરી છે. હાલ અભિષેક 21 બોલમાં 52 રન ફટકારી આઉટ થયો છે. અભિષેક રચિન રવિન્દ્રની બોલિંગમાં ટિમ સેઈફેર્ટના હાથે કેચ આઉટ થયો છે.
યુવરાજ સિંહની સૌથી ઝડપી અડધી સદી
ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનારા ખેલાડીઓની યાદીમાં ભારતનો યુવરાજ સિંહ હજુ પણ મોખરે છે. યુવરાજ સિંહે 19 સપ્ટેમ્બર 2007ના રોજ ઇંગ્લેન્ડ સામે માત્ર 12 બોલમાં ફિફ્ટી ફટકારીને વિશ્વવિક્રમ સર્જ્યો હતો. ત્યારબાદ નેધરલેન્ડ્સના એસ.જે. માયબર્ગે 21 માર્ચ 2014ના રોજ આયર્લેન્ડ સામે અને ઓસ્ટ્રેલિયાના માર્કસ સ્ટોઇનિસે 25 ઓક્ટોબર 2022ના રોજ શ્રીલંકા સામે 17-17 બોલમાં અડધી સદી પૂર્ણ કરી હતી. આ યાદીમાં ગ્લેન મેક્સવેલે પાકિસ્તાન સામે, કે.એલ. રાહુલે સ્કોટલેન્ડ સામે અને શોએબ મલિકે પણ સ્કોટલેન્ડ સામે 18-18 બોલમાં ફિફ્ટી ફટકારવાની સિદ્ધિ મેળવી છે.







